શા માટે જીવ ના જોખમે પણ લોકો કરે છે અમરનાથ યાત્રા..! રોમાંચક યાત્રા ફક્ત વાંચી ને તમને પણ તાલાવેલી લાગશે અમરનાથ જાવાની..!

શા માટે જીવ ના જોખમે પણ લોકો કરે છે અમરનાથ યાત્રા..!
રોમાંચક યાત્રા ફક્ત વાંચી ને તમને પણ તાલાવેલી લાગશે અમરનાથ જાવાની..!

એક વખત માં પાર્વતી આ શિવ ને તેમના અજર અમર હોવાનું રહસ્ય પૂછે છે ત્યારે પહેલા તો શિવજી ટાળવા ની કોશિશ કરે છે પરંતુ જયારે પાર્વતી વધારે જીદ કરે છે ત્યારે શિવ તે રહસ્ય કહેવા માટે રાજી થાય છે. પરંતુ આ રહસ્ય કહેવા માટે આજુબાજુ કોઈ જીવ ન હોય જે સાંભળી જાય, એટલા માટે શિવ તે નિર્જન ગુફા તરફ પાર્વતી ને લઇ ને આગળ વધે છે. રસ્તા માં જ્યાં જ્યા શિવ પોતાની સાથે રહેલા નાગ, ચંદ્ર, ગણેશ વગેરે ને જ્યા છોડે છે એવા 5 સ્થળો પણ અત્યંત સુંદર તીર્થ બને છે, અને ગુફા તરફ જતા યાત્રીઓ માટે તે બધા સ્થળ રોમાંચક તીર્થ બની ગયા છે. તો આવો આપણે પણ આ શબ્દો ના માધ્યમ થી ગુફા તરફ યાત્રા કરીયે

ભગવાન શિવના અનેક મંદિરોમાં, અમરનાથની ગુફા વિશ્વ વિખ્યાત તીર્થસ્થળ છે. ગુફામાં બરફનું શિવલિંગ લોકોના વિશ્વાસનું પ્રતીક છે. આ ગુફા સુધી નો પ્રવાસ અત્યંત સુંદર છે અને શિવમાં વધારે શ્રદ્ધા ઉભી કરે છે.

ગુફા તરફ નો માર્ગ

અમરનાથ યાત્રાના બે રસ્તા છે – પહેલગામ અને સોનમર્ગ બાલટાલ। પૌરાણિક કથા અનુસાર, ભગવાન શિવએ ગુફા સુધી પહોંચવા માટે પહેલગામ માર્ગ લીધો હતો.

પહેલગામ

જ્યારે ભગવાન શિવએ પાર્વતીને આ ગુફામાં લઈ જતા હતા ત્યારે તેમણે પ્રથમ સ્થળ પર તેમના વાહન નંદીને એક સ્થાન પર છોડી દીધું. આ સ્થળને પછીથી પહેલગામ તરીકે ઓળખવામાં આવ્યું। તે શ્રીનગરથી 96 કિલોમીટર દૂર છે અને પર્વત શિખરોથી ઘેરાયેલું છે.
અનંતનાગ થઈને પહેલગાંવ યાત્રિકો પહોંચે છે. જે બેઝ કેમ્પ તરીકે ઓળખાય છે અને રાત્રિ રોકાણ કરવામાં આવે છે.

ચંદનબાડી

પહેલગામ પછીનું આગામી સ્થાન ચાંદાનબાડી છે. તે પહેલગામથી 16 કિલોમીટર દૂર છે. માન્યતાઓ અનુસાર, ભગવાન શિવ અહીં તેમના માથે થી ચંદ્રને કાઢી ને મૂક્યું હતું. એટલે આ સ્થળ નું નામ ચંદનબાડી પડ્યું। માન્યતા છે કે પછી વર્ષો સુધી ચંદ્ર અહીંયા શિવજી ની રાહ જોતો રહ્યો। ચંદનબાડી પર વિશ્રામ કર્યા બાદ બીજા દિવસે યાત્રીઓ પીસુ ટોચ ની ચડાઈ શરુ કરે છે.

પીસુ ટોચ

ચંદનબાડી ની સહેજ આગળ પિસુ ટોપ છે. ચાંદનબાડી ની ચડાઈ સહેલી હતી પરંતુ પીસુ ટોચ જતી વખતે જોખમી ચડાઈ શરુ થાય છે. સાડાત્રણ કિલો મીટરનું ચઢાણ કાપો એટલે આ પહાડની ટોચ ઉપર યાત્રિકો પહોંચે છે જે દરિયાઈ સપાટીથી 10500 ફૂટ ઊંચાઈએ છે. આ સ્થળ પર ભગવાન શિવજી એ પોતાના મસ્તક માંથી પીસુ નામ ના કીડા ને કાઢી ને મૂકી દીધો હતો છે. તેથી આ સ્થળ પીસુ ટોચ તરીકે ઓળખાય છે. એક કથા મુજબ, અમરનાથના દર્શન માટે અહીંયા દેવો અને દાનવો વચ્ચે લડાઈ થઇ. તે સમયે ભગવાન શિવની મદદથી, દેવોએ દાનવોને હરાવ્યો. દાનવોના મૃતદેહ ના ઢગલા થી આ પર્વત રચના થઈ હતી. ત્યારબાદ આ સ્થળને પિસુ ટોપ તરીકે ઓળખવામાં આવે છે. અહીં થોડા કલાક દર્શન તથા આરામ માં વિતાવી યાત્રીઓ શેષનાગ તરફ પ્રયાણ કરે છે.

શેષનાગ

યાત્રી શેષનાગ પહોંચી તાજામાજા થાય છે. અહીં પર્વતમાળાઓ વચ્ચે ભૂરા પાણીનું સુંદર તળાવ છે. આ તળાવમાં જોતા એમ ભ્રમ થઈ ઊઠે છે કે ક્યાંક આકાશ તો આ તળાવમાં નથી ઉતરી આવ્યું ને ! આ તળાવ માં શિવજી એ પોતાના શેષનાગ ને મુક્યો હતો તેથી એનું નામ શેષનાગ પડ્યું છે. આ તળાવ લગભગ દોઢ કિલોમીટર લંબાઈમાં ફેલાયેલું છે. વાયકાઓ અનુસાર શેષનાગ તળાવમાં શેષનાગનો વાસ છે અને ચોવીસ કલાકમાં શેષનાગ એક વખત તળાવમાંથી બહાર આવીને દર્શન આપે છે, પણ આ દર્શન નસીબદારોને જ થાય છે. તીર્થયાત્રી અહીં રાત્રિ વિશ્રામ કરે છે, રાત્રે ભજન મંડળી જામે છે! અને સવારે અહીંથી ત્રીજા દિવસની યાત્રા શરૂ કરાય છે.

મહાગુનાસ પર્વત

તે શેષનાગથી લગભગ 4 થી 5 કિ.મી. તે 14,000 ફુટની ઉંચાઈ પર છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ તેમના પ્યારા પુત્ર ગણેશને અહીં છોડી ગયા છે. આ સ્થળમાં અનેક ધોધ અને મનોહર પહાડી ના દ્રશ્યો છે. ગણેશ ભગવાન ની સ્થાપના કરેલી છે તથા અત્યંત ઠંડુ વાતાવરણ છે

પંચતરણી

શેષનાગથી પંચતરણી આઠ માઈલના અંતરે છે. અહીં શિવજી પંચમહાભુતો ને મૂકી દીધા છે, તેથી પાંચ નાની નાની નદીઓ વહે છે માર્ગમાં મહાગુણાસ કોતરને પાર કરવું પડે છે, જેની સમુદ્રતટથી ઊંચાઈ ક્રમશ: ૧૩,૫૦૦ ફૂટ તથા ૧૪,૫૦૦ ફૂટ છે. મહાગુણાસ શિખરથી પંચતરણી સુધી આખો રસ્તો ઉતરાણનો છે. અહીં પાંચ નાની-નાની નદીઓ વહેતી હોવાને કારણે જ આ સ્થળનું નામ પંચતરણી પડ્યું છે. આ સ્થાન ચારે તરફથી પહાડોનાં ઊંચા-ઊંચા શિખરોથી ઢંકાયેલું છે.

ઊઁચાઈને કારણે ઠંડી પણ વધુ હોય છે. પ્રાણવાયુની ઉણપને કારણે તીર્થયાત્રિઓને અહીં સુરક્ષાના ઉપાયો કરવા પડે છે. અને શરુ થાય છે ગુફા તરફ નો અંતિમ પ્રવાસ.

અમરનાથ ગુફા

અમરનાથની ગુફા શેષનાગથી કેવળ આઠ કિલોમીટર દૂર છે અને રસ્તામાં બરફ જ બરફ જામેલ હોય છે. બરફની નદી પાર કર્યા બાદ, ગુફા છેલ્લે જોવામાં આવે છે. આ ગુફા આશરે 100 ફૂટ લાંબી અને 150 ફીટ પહોળી છે. આ રાસ્તો ઘણો કપરો છે, પણ અમરનાથની પવિત્ર ગુફામાં પહોંચતા જ યાત્રાનો બધો થાક ઊતરી જાય છે! અને અદ્‌ભુત આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે. બીજે બધે બરફ નો ભુક્કો હોય છે પરંતુ એક શિવલિંગ જ સખત બરફ થી બનેલું હોય છે. એ જ રહસ્યમય લાગે છે. સાક્ષાત શિવલિંગ ને જોઈને ભક્તો અશ્રુ સાથે નતમસ્તક થઇ જાય છે.

અહીં જયારે શિવજી ને લાગ્યું કે હવે આજુબાજુ કોઈ નથી ત્યારે આ ગુફામાં ભગવાન શિવએ પાર્વતીને અમરત્વનું રહસ્ય કહ્યું. ભગવાન જયારે અમરકથા કહેતા હતા ત્યારે બે કબૂતર પણ સાંભળી રહ્યા હતા. કથા સાંભળતા માં પાર્વતી હુંકાર ભણી રહ્યા હતા ત્યારે એમને ઊંઘ આવી ગઈ, પરંતુ કબુતરો હું હું કરતા રહયા, તેથી શિવજી ને લાગ્યું પાર્વતીજી કથા સાંભળી રહયા છે. આમ કબુતરો અમર બની ગયા અને આજે પણ ક્યારેક કોઈ કોઈ યાત્રીઓ ને તેમના દર્શન થાય છે.

એક દિવસ ગુફાની નજીક પડાવ નાખી, રાત વિતાવી શકાય છે અને બીજા દિવસે સવારે પૂજા-અર્ચના કરી પંચતરણી પરત ફરી શકાય છે. અમુક યાત્રી સાંજ સુધીમાં શેષનાગ સુધી પાછા પહોંચી જાય છે.

એવી માન્યતા છે કે, આ ગુફાની શોધ બુટા માલિક નામના એક ગોવાળિયાએ કરી હતી. બકરીઓન ચરાવતી વખતે બર્ફીલા અને સુમસામ વિસ્તારમાં તેમની મુલાકાત એક સાધુ સાથે થઈ હતી, ત્યારે સાધુએ બુટા માલિકને કોલસાથી ભરેલી એક બોરી આપી હતી જે ઘરે પહોંચતા સોનામાં ફેરવાઈ ગઈ હતી. આજે પણ બુટા માલિકના વારસદારોને દાનનો એક ભાગ આપી દેવામાં આવે છે.

વાંચી ને જવાનું મન થયું ને ? જવાની સાચે જ તલબ લાગી હોય તો કમેન્ટ કરો ‘હર હર મહાદેવ’

લેખન .સંકલન : આનંદ ઠક્કર 

રોજ આવી અનેક પોસ્ટ વાંચવા માટે આજે જ લાઇક કરો અમારુ પેજ 

 

ટીપ્પણી