આલુ પુરી – ઘરે અચાનક મહેમાન આવી ચડે ને સમય ઓછો છે ત્યારે બનાવો આ ઝડપી બની જતી વાનગી……..

આલુ પુરી(aloo puri)

આ વાનગી સવારનાં નાસ્તાથી લઇ અને ખાસ પ્રસંગોએ યોજાતા ભોજન સમારોહમાં શાક અને મિઠાઇઓ સાથે જમવાની મુખ્ય વાનગીનું સ્થાન ભોગવે છે.

આપણે ત્યાં મહેમાન આવે એટલે કા તો આપણે ખાલી મીઠું નાખી ને પુરી બનાવીએ કા પછી મસાલા વાળી પણ હવે જ્યારે પુરી બનાવો ત્યારે આ અલગ અને ટેસ્ટી એવી આલુ પુરી બનાવજો.

જો આ પુરી તમારે ઉપવાસ માં ખાવી હોઈ તો તેમાં ઘઉં ના લોટ ની જગ્યા એ રાજગરા નો લોટ ઉમેરી પુરી બનાવી શકો.

જ્યારે અચાનક મહેમાન આવે અને આપણે બાફેલા બટાટા નું શાક કરવાના હોઈ તો બાફેલા 2 બટાટા આમાં ઉમેરી દેવા એટલે બની ગઈ આલુ પુરી

સામગ્રી

  • 2 નંગ બાફેલા આલુ,
  • 1 વાટકો ઘઉં નો લોટ,
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર,
  • 1/2 ચમચી હળદર,
  • મીઠું સ્વાદ અનુસાર,
  • 1 ચમચી તેલ મોણ માટે,
  • 1 ચમચી કોથમીર,
  • તેલ તળવા માટે.

બનાવાની રીત

સૌ પ્રથમ બટાટા ને ખમણી લો.હવે તેમાં ઘઉંનો લોટ,લાલ મરચું, હળદર,મીઠું,તેલ અને કોથમીર નાખી મિક્સ કરો.
હવે જરૂર મુજબ પાણી ઉમેરી મીડીયમ કણક તૈયાર કરો.ત્યાર બાદ લોટનાં નાના નાના લુઆ (ગોરણા) વાળી અને તેને વેલણ વડે ગોળ વણી લેવા.હવે નાની સાઈઝની
ગરમ તેલ માં સોનેરી રંગની થાય ત્યાં સુધી તળવી, બહાર કાઢી કાગળ પર મુકવી. જેથી વધારાનું તેલ શોષાય જશે. આ વાનગી ભરપુર તૈલી વાનગી હોય છે.

તમારા મનગમતા શાક સાથે સર્વ કરો.

પુરી અનેક પ્રકારનું વૈવિધ્ય ધરાવતી હોય શકે છે. જેમકે “મોળી પુરી”, “તીખી પુરી”, “મસાલા પુરી”, “ગળી પુરી” (જેને સૌરાષ્ટ્રમાં ‘થેપલા’ પણ કહેવાય છે,

બટાકાંને અન્ય શાક સાથે મેળવીને જાત જાતની વાનગીઓ અને શાક બનાવાય છે

પુરીને દૂધપાક, બાસુંદી, ‘છોલે'(કાબુલી ચણાનું શાક), ‘ચણા મસાલા’, ‘કોરમા’ જેવી વિવિધ વાનગીઓ સાથે ખાઇ શકાય છે

તો તૈયાર છે સ્વાદિષ્ટ આલુ પુરી

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી