‘આલુ કોથમીર ફુદીના ટીકી’ એકવાર ટ્રાય કરો એટલે કાયમ બનાવતા થઇ જશો

આલુ કોથમીર ફુદીના ટીકી 

સામગ્રી:

૪-૫ બાફેલા બટેકા,
૧ બાઉલ સમારેલી કોથમીર,
૨ ચમચી ફુદીના પાઉડર,
જરૂર મુજબ મીઠું,
૨ ચમચી કોર્નફ્લોર,
જરૂર મુજબ તેલ,
જરૂર મુજબ તાજી બ્રેડનો ભુક્કો,

રીત

સૌ પ્રથમ બાફેલ બટેકનો છૂંદો કરી તેમાં કોથમીર, ફુદીના પાઉડર, મીઠું, કોર્નફ્લોર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

હવે હાથ તેલવાળો કરી પેટીસ વાળી તેવી ટીકી બનાવી લેવી.

નોનસ્ટિક પેન ગરમ થાય એટલે તેલ મૂકી મીડીયમ તાપે ગોલ્ડન ડિઝાઇન પડે ત્યાંસુધી સેલો ફ્રાય કરી લેવી.

તો તૈયાર છે ટેસ્ટી અને ગરમ ગરમ આલુ કોથમીર ફુદીના ટીકી.

ટોમેટો કેચપ અને લીલી ચટણી જોડે સર્વ કરશુ.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી