ત્વચાને અંદરથી સાફ કરે છે એલોવેરા અને હળદરથી બનાવેલો બરફઃ વાંચો અનેક ફાયદા…

સૌંદર્ય ની ઝંખના કોને ન હોય? દરેક સ્ત્રી વિચારે છે કે તેની ત્વચા એકદમ ચમકતી હોય અને ડાઘા અને ધબ્બા થી મુક્ત હોય. સુંદર દેખાવા માટે સ્ત્રી વિવિધ સૌંદર્ય પ્રસાધન/ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.સારા સાબુ, સારા ક્રીમ, વારંવાર બ્યુટીપાર્લર ની મુલાકાત આ બધું જ કરવા છતાં ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને જેવી જોઈએ છે એવી ત્વચા મળી શકતી નથી. એનું મૂળ કારણ જાણો છો?

image source

ચામડીને એકદમ ચોખ્ખી ,લીસી અને ચમકીલી બનાવવા માટે તેની મૂળમાંથી, ઊંડેથી સફાઈ થવી જરૂરી છે. પણ પણ મોટા ભાગની સ્ત્રીઓ આ દિશામાં ક્યારેય જાણતી કે વિચારતી નથી.જી હા, ત્વચાને ચમકીલી બનાવવા માટે તેની અંદરથી સફાઈ કરવી જરૂરી છે.

જાણો છો  કે અંદરથી ત્વચાની સફાઈ કેવી રીતે કરી શકાય?

image source

અંદરથી ત્વચાની સફાઈ કરવા માટે પહેલા ત્વચાના  પોર્સસ એટલે  કે છિદ્રો ખોલવા જરૂરી છે . ત્વચાનાં છિદ્રો ખુલ્યા બાદ ,ત્વચાને સાફ કર્યા બાદ એ  બંધ કરવા પણ એટલા જ જરૂરી છે.ત્વચાની મૂળથી સાફ-સફાઈ માટેની જરૂરી સામગ્રી તો આપણને આપણા ઘરના રસોડામાંથી જ ઉપલબ્ધ થઈ શકે છે. અને એ પણ બિલકુલ આડઅસર વગર.

ચાલો, થોડી એવી ઘરેલુ સામગ્રીની માહિતી મેળવીએ.

ત્વચાની ચમક અને સફાઈ માટે હળદરથી બનેલા આઇસ ક્યુબ બહુ ઉપયોગી છે. સૌથી પહેલાં એને બનાવવા માટેની જરૂરી સામગ્રી જોઈએ.

ઓર્ગેનિક એલોવેરા જેલ અડધો કપ.
પાણી અડધો કપ.
એક ચમચી હળદર.

image source

એલોવેરા જેલ ના હોય તો કુંવારપાઠામાંથી પણ એલોવેરા જેલ ઘરમાં જ બનાવી શકાય છે. કુવારપાઠું ઘરમાં આસાનીથી ઉગતો છોડ છે. કુવારપાઠાનું એટલે કે એલોવેરાની એક સ્ટીક લઈ  બંને બાજુથી તેની કાંટાળી ધાર કાઢીને તેના કટકા કરી તેની અંદરનો પલ્પ ભેગો કરવો.

તેમાં એટલું જ પાણી નાખી તેને સરખું મિક્ષ કરી લેવું .ત્યારબાદ તેમાં હળદર નાખીને પેસ્ટ જેવું થાય એ રીતે હલાવતા રહેવું.આ પેસ્ટને આઇસ ક્યુબ ટ્રેમાં મૂકી ચાર પાંચ કલાક માટે ફ્રીઝ કરી તેનો બરફ બનાવી લેવો.

image source

મોઢું ધોઈને એલોવેરા અને હળદરનો બનાવેલો બરફ ઓગળે ત્યાં સુધી ચહેરા ઉપર ફેરવવો ત્યારબાદ ફરીથી સાદા પાણીથી ચહેરાને સાફ કરવો. આ રીતે નિયમિત એલોવેરા -હળદરનો ઉપયોગ કરવાથી ત્વચા ડાઘા વગરની ,સાફ અને ચમકીલી બને છે.

દરેક ઘરમાં સહેલાઇથી ઉપલબ્ધ રહેતી હળદર બહારથી તો સ્કિનને સાફ કરે છે ,પણ દૂધ સાથે કે ગરમ પાણીમાં નિયમિત લેવાથી અંદરથી પણ શરીરનું શુદ્ધિકરણ થાય છે. હળદર લોહીને પણ સાફ કરે છે. હળદર કફ ,શરદી દૂર કરીને ત્વચાનો વિકાર અને માથાનો ખોડો પણ દૂર કરે છે.

image source

ખીલ અને ખીલના ડાઘા પણ હળદરનું પેક લગાવવાથી દૂર થાય છે. હળદરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટી માઇક્રોબિયલ ઘટક છે. ત્વચા ઉપર ની ટેનિંગની સમસ્યા પણ હળદરનો પેક લગાવવાથી દૂર થાય છે.

એલોવેરા પણ નેચરલ સ્કિન મોઈશ્ચરાઈઝર છે. એલોવીરા તેના એન્ટીબેક્ટેરિયલ ગુણને કારણે ત્વચાની મૂળથી સફાઈ કરે છે. એલોવેરા સારા સ્કિન ટોનર ની ગરજ સારે છે. એલોવેરામાં ચામડીમાંથી નીકળતું વધારાનું તેલ શોષી લેવાનો ગુણ હોવાને કારણે ખીલ અને ફોડલીઓને ચામડીથી દુર રાખે છે.

Related image
image source

એલોવેરાના નિયમિત ઉપયોગથી ત્વચા પરની કરચલીઓ પણ દૂર થાય છે. અને લાંબા સમય સુધી ત્વચાને એલોવેરા ટાઈટ રાખે છે. એલોવેરાનો ઉપયોગ ચામડીને અકાળે વૃદ્ધ થતી અટકાવે છે. એલોવેરામાં ઉપલબ્ધ વિટામીન સી ત્વચાને હાઈડ્રેટ કરે છે.

હળદરની જેમ જ એલોવેરાને પણ આહારમાં સ્થાન આપી શકાય છે. એલોવેરાનો જ્યૂસ કરીને પણ પી શકાય છે એલોવેરાનું અથાણું  બનાવીને પણ તેને ઉપયોગમાં લઇ શકાય છે .એલોવેરાનો જાતે પલ્પ બનાવીને પણ નરણા કોઠે પીવાથી પેટના રોગોનું શમન થાય છે.

ઉપરાંત સ્કીન ઉપર પણ કુદરતી ચમક વધે છે. દાઝ્યા ઉપર પણ એલોવેરા અસરકારક રહે છે. દાઝ્યાના ડાઘ ઉપર પણ રોજ એલોવેરા લગાડવામાં આવે તો ધીરે ધીરે દાઝ્યાના ડાઘ પણ મૂળથી દૂર થાય છે.

image source

પાણી પણ ત્વચાનું બહારથી અને અંદરથી શુદ્ધિકરણ કરે છે. ત્વચાને હાઈડ્રેટ રાખવા, ચમકીલી બનાવવા અને શરીરને રોગમુક્ત  રાખવા દિવસના આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ.

જો એલોવેરા હળદરનો આઈસ ક્યુબ નિયમિત વાપરતા રહેશો તો ચાર જણ વચ્ચે તમારા સૌંદર્યની વિશિષ્ટ છાપ મુકવા તમારે મોંઘા બ્યુટી પાર્લરની મુલાકાત ની જરૂર નહીં પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ