એલોવેરાનો આ રીતે કરશો ઉપયોગ, તો અઠવાડિયામાં દૂર થઇ જશે ખીલ-ફોલ્લીઓ

ખીલ- ફોલ્લી દૂર કરવા માટે આ રીતે કરો એલોવેરાનો ઉપયોગ

એલોવેરા એક એવો છોડ છે જેનો તમે ત્વચાને સૂંદર બનાવવા માટે બાહ્ય ઉપયોગ કરી શકો છો અને સ્વાસ્થ્યને વધારવા માટે તેના જ્યૂસને પીને પણ કરી શકો છો. એલોવેરાને ગુજરાતીમાં કુંવાર પાઠું કહેવામાં આવે છે તે એક પ્રકારનો થોર છે જેના પાંદડાને ચીરવાથી તેમાંથી એક જેલ જેવું દ્રવ્ય મળે છે અને માટે તેને એલોવેરા જેલ કહેવામાં આવે છે.

શા માટે એલોવેરાનો ઉપયોગ ખીલ તેમજ ફોલ્લી દૂર કરવા માટે કરી શકાય

image source

એક અભ્યાસ પ્રમાણે એલોવેરા જેલનો ઉપયોગ જ્યારે પરંપરાગત એન્ટિ-એક્ને ઔષધીઓ સાથે કરવામા આવે ત્યારે તે તમારી ત્વચા પર જાદૂઈ અસર કરે છે. જો તમારા ચહેરા પરનો ખીલ કે ફોડકી હળવા કે ભારે હોય ત્યારે તમારે અહીં જણાવેલા એલોવેરા જેલના ઉપાયો અપનાવવા જોઈએ.

શુદ્ધ એલોવેરા જેલના ઉપયોગનો રાખો આગ્રહ

એવું નથી કે તમે એલોવેરાને કોઈ બીજી ઔષધી સાથે ભેળવીને જ તમારી ત્વચાને સુંદર બનાવી શકો છો પણ માત્ર એલોવેલા જેલનો ઉપયોગ પણ તમારી ત્વચાને સુંદર બનાવી શકે છે. એલોવેરામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિબેક્ટેરિયલ અને એટીઓક્સિડન્ટ ગુણધર્મો સમાયેલા હોય છે. તેનો ઉપયોગ આયુર્વેદમાં સદીઓથી કરવામા આવે છે. તેનો ઉપયોગ ઘા, દુઃખાવાને દૂર કરવા, તેમજ બળતરાને દૂર કરવા માટે કરાતો આવ્યો છે. ઘણા ઓછા લોકોને તેની એલર્જી હોય છે અને તેવા લોકોએ શુદ્ધ એલોવેરા જેલનો ઉપયોગ કરવો જોઈએ.

image source

એલોવેરાને તમે ઘરે ઉગાડીને પણ તેનો ઉપયોગ કરી શકો છો અને તે તમારા માટે સૌથી શુદ્ધ રહેશે આ ઉપરાંત બજારમાં પણ એલોવેરા જેલ ઉપલબ્ધ હોય છે. એલોવેરા જેલના ઉપયોગથી તમારી ત્વચા સ્વચ્છ બનશે. તેમજ તે તમારી ત્વચામાં લોહીના વહેણને પણ વધારશે અને ત્વચામાં હાજર નુકસાનકારક બેક્ટેરિયાનો પણ નાશ કરશે. તેનો ઉપયોગ તમે તમારા ખીલના ડાઘ, તેમજ તેના કારણે પડી ગયેલા ખાડા પર પણ કરી શકો છો. ખીલ કે ફોલ્લીના કારણે થતી ખજવાળ, લાલાશને પણ તમે એલોવેરાના ઉપયોગથી દૂર કરી શકો છો.

એલોવેરા તેમજ ઘરમાં જ મળી આવતી કેટલીક સામગ્રીઓથી તમે ઘરે જ શુદ્ધ ફેસપેક તૈયાર કરી શકો છો. ચાલો જાણીએ એલોવેરાના કેટલાક ફેસપેક વિષે

એલોવેરા – લીંબુના રસનો ફેસપેક

એલોવેરા અને લીંબુના રસવાળો ફેસપેક તમારા ચહેરાને તાજો બનાવશે. તે તમારાના રોમછિદ્રોને સ્વચ્છ બનાવશે અને તેમાં રહેલાં ખીલ માટે જવાબદાર બેક્ટેરિયાનો પણ નાશ કરશે. લીંબુના રસમા રહેલો કુદરતી એસિડ તમારા ચહેરાને સાફ કરીને તેને ખીલથી દૂર રાખવામાં અસરકારક રીતે મદદ કરે છે.

image source

તેના માટે તમારે શુદ્ધ એલોવેરા જેલ જોઈશે. તેના માટે તમારે 2 મોટી ચમચી એલોવેરા જેલ લેવી તેમાં પા મોટી ચમચી લીંબુનો રસ ઉમેરી તેને બરાબર હલાવીને મિક્સ કરી લેવી. હવે આ તૈયાર થયેલી પેસ્ટને તમારા ચહેરા પર સપ્રમાણ રીતે લગાવી લો. જો કે તેમાં લીંબુનું પ્રમાણ અહીં બતાવ્યું છે તેમ જ રાખવું વધારે ન રાખવું તેનાથી તમારી ત્વચાને બળતરા થવા લાગશે. હવે આ માસ્કને તેમ જ 5-10 મિનિટ રાખી મુકો ત્યાર બાદ તેને નોર્મલ પાણીથી ધોઈ લો.

એલોવેરા – મધ અને તજ પાઉડરનો ફેસપેક

ઉપર જણાવ્યું તે પ્રમાણે એલોવેરામાં એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો સમાયેલા છે જે ખીલ તેમજ ફોલ્લીઓ માટે જવાબદાર બેક્ટેરિયાને ઘટાડે છે. તેમાં બીજી બે સામગ્રી ઉમેરવામાં આવે એટલે કે તેમાં તજનો પાઉડર અને મધ ઉમેરવામાં આવે તો એલોવેરાની અસર વધી જાય છે. તેનાથી તમારી ત્વચા ખીલ મુક્ત અને સુંવાળી બને છે.

image source

તેના માટે તમારે બે મોટી ચમચી શુદ્ધ મધ લેવું તેમાં એક મોટી ચમચી એલોવેરા જેલ ઉમેરવું. હવે તેમાં પા મોટી ચમચી તજનો પાઉડર ઉમેરવો આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી. હવે તૈયાર થયેલી પેસ્ટનો માસ્ક તીરીકે ઉપયોગ કરવો. તેને તમારા ચહેરા પર સપ્રમાણ રીતે લગાવી લો હવે તેને તેમ જ 5-10 મિનિટ રાખો. ત્યાર બાદ તેને પાણી વડે ધોઈ લો.

એલોવેરા – ટી ટ્રી ઓઇલ ક્લિન્ઝર

ટી ટ્રી ઓઈલમાં એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મ હોય છે જે ખીલ માટે જવાબદાર બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. અને તે ત્વચાને સ્વચ્છ પણ કરે છે આમ તે એલોવેરા જેલ સાથે મળીને એક અસરકારક ક્લીન્ઝર સાબિત થાય છે.

image source

તેના માટે તમારે એકસ મોટી ચમચી એલોવેરા જેલ લેવી તેમાં 2-3 ટીપાં ટી ટ્રી ઓઇલ ઉમેરવું તેને બરાબર મિક્સ કરી દેવું ત્યાર બાદ તે મિશ્રણને તમારા ચહેરા પર લગાવો. તેને તેમજ 10 મિનિટ રાખ્યા બાદ તમારી ત્વચાને નોર્મલ પાણી વડે ધોઈ લો અને હળવા હાથે ચહેરાને કોરો કરી લો.

એલોવેરા ક્રીમ

image source

ખીલ તેમજ ફોલ્લી માટે બજારમાં મળતી ઘણી બધી ક્રીમોમાં એલોવેરાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો તમે કોઈ ક્રીમ તમારા ખીલના ઉપચાર માટે વાપરતા હોવ અને તેમાં એલોવેરાનો ઉપયોગ કરવામાં ન આવતો હોય તો હવેથી તમારે એલોવેરા ધરાવતી ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. તે તમારા ચહેરા પરના ફોલ્લી તેમજ ખીલને યોગ્ય રીતે અને અસરકારક રીતે દૂર કરવામાં મદદ કરશે.

એલોવેરા – ખાંડ – કોપરેલ તેલનું સ્ક્રબ

જો તમે ખીલ તેમજ ફોલ્લી દૂર કરવા માટે કૂદરતી ઉપચારની શોધમાં હોવ તો એલોવેરા જેલ સાથે, કોકોનટ તેલ અને ખાંડના સ્ક્રબને તૈયાર કરી તેનો ઉપોયગ કરો. આ સ્ક્રબ તમારા ચહેરા પરની મૃત ત્વચાને દૂર કરશે અને તમારા બ્લોક પોર્સને સાફ કરશે.

image source

તેના માટે તમારે કાચી ખાડંનો ઉપયોગ એટલે કે પ્રોસેસ થયા વગરની ખાંડનો ઉપયોગ કરવો જોઈએ. તેને હળવા હાથે ચહેરા પર સ્ક્રબ કરવાથી તમારી ત્વચા સ્વસ્થ બને છે. જ્યારે કોપરેલ તેલમાં એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો હોવાથી તે કુદરતી એમોલિએન્ટનું કામ કરશે. કોપરેલ તેલમાં રહેલું કુદરતી તેજાબ તમારા ચહેરા પરના ખીલને યોગ્ય રીતે ટ્રીટ કરશે.

તેના માટે તમારે ½ કપ કોપરેલ તેલ, ½ કપ પ્રોસેસ થયા વગરની ખાંડ લેવી તેને બરાબર મિક્સ કરવી ત્યાર બાદ તેમાં પા કપ શુદ્ધ એલોવેરા જેલ ઉમેરી તેને બરાબર મિક્સ કરી દેવું. હવે આ તૈયાર થયેલા સ્ક્રબનો ચહેરા પર સ્ક્રબર તરીકે ઉપયોગ કરો. તેને તમે ફ્રીજમાં પણ લાંબા સમય માટે સ્ટોર કરી શકો છો. સ્ક્રબનો ઉપયોગ કરતી વખતે તમારી આંખને અવોઈડ કરજો. સ્ક્રબ કર્યા બાદ નોર્મલ પાણીથી ચહેરો ધોઈ લેવો.

એલોવેરાનો એન્ટિબેક્ટેરિય સ્પ્રે ઘરે જ તૈયાર કરો

એલોવેરાના ઉપયોગથી તમારી ત્વચામાંના સ્વસ્થ કોષોનો વિકાસ થશે, અને તેના માટે તમારે તમારી ત્વચા માટે એક એલોવેરા જેલ સ્પ્રે તૈયાર કરી લેવું જોઈએ જે તમને બજારમાં પણ મળી શકે છે અને તમે તેને ઘરે પણ બનાવી શકો છો. એલોવેરાનો આ સ્પ્રે તમારી ત્વચાને હાઇડ્રેટ રાખશે અને તમારી ત્વચામાંના તેલને પણ અંકુશમાં રાખશે.

image source

તેના માટે તમારે એક સ્પ્રે બોટલ લેવી, તેમાં તમારે 20 ગ્રામ પ્યુરીફાઇડ વોટર અને 10 ગ્રામ એલોવેરા જેલ લેવી. હવે તેની સાથે તમારા ગમતાં એસેન્શિયલ ઓઇલના બે ટીપાં ઉમેરી દેવા. હવે તૈયાર થયેલા સ્પ્રેને તમે તમારા ચહેરા પર છાંટી શકો છો, જો કે તે કરતી વખતે તમારી આંખોને તેનાથી દૂર રાખવી. આ સ્પ્રે તમારા ચહેરાની ત્વચાને સતત હાઇડ્રેટ રાખશે અને આ રીતે તમારી ત્વચાને બહારથી પણ પોષણ મળશે અને તે તાજી અને સુંવાળી બનશે.

એલોવેરાના ઉપયોગના જોખમો

– જો તમે એવું માનતા હોવ કે એલોવેરાને ત્વચા પર લગાવવા કરતાં તેનું સેવન કરવાથી વધારે અસર થાય છે તો તેવું નથી. આ ઉપરાંત એવા પણ કેટલાક પુરાવાઓ છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે અમુક પ્રમાણ કરતાં વધારે એલોવેરા જ્યૂસનું સેવન કરવામા આવે તો તેનાથી શરીરને નુકાસન થઈ શકે છે. જેમાં કેન્સર જેવા રોગનો પણ સમાવેશ થાય છે.

– એલોવેરાનું સેવન કરવાથી તેની સાથે જો બીજી કોઈ દવા પણ લેવામા આવે તો તેની પણ આડ અસર થઈ શકે છે. માટે જો કોઈ તમે કોઈ દવા લેતા હોવ તો તમારે તમારા ડોક્ટરને જણાવવું જોઈએ કે તમે એલોવેરાનું સેવન પણ કરો છો.

– આ સિવાય જ્યારે તમે કોઈ નવી વસ્તુ તમારા ચહેરા પર કે તમારી ત્વચા પર ટ્રાઈ કરતા હોવ તો તેને સૌ પ્રથમ તમારા કાંડા પર કે પછી તમારા કાનની પાછળ કે તમારા બાવડા પર કરવો જેથી કરીને તમને તેનાથી કોઈ એલર્જી હોય તો તેનો પણ ખ્યાલ આવી શકે.

આ સિવાય પણ તમે એલોવેરા જેલનો વિવિધરીતે ઉપયોગ કરી શકો છો. જો તમારા ચહેરા પરના ખીલ તેમજ ફોલ્લી હળવાથી ભારે હોય તો એલોવેરા ટ્રીટમેન્ટ તમારી ત્વચા માટે ઘણી અસરકારક સાબિત થાય છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે એલોવેરા જેલ એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો ધરાવતી હોવાથી તે ખીલ તેમજ ફોલ્લી માટે જવાબદાર બેક્ટેરિયાને ઉદ્ભવવા દેતા નથી અને જો હોય તોતેનો નાશ કરે છે. અને એલોવેરા જેલની કોઈ આડઅસર ફણ નથીહોતી માટે તમારે તમારી ત્વચાને સુંદર બનાવવા માટે તેનો ઉપયોગ તમારા ડેઈલી રૂટીનમાં કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ