જલ્સા કરોને જેંતીલાલ

ફિટ અને સ્લીમ રહેવા માટે Alia Bhatt કરે છે આ આયુર્વેદિક નિયમોનું પાલન, તમે પણ જાણો

બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાને ફિટ રાખવા માટે કેટલાક ખાસ આયુર્વેદિક નિયમોનું પાલન કરે છે. આલિયા ખાસ કરીને પુરાતન ચિકિત્સા પધ્ધતિના નિયમોને ફોલો કરે છે. આ નિયમોનું પાલન કરવામાં તે કોઈ કચાશ રાખતી નથી. અમે આપને જણાવી રહ્યા છે એ આયુર્વેદિક ટિપ્સ જેની મદદથી આલિયા ફિટ રહે છે. તેને કોઈ પમ ફોલો કરી શકે છે.

image soucre

તડકાના કારણે ત્વચાને પોષણ, શરીરને વિટામીન -ડી અને હાડકાને મજબૂતી મળે છે. જ્યારે સ્કીનને હાનિકારક બેક્ટેરિયાથી મુક્તિ મળે છે. આલિયાને જ્યારે પણ સમય મળે છે કે તડકો લેવાનું પસંદ કરે છે. તડકો ન ફક્ત શારીરિક ફિટનેસ પણ માનસિક હેલ્થને માટે પણ ફાયદો કરે છે. આયુર્વેદમાં તડકાને સૂર્યની રોશનીને પ્રાણવાયુના સમાન મહત્વનો માનવામાં આવે છે.

image soucre

Alia Bhattનું કહેવું છે કે મને લાગે છે કે આપણી સ્કીન આપણને કહે છે કે અંદરથી આપણી હેલ્થ કેવી છે. આ માટે આલિયા રોજ ફ્રૂટ્સ ખાય છે. તેની આ આદત તેની સ્કીનને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે. આયુર્વેદમાં વધારે અને વધારે પ્રમાણમાં ફળનો ઉપયોગ કરવાનું સૂચન કરાયું છે.

image soucre

આલિયા સામાન્ય રીતે જ્યૂસને બદલે ફ્રૂટ્સ ખાવાનું પસંદ કરે છે. ફળ ખાવાથી શરીરને વધારે પ્રમાણમાં ફાઈબર્સ મળે છે. આ ફાઈબર્સને જ્યૂસ બનાવતી સમયે ગાળી લેવામાં આવે છે. તેનાથી આંતરડાને પૂરતા પ્રમાણમાં રફેજ મળતા નથી. પાચન પર આ વાતની નકારાત્મક અસર પડે છે. આયુર્વેદમાં પણ જ્યૂસ પીવાના બદલે ફળ ખાવાનું સૂચન કરાય છે.

image soucre

આલિયા સૂરજના ડૂબતા પહેલા ભોજન કરવાનું પસંદ કરે છે અને કોશિશ કરે છે કે તેનું ડિનર લાઈટ હોય. આયુર્વેદમાં પણ આ વાત કહેવાઈ છે કે રાતનું ભોજન સૂર્યાસ્ત પહેલાં કરી લેવું જોઈએ. જેથી ભોજનનું પાચન સારી રીતે થઈ શકે. તમારા શરીરની બાયોલોજિકલ ક્લોક ડિસ્ટર્બ ન થાય.

image soucre

આલિયાના કહેવા અનુસાર એક હેલ્થ અને ફિટનેસ સ્પામાં તેણે શીખ્યું છે કે સારા પાચનને માટે ખાવાના સમય પહેલાં અને જમ્યા બાદ તરત જ સીધું પાણી પીવું નહીં. જો તમને તરસ લાગે તો તમે અન્ય ચીજોનું સેવન કરી શકો છો જે તમારી તરસ છૂપાવી શકે છે. જેમકે કાકડી, બીટ, દહીં વગેરે. આયુર્વેદ કહે છે કે ત્વચા અને શરીરને સ્વસ્થ રાખવા માટે વધારેને વધારે પ્રમાણમાં કંદમૂળનું સેવન કરવું. આલિયા ભટ્ટ પણ આ ચીજોને ખાવાનું વધારે પસંદ કરે છે જે જમીનની અંદર ઉગે છે. જેમકે શક્કરિયા, બીટ, મૂળા, અળવી વગેરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version