ભૂલ ભૂલમાં રણબીર આલિયાને કરવા ગયો હતો હોઠ પર કિસ, પણ આલિયાનુ એ વખતે હતુ કંઇક આવુ રિએક્શન, VIDEO

દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનને કારણે બધા લોકો પોતપોતાના ઘરમાં કેદ થઈ ગયા છે. અત્યારે લોકોના મનોરંજન માટે એક માત્ર સાધન બચ્યું છે તે છે સોશિયલ મીડિયા. અત્યારના લોકડાઉન સમયમાં સામન્ય લોકોથી માંડીને બૉલીવુડ સેલેબ્રિટીઝ સૌ કોઈ સોશિયલ મીડિયા ઉપર દેખાઈ રહ્યા છે.

image source

ત્યારે ચાહકો પોતાના મનગમતા કલકારોની કેટલીક યાદગાર ક્ષણો માણી રહ્યા છે અને સાથે સાથે મીડિયા ઉપર શેર કરી રહ્યા છે. હમણાં જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો પણ એક જૂનો વીડીઓ લોકોની નજરે ચડયો છે.

બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર અને અલીયા ભટ્ટની જોડીને બહુ બધા લોકો ગાંડપણની હદ સુધી પસંદ કરે છે. હમણાંથી તેઓ બંને સતત સાથે અને સાથે જ દેખાય છે.

image source

લોકોને આ જોડી એટલી બધી ગમી ગઈ છે કે એ બંનેને “રૂમર્ડ કપલ” જ બનાવી દીધા છે. આવી પરિસ્થિતિમાં રણબીર અને આલિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થી ગયો છે. જેમાં રણબીર કપૂર અલીયાને “કિસ” કરતા દેખાય છે.

image source

આ વિડીયો રણબીર આલિયાના એક ફેન પેજ ઉપર મૂકવામાં આવ્યો છે. વિડિયોમાં રણબીર આલિયા જાહેરમાં એકબીજા ને ‘કિસ’ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. ખરેખર આ વિડીયો ઝી સિને એવોર્ડસ વખતનો છે.

image source

આ એવોર્ડ ફંક્શનમાં આલિયાનું નામ જાહેર થતાં રણબીર બહુ ખુશ થઈ જાય છે અને આલિયાને અભિનદન આપવા બોલાવે છે. પણ એ જ સમયે આલિયા તેની તરફ ફરે છે અને બંને ના ચહેરા એકદમ સમેસમે આવી જાય છે. બંનેના હોઠ અડવાના જ હોય છે કે બંને પોતાની જાતને સંભાળી લે છે.

image source

આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ચકચાર જગાડી રહ્યો છે અને ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં રણબીર આલિયાને અભિનંદન આપવા માટે બોલાવે છે અને તેના ગાલ ઉપર કિસ કરવાના હોય છે પણ એ જ વખતે ભૂલથી બંને વચ્ચે આ ઓકવર્ડ પરિસ્થિતિ ઊભી થાય છે અને બંને શરમાઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by RANBIR KAPOOR FANPAGE♥️ (@ranbir_kapoor_loverz) on

ધ્યાન દેવા જેવી વાત એ છે કે રણબીર અને આલિયા ભટ્ટની જોડી હમણાંથી સતત ચર્ચામાં રહે છે. મોટાભાગે બંને જાહેરમાં સાથે જ દેખાય છે. હમણાં જ ઋષિ કપૂરના નિધન વખતે પણ આલિયા પૂરો સમય એક મજબૂત સ્તંભ બની રણબીરની સાથે રહી હતી.

image source

રણબીર ઉપરાંત તે નીતુ કપૂરને પણ સંભાળતી દેખાઈ હતી. બંનેના સંબંધો વિશે અફવા બજાર ખૂબ ગરમ છે પણ તે બંનેએ યઅ બાબત કોઈ ચોખવટ આપી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ