આલિયા ભટ્ટની આ હેર સ્ટાઇલ તમને ગરમીમાંથી અપાવશે છૂટકારો…..

ઉનાળાની ગરમીમાં ટ્રાય કરો આલિયાની આ 5 હેર સ્ટાઇલ, પરસેવામાંથી મળશે છૂટકારો

બોલિવૂડની ક્વિન અને બધાના દિલોમાં રાજ કરનારી આલિયા ભટ્ટ યંગસ્ટરની ફેશન આઇકોન છે. આલિયા તેની એક્ટિંગ, ખૂબસુરતી સિવાય તેની યુનિક અને ફેશનેબલ હેર સ્ટાઇલ માટે પણ લોકોમાં ફેમસ થઇ ગઇ છે. આલિયાની હેર સ્ટાઇલ કોલેજીયન ગર્લ્સથી લઇને વર્કિંગ વુમન્સ માટે એકદમ પરફેક્ટ છે. આમ, જો તમે આલિયા ભટ્ટની ક્યૂટ હેર સ્ટાઇલ પર ફિદા છો તો આજે અમે તમને આલિયાની પાંચ એવી હેર સ્ટાઇલ વિશે જણાવીશું જેને તમે ઘરે સરળતાથી કરી શકશો અને તમારો લુક પણ એકદમ ચેન્જ થઇ જશે. આમ, જો તમે એક વખત આ હેર સ્ટાઇલ ઘરે કરતા થઇ જશો તો તમારે પાર્લરમાં પણ જવાની જરૂર નહિં પડે.

હાફ પોનીટેલગરમીની સિઝનમાં હાફ પોનીટેલ હેર સ્ટાઇલ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ હેર સ્ટાઇલ દેખાવમાં બહુ જ મસ્ત લાગે છે અને તેને તમે સરળતાથી ઘરે લઇ પણ શકો છો. તમને જણાવી દઇએ કે, આલિયાની આ હેર સ્ટાઇલ પર કોલેજીયન ગર્લ્સ ખુબ જ ફિદા છે.

ક્લાસિક ફિશટેલ હેર સ્ટાઇલઆ હેર સ્ટાઇલ માટે વાળ કોમ્બ કરી પાછળ લઈ જાઓ. ઇનવિઝિબલ રબરબેન્ડ એક જ રાઉન્ડનું લગાવો. પોનીની બેય સાઇડથી ઝીણી સેર કાઢી આગળ લાવી ચોટલો ગૂંથતા હોવ એ રીતે વિરુદ્ધ સાઇડમાં લઈ જાઓ. એ જ રીતે જમણી સાઇડથી ડાબી સાઇડ લઈ જાઓ. ડાબા-જમણે વારાફરતી પોની પૂરી થાય ત્યાં સુધી ગૂંથી લો. આ સેરમાં વચ્ચે મોતી પણ પરોવી શકાય. સાઇડમાં વાળ લઈને સાઇડ ટેલ કરી શકાય. કાન પરથી થોડા વાળ લઈ એક કાનથી બીજા કાન સુધી વચ્ચેથી વાળ લેતા જઈ આ ટેલ ગૂંથી શકાય. આ ઉપરાંત સાઇડમાં ટેલ ગૂંથ્યા પછી એને હેરબેન્ડની જેમ ઉપરથી લઈને પિન-અપ પણ કરી શકાય. આમાં તમે જેવી જોઈએ એવી સ્ટાઇલ કરી શકો છો.

બોહો ટ્વિસ્ટ હેર સ્ટાઇલબોહો ટ્વિસ્ટ હેર સ્ટાઇલ બનાવવા માટે વાળને બંન્ને બાજુથી પાતળી લેયર કરી લો. પછી આ લેયરને ટ્વિસ્ટ કરીને તેને પાછળની બાજુએ પીન અપ કરી લો. આમ જો તમે ઇચ્છો તો પાછળની બાજુએથી ખજૂરી ચોટલી પણ કરી શકો છો.

પિગટેલ હેર સ્ટાઇલઆલિયાની આ હેર સ્ટાઇલ નાની છોકરીઓથી લઇને મોટી એમ દરેક ગર્લ્સની પહેલી પસંદ બની ગઇ છે. જો તમારે કોઇ ફંક્શનમાં જવાનુ હોય તો તમે આ હેર સ્ટાઇલને તમારી પસંદ બનાવી શકો છો. આ હેર સ્ટાઇલ દેખાવમાં ખૂબ જ મસ્ત લાગે છે. તમને આ વાત જાણીને આનંદ થશે કે, પિગટેલ હેર સ્ટાઇલ જ્યારે તમે કરો છો ત્યારે તમારી ઉંમર નાની દેખાય છે અને ચહેરો એકદમ ક્યૂટ લાગે છે.

બન હેર સ્ટાઇલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં બન હેર સ્ટાઇલ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ હેર સ્ટાઇલમાં તમને ગરમી ઓછી લાગે છે. આ હેર સ્ટાઇલ બનાવવા માટે સૌ પ્રથમ ઉંચી પોની ટેલ બનાવી લો. ત્યારબાદ તેને રોલ કરીને પિન અપ કરી લો. તો તૈયાર છે તમારી બન હેર સ્ટાઇલ.

લેખન.સંકલન : નિયતિ મોદી 

દરરોજ આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ

ટીપ્પણી