આલીયા ભટ્ટે મુંબઇના હેલ્થ વર્કરોને આપી આવી મસ્ત સરપ્રાઇઝ, ડોક્ટરોએ પણ ભરપેટ કર્યા વખાણ

આલીયાએ મુંબઈમાં હેલ્થ વર્કરોને આપેલ સરપ્રાઈઝની ડોક્ટરોએ પણ પ્રસંશા કરી

મુંબઇ: કોરોના વાયરસના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે પડી રહેલ આર્થિક તંગી ઓછી કરવા માટે બોલીવુડ અભિનેતાઓ અવારનવાર લોકોની બનતી મદદ કરી રહ્યા છે. બધા જ બોલીવુડ સ્ટારોએ પીએમ કેર ફંડમાં યથાચિત રકમ આપ્યા પછી પણ જુદી જુદી રીતે પોતનાથી થતી મદદ કરી રહ્યા છે. સહાયતા માટે સ્વેચ્છાએ તેઓ આગળ આવી રહ્યા છે. હાલમાં જ બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે કોરોના વોરીયર્સ’ને પોતાના તરફથી એક સરપ્રાઈઝ આપી, જેની દરેક લોકો પ્રસંશા કરી રહ્યા છે.

image source

લોકડાઉનના ચોથા તબક્કાની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે મહારાષ્ટ્રની સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. આ સમયે આલીયાએ ડોકટરો માટે સ્પેશ્યલ ગીફ્ટ પેકેટ્સ મોકલ્યા હતા. જેમાં નાસ્તો, ચોકલેટ્સ અને કેટલાક જ્યુસ પણ હતા. આ વાતની જાણકારી મુંબઈના કેઈએમ હોસ્પીટલમાં કામ કરવા વાળા ડોક્ટર શ્રીપદ ગંગાપુરકરે એક ફોટો શેર કરી આપી હતી.

image source

આ તસ્વીર એ કીટની એક ચોકલેટ બાર, સ્વીટ બન, ડ્રીંક સાથે કેટલાક પ્રકારના હળવા નાસ્તા પણ જોવા મળ્યા હતા. આ બોક્સમાં એક કાગળ હતો, જેમાં લખેલું હતું કે – ‘લોકોને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માટે તમે લોકો જે કામ કરી રહ્યા છો, એ બદલ ધન્યવાદ. તમે લોકો જ અસલી હીરો છે.’

ડોક્ટર શ્રીપદ ગંગાપુરકરે આલિયાની આ પહેલ માટે એમનો આભાર માન્યો હતો. એમણે લખ્યું હતું કે ‘અલીયા, આ સ્વીટ સરપ્રાઈઝ બદલ આભાર. કોરોના વાયરસ સમયે ચાલતા રોગચાળાના આ જોખમી સમય દરમિયાન તમારી આ ભેટ ખૂબ જ ખાસ છે.’

આ પોસ્ટમાં જ એક યુઝરને જવાબ આપતા ડોક્ટર શ્રીપદ ગંગાપુરકરે એ પણ જણાવ્યું કે આલીયાએ આ બોક્સ મુંબઈના બધા જ ડોક્ટરને મોકલ્યું છે. એમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે – ‘મુંબઈમાં કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે આલિયા ભટ્ટે બધાય ડોકટરો અને સ્વાસ્થ્ય કર્મીઓને આ સાથે ચોકલેટ પણ મોકલી છે.’ આલિયા દ્વારા કરાયેલા આ કામ માટે એમના ફેન્સ દ્વારા એમની ભરપુર તારીફ કરાઈ હતી.

image source

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં પોતાના ઘરે જ રહીને સમય પસાર કરી રહી છે. ખબરો એવી છે કે આલિયા અત્યારે બોયફ્રેન્ડ રણવીર કપૂર સાથે જ છે. હાલમાં જ આલીયાએ પોતાની એક તસ્વીર શેર કરી હતી, જેમાં એમની હેયર સ્ટાઈલ બદલાયેલી નજરે પડી હતી. આ તસ્વીર શેર કરતા આલીયાએ લખ્યું હતું કે ૬૦ દિવસ પછી, સ્ટ્રોંગ, ફીટ અને બપર્સમાં સારી થઇ રહી છું. દોરડા કુદવામાં પણ વધુને વધુ સારી થતી જઈ રહી છું.

image source

હું દંડ (પુશ અપ્સ) કરવામાં વધુ સારી બની ગઈ છું. દોડવા માટે ઉત્સાહી, સારું ખાવા માટે જુનુંની અને આગળના પડકારની રાહ જોઈ રહી છું. આનાથી આગળ આલીયાએ લખ્યું કે હા મેં ઘરે જ મારા વાળ કપાવ્યા હતા. મારા મલ્ટીટેલેન્ટેડ વ્યક્તિનો આભાર, જે જરૂરિયાતના સમયે મારી સાથે હતો. આલીયાના કામ વિષે વાત કરીએ તો જલ્દી જ તેઓ બ્રહ્માસ્ત્ર, સડક 2 અને RRRમાં દેખાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ