આલિયાના ફેન્સ માટે ખુશખબર, બની ગઇ એશિયાની સૌથી સેક્સી મહિલા

આલિયા ભટ્ટ એશિયાની સેક્સિએસ્ટ મહિલા જ્યારે દીપિકા દાયકાની સેક્સિએસ્ટ મહિલા

બોલીવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી આલિયા ભટ્ટને લોકોએ 2019ના વર્ષની એશિયાની સૌથી સેક્સિએસ્ટ મહિલા તરીકે પસંદ કરી છે. જ્યારે તેણીની સાથી અભિનેત્રી દીપિકા પાદુકોણેને છેલ્લા દસકની સૌથી સેક્સિએસ્ટ એશિયન મહિલા તરીકે જાહેર કરવામાં આવી છે. આ યાદી લંડનમાં ગત બુધવારે જાહેર કરવામા આવી હતી.

આ યાદી યુકે સ્થિત વિકલી ઇસ્ટર્ન આઈ દ્વરા જાહેર કરવામાં આવી હતી. આ યાદી ઓનલાઈન વોટ મંગાવીને તૈયાર કરવામાં આવી હતી. જેમાં આલિયાને સમગ્ર એશિયા પ્રાંતની સૌથી આકર્ષક એટલે કે સેક્સિએસ્ટ મહિલા ગણવામાં આવી હતી.

image source

2019નું વર્ષ આલિયા ભટ્ટ માટે ખુબ જ સારું રહ્યું છે કારણ કે તેણીએ ઘણા બધા અવોર્ડ્સ પોતાના નામે કર્યા છે તો વળી તેની ફિલ્મ ગલી બોયને 2020ના ઓસ્કાર અવોર્ડમાં એન્ટ્રી પણ મળી ચુકી છે.

આલિયાને મળેલા સેક્સિએસ્ટ વુમન ઓફ એશિયા 2019નું ખિતાબ મળતાં તેણીએ જણાવ્યું, ‘હું હંમેશા માનું છું કે સાચી સુંદરતા તમે જુઓ છો તેના કરાતાં ક્યાંય વધારે છે અને તેની જ ગણતરી હંમેશા લેવી જોઈએ.’ જો કે તેણી પોતાને મળેલા વોટ્સથી ખુબ જ અભિભુત થઈ ગઈ હતી.

image source

તેણીએ વધારામાં જણાવ્યું હતું કે આપણે વૃદ્ધ થવાના આપણું શરીર પણ વૃદ્ધ થવાનું દેખાવ બદલાવાનો, પણ આપણું હૃદય હંમેશા સુંદર જ રહેવાનું અને તે જ તમને હંમેશા સુંદર રાખે છે અને આપણે પણ તેના પર જ કેન્દ્રીત થવું જોઈએ.

તમને જણાવી દઈએ કે સેક્સિએસ્ટ એશિયલન ફિમેલ લિસ્ટ ઓનલાઈ વોટ્સ, મિડિયા કવરેજ, તેમજ જે તે સેલિબ્રિટિ દ્વારા સોશિયલ મિડિયા પર જે ગરમાટો ઉભો થયો હોય અને તેની જે અસર થઈ હોય તેના પર આધારીત છે.

image source

‘ઇસ્ટર્નડ આઈ’ એન્ટરટેઇનમેન્ટના એડીટર અને સ્થાપક અસજાદ નાઝિર આલિયા ભટ્ટના વખાણ કરતાં થાકતા નથી તેમણે જણાવ્યું હતું કે જે રીતે આલિયા ભટ્ટ એક પછી એક પર્ફોમન્સ આપી રહી છે તે જોતાં તો તેણી આવનારા આખા દાયકાને પોતાના જ નામે કરી દેશે તેવું કહી શકાય.

તેણી હાલ બોલીવૂડની ક્વિન છે. આ સિવાય તેણી ગર્લ પાવરનો એક સિમ્બોલ પણ છે જે આજની આધુનિક સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

image source

ગયા વર્ષે એટલે કે 2018માં આ યાદીમાં પ્રથમ ક્રમ દીપિકા પાદુકોણનો હતો જે આ વર્ષે બીજા ક્રમે છે. જો કે તેણીને આ જ લિસ્ટમાં દાયકાની સેક્સિએસ્ટ વુમનનો ખીતાબ આપવામાં આવ્યો છે.

તો વળી આ જ યાદીમાં ત્રીજા સ્થાને હીન્દી ટેલિવિઝન અભિનેત્રી હીના ખાનનું નામ છે. જ્યારે ચોથા સ્થાન પર છે પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન જેણી છેલ્લા પાંચ વર્ષથી સેક્સિએસ્ટ પાકિસ્તાની સ્ત્રીનો ખીતાબ ધરાવતી આવી છે.

image source

આ પ્રસંગે તેણીએ પોતાના ફેન્સનો આભાર માનતા જણાવ્યું છે કે તેણી દર વર્ષો પોતાને અઢળક વોટ આપનારા ફેન્સનો આભાર માનવા માગે છે. ફેન્સે તેને હંમેશા સપોર્ટ આપ્યો છે. ‘જો કે મેં મારી જાતને ક્યારેય સેક્સી નથી માની પણ જ્યારે તમે એવું માનો છો ત્યારે હું પણ માનું છે. અને આશા રાખું કે હું તેમ કરતી રહું.’

હવે જો તમને એશિયાની ટોપ ટેન સેક્સિએસ્ટ સ્ત્રીઓના નામ જાણવા હોય તો તમને જણાવી દઈએ કે તેમાં પાંચમો ક્રમ સુરભી ચંદનાનો છે, છઠ્ઠો ક્રમ કેટરીના કૈફ, સાતમો ક્રમ શિવાંગી જોશી, આંઠમો ક્રમ નિયા શર્મા, નવમો ક્રમ મેહવિશ હયાત અને દસમો ક્રમ પ્રિયંકા ચોપરાનો છે.

 

image source

જો કે આ યાદી માત્ર 10ના આંકડામાં જ નથી સમાયેલી પણ આ યાદીમાં જો સૌથી નાનું કોઈ હોય તો તે છે 21 વર્ષિય અનન્યા પાંડે જેનો આ યાદીમાં 36મો ક્રમ છે જ્યારે આ યાદીમાં જો કોઈ સૌથી મોટું હોય તો તે છે 46 વર્ષિય ઐશ્વર્યા રાય તેણીનો આ યાદીમાં 39મો ક્રમ છે.

જ્યારે દાયકાની સેક્સિએસ્ટ વુમેનની યાદીમાં દીપિકા બાદ પ્રિયંકા ચોપરાનો ક્રમ બીજો છે, માહિરા ખાન ત્રીજા ક્રમે છે અને કેટરિના કૈફ ચોથા ક્રમે છે જ્યારે ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામી પાંચમાં ક્રમે છે.

image source

અને સોનમ કપૂર 10માં ક્રમે છે. અને જો તમને પુરુષોની યાદીમાં રસ હોય તો ધી સેક્સિએસ્ટ એશિયન મેનનો ખિતાબ આ વર્ષે રિતિક રોશનને મળ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ