આલિયા ભટ્ટે કરાવ્યું અંડરવોટર ફોટોશૂટ, પહેલા ક્યારેય નહિ જોઈ હોય આવી સ્ટાઇલ…

આલિયા ભટ્ટે કરાવ્યું અંડરવોટર ફોટોશૂટ, એકદમ અલગ જ અંદાજમાં જુઓ તેના જલપરી જેવા એક્સક્લ્યુઝીવ ફોટોઝ…

આલિયા ભટ્ટે એક મેગેઝિન માટે તાજેતરમાં એક ખાસ પ્રકારનું ક્રિએટિવ પોઝ આપીને અંડરવોટર ફોટોશૂટ કરાવ્યું છે. તેના ફેન્સ આ ફોટોઝને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ બહુ જ વાયરલ થઈ રહી છે. તમે પણ તેના આ એક્સક્લ્યુઝીવ ફોટોશૂટની ઝલક જોઈ શકો છો. જાણો, કેવો રહ્યો આલિયાનો આ નવો અનુભવ…

image source

લાઈમ લાઈટ સાથે જોડાયેલ કોઈપણ રીતે પોતાને લોકોની વચ્ચે આકર્ષણ જમાવવા કંઈને કંઈ નવી રીતે અજમાવતાં હોય છે. તેમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, અંડરવોટર ફોટોશૂટ કરાવવાનો. અભિનેતા અથવા અભિનેત્રીનું અંડરવોટર ફોટોશૂટ કરાવવું કંઈ નવી વાત કે મોટી વાત નથી હોતી, એવી ઘણી ફિલ્મી સિક્વન્સ અને આલ્બમ અત્યાર સુધી આવી ગયાં છે જેમાં અંડરવોટર ફોટોશૂટ કરાયેલ હોય. પરંતુ જો આપણે આલિયા ભટ્ટની વાત કરીએ, તો તે ચોક્કસપણે તેમના માટે નવી બાબત બની છે, એમ કહી શકાય.

image source

આલિયા ભટ્ટે એની ટૂંકી પણ રસપ્રદ કેરિયરમાં ઘણા સ્ટાઈલિશ ફોટોશૂટ કરાવ્યા છે, પરંતુ આ વખતે તે તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કંઈક નવું કરી રહી છે. અહીં, આપને જણાવીએ કે આ વર્ષે ઘણા સેલિબ્રિટીઝે અંડરવોટર ફોટોશૂટ કરાવ્યું છે અને આલિયા ભટ્ટે પણ તેનું નામ આ યાદીમાં શામેલ કર્યું છે. આ નવું ફોટોશૂટ વોગ મેગેઝિન માટે કરવામાં આવ્યું છે અને આ ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂકતાની સાથે જ તે વાયરલ થઈ રહ્યા છે.

કંઈક અલગ છે, આ ફોટોશૂટ…

image source

આલિયા ભટ્ટ માટે આ ફોટોશૂટ ખૂબ જ અનોખો અનુભવ રહ્યો હતો, કારણ કે આ પહેલા તેણે આ પ્રકારનો ફોટોશૂટ કરાવ્યો નથી. આ સીરીઝનો દરેક ફોટોમાં તેનો અલગ લુક આપણી સામે આવી રહ્યો છે. આ સાથે આલિયાના આ ફોટોશૂટમાં ઘણાં એવા પોઝ આપ્યા છે, જે દેખીતી રીતે જ અઘરા લાગે છે અને તેનું દરેક ફોટોઝમાં એક્સપ્રેશન ખૂબ જ જુદા આપ્યા છે. પાણીની અંદર જઈને શરીરને સાચવીને ફોટોશૂટ કરાવવાનું હતું. જેમાં તેણે અનેક જુદા જુદા કોશ્ચ્યુમ અને બોડી પોશ્ચર ટ્રાય કર્યા છે.

સહેલું નહોતું આ ફોટોશૂટ આલિયા માટે…

image source

અંડરવોટર ફોટોશૂટ કરાવવું કોઈપણ વ્યક્તિ માટે સરળ નથી હોતું, કારણ કે આ ફોટોશૂટમાં તમારે તમારો શ્વાસ રોકી રાખવો પડતો હોય છે અને સાથે પાણીના પ્રવાહને પણ સહન કરવાનું સહે છે. તે જ સમયે તમારે ફેસ એક્સ્પ્રેશન આપીને સ્માઈલ પણ આપવી પડતી હોય છે. એટલા માટે જ લોકો આ ફોટોશૂટ કરાવવું સૌ કોઈ પસંદ કરી શકતા નથી, પરંતુ આલિયા ભટ્ટે તે ખૂબ જ સારી રીતે કર્યું છે. પાણીમાં રહીને શરીરનું સમતોલન જાળવવું ખૂબ જ અઘરું છે સાથે ચોક્કસ પ્રકારના પોશાક પહેરવા અને બોડી લેન્ગવેજ મેન્ટેઈન કરવી પણ પાણીમાં રહીને મુશ્કેલ પડતું હોય છે.

એકદમ મુશ્કેલ કહી શકાય એવા પોઝ આપ્યા છે, આલિયાએ…

image source

પાણીની અંદર રહીને અંગને અલગ અલગપ પોઝમાં ઢળવા અને ફોટો માટે સ્થિર રહેવું એક રીતે જોઈએ તો ખૂબ મુશ્કેલ લાગે છે. આ ફોટોઝમાં જોઈએ તો, જરાવાર એવું જ લાગશે કે ફોટોશૂટ કોઈ ટ્રીકથી બનાવ્યો હશે. પરંતુ આ ફોટો સાવ ટ્રીક કરીને નથી બનાવેલ. તેમાં આલિયાની મહેનત અને સ્ટાઈલ જરૂર છુપાયેલ છે. જેને કારણે આખી તસ્વીર આકર્ષક દેખાઈ રહી છે.

આલિયાના એક્સપ્રેશન છે લાજવાબ…

image source

પાણીની અંદર રહીને પણ પડાવેલા ફોટોઝમાં આલિયાએ ખૂબ જ સુંદર રીતે ચહેરાના હાવભાવ આપ્યા છે. જેના માટે તેની ચોક્કસ પ્રસંશા કરવી રહી. જો કે તે તેના માટે જરૂર મુશ્કેલ રહ્યું હશે, પરંતુ તે એમાં એકદમ સફળ રહી છે. તેથી તેની તસ્વીરો તેના ફેન્સ લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

પાણીમાં પણ દેખાયો તેનો બ્લેક એન્ડ વ્હાઈટ સ્વેગ…

image source

કેટલાક ફોટોઝ ખૂબ જ સુંદર રીતે પડાવાયા છે, જેમાં આલિયા ભટ્ટનું શરીર અડધું પાણીની બહાર અને અંદર એ રીતે કેપ્ચર કરાયેલ છે. સ્વીમિંગ પુલની આસપાસ અને અંદર પણ તેની અદાઓ નિખરીને આવી છે.

પાણીમાં ધર્યું, ધ્યાન…

image source

આ પોઝ જોઈને એવું જરૂર લાગશે, કે જાણે કોઈ જલપરી પાણીની અંદર ધ્યાન ધરી રહી છે. એક એક પોઝ અને કોશ્ચ્યુમ સાથે આપણે દરેક ફોટોઝ વારંવાર જોવાનું મન થાય તેવું છે. જેમાં કોશ્ચ્યુમના કલર્સ પણ માછલીના રંગો અને પાણી જેવા બ્લ્યુ, સ્કાય બ્લ્યુ અને સી ગ્રીન જેવા રંગોનો ઉપયોગ થયો છે.

માછલીની જેમ આપ્યો છે, પોઝ…

image source

આલિયા ભટ્ટે આ તસવીરમાં ખાસ ડિઝાઈન કરાવેલો ફ્લોરોસન્ટ સ્વીમસ્યુટ પહેર્યો છે, સાથે માછલી જેવો પોઝ આપવા માટે આ તસવીરમાં દેખાય છે તેમ તેણીએ હાથમાં ખૂબ મોટું કપડું પણ પહેર્યું છે. પાણીની નીચે રહીને તેને સંભાળવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ તેણે આ સ્ટાઈલને બખૂબી નિભાવ્યું છે ખૂબ જ સુંદર છબી ઉભરી આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ