જલ્સા કરોને જેંતીલાલ

મહેશ ભટ્ટને આવ્યો જોરદાર ગુસ્સો, અને આલિયા કરતી રહી ના ના, જોઇ લો વાયરલ વિડીયો તમે પણ

પિતા મહેશભટ્ટના ગુસ્સાના કારણે આલિયા મુકાઈ શરમમાં

image source

મોટી બહેનના બૂક લોન્ચ વખતે પિતા મહેશ ભટ્ટના ગુસ્સાથી છોભીલી પડી આલિયા

આલિયા ભટ્ટ હાલ પોતાની મોટી બહેન શાહીન ભટ્ટ દ્વારા લખવામાં આવેલી ડીપ્રેશન આધારિત બૂકના લોન્ચિંગમાં વ્યસ્ત છે. આ બૂક લોન્ચ વખતે તેની સાથે તેની મોટી બહેન પુજા ભટ્ટ, તેની માતા સોની રાજદાન અને પિતા મહેશ ભટ્ટ પણ હાજર રહ્યા હતા.

image source

બૂક લોન્ચ વખતે ચર્ચાનો મુખ્ય વિષય સ્વાભાવિક રીતે જ ડીપ્રેસન જ હતો. શાહીનની આ બૂકનું નામ છે, ‘આઈ હેવ નેવર બીન (અન) હેપીઅર’ શાહિને આ પુસ્તકમાં પોતાના જીવન અને ડીપ્રેશન સાથેની લડાઈ વિષે લખ્યું છે.

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે મહેશ ભટ્ટ એક તીખું મગજ ધરાવતાં એક સ્પષ્ટ વક્તા છે. પત્રકાર પરિષદમાં એક પત્રકારે મહેશ ભટ્ટને સમાજ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો પુછી લીધા. જેને સાંભળી મહેશ ભટ્ટ પોતાની જાતને રોકી ન શક્યા.

image source

અને પ્રશ્નનો સચોટ પણ ઉગ્ર રીતે જવાબ આપ્યો હતો, તેમણે જવાબ આપતાં કહ્યું, ‘હું એક નાનકડી છોકરીને કેવી રીતે આવી બીમાર દુનિયા સાથે તેમના જોડાવાની આશા રાખી શકું. જ્યાં ક્રૂરતા જ ક્રૂરતા હોય.’

તેમનું આવું કહેવાનો ઉદ્દેશ સમાજની દીકરીઓ સાથે હાલ થઈ રહેલી હેવાનીયતની વધતી ઘટનાઓ પર ધ્યાન દોરવવાનો હતો.

મહેશ ભટ્ટેના આ ઉગ્ર વર્તણૂંકથી પ્રેસ કોન્ફરન્સનો માહોલ થોડો ટેન્સ થઈ ગયો હતો. આ જોઈ ત્યાં હાજર આલિયા ભટ્ટ પણ થોડી શરમમાં મુકાઈ ગઈ હતી.

image source

અને તેણે પોતાના પિતાને શાંત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો સાથે સાથે મહેશ ભટ્ટની પૂર્વ પત્ની અને આલિયાની માતા સોની રાજદાને પણ મહેશ ભટ્ટની પીઠ પર હાથ થપથપાવીને તેમને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો.

પણ તેઓ શાંત નહોતા થઈ શક્યા અને તેમની આ ઉગ્ર વર્તણૂકનો વિડિયો હાલ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

પોતાના પિતાની ઉગ્ર વર્તણૂકને કારણે આલિયા ખુબ જ અસહજ બની ગઈ હતી તેણે ત્યાર બાદ જણાવ્યું કે, ‘મેં પહેલાં જ તમને ચેતવ્યા હતા કે આ થવાનું છે.’ ત્યાર બાદ આલિયા જણાવે છે ‘પાપા ઇઝ નોટ અલાઉડ ટુ ટોક’

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટની મોટી બહને શાહિન છેલ્લા દસ વર્ષથી ડીપ્રેશન સામે લડી રહી છે. તેણીએ આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમી 13 વર્ષની હતી ત્યારથી ડિપ્રેશનનો શિકાર છે.

image source

તેણીએ પુસ્તક બહાર પાડતા પહેલાં પોતાના ડીપ્રેશન વિશે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ ઘણું લખ્યું છે. તેણીએ જણાવ્યું કે સોશિયલ મિડિયા પર સારો પ્રતિસાદ મળતાં.

તેણીને લાગ્યું કે તેણીએ ડીપ્રેશન પર એક પુસ્તક પણ લખવું જોઈએ. જેથી કરીને તેની જેવા ઘણા બધા લોકોને થોડી ઘણી મદદ મળી રહે. તેણીએ 2016થી પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉટ પર ડીપ્રેશન વિશે લખવાનું શરૂ કર્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે ડીપ્રેશન વિષે આ પહેલાં દીપીકા પદૂકોણે પણ ઘણી બધી ચર્ચાઓ કરી છે અને તે ડીપ્રેશનમાં સંપડાઈ ગયેલા લોકોને બહાર લાવવા માટે કામ કરતી એક સંસ્થા પણ ચલાવી રહી છે.

આજે યુવાનો તેમ જ વૃદ્ધોમાં ડીપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે અને તે વિષે જાગૃતિ લાવવી અનિવાર્ય થઈ ગઈ છે. કારણ કે ડીપ્રેશન જ લોકોને આત્મહત્યા તરફ લઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version