આલિયા ભટ્ટે આપી સ્કિનકેરની ટીપ્સ – રોજ રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવે છે આ…

જાણો આલિયા ભટ્ટની સુંદર-મુલાયમ-કાંતિવાન ત્વચાનું રહસ્ય

આકર્ષક ત્વચા માટે રાત્રે સુતા પહેલાં અને ઉઠીને આલિયા ભટ્ટ માત્ર આટલું કરે છે

image source

ફિલ્મી સિતારાઓ પર દીવસ-રાત કેમેરાની નજર રહેતી હોય છે. તે પછી કોઈ ફિલ્મનો કેમેરા હોય કે પછી કોઈ પાપારાઝીનો કેમેરા હોય કે પછી તેમનો પોતાનો કેમેરા હોય કે પછી તેમના ફેન્સનો કેમેરા હોય. તેઓ સતત લાઈમલાઇટમાં રહેતા હોય છે. અને માટે જ તેમણે પોતાના લૂક પર ઇચ્છા-અનિચ્છાએ એકધારું ધ્યાન રાખવું પડે છે. પછી તેમના વસ્ત્રો હોય, તેમના વાળ હોય કે પછી તેમનો ચહેરો હોય. તેમના ચહેરા પરનો એક નાનકડો ખીલ કે પછી આંખના કુંડાળા પણ એક મોટા ન્યૂઝ બની જાય છે.

image source

બોલીવૂડની અત્યંત ટેલેન્ટેડ અને ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યાના થોડાક જ વર્ષોમાં અપાર સફળતા મેળવી લીધી છે. જે ચોક્કસ તેની ટેલેન્ટને આધારે જ મેળવી છે. પણ સાથે સાથે તેનો સુંદર ચહેરો અને તેની સુંદર ત્વચાએ પણ તેમાં બહોળો ભાગ ભજવ્યો છે. આપણા મનમાં હંમેશા પ્રશ્ન થયા કરતા હોય છે કે ફિલ્મિ સિતારાઓ એવું તે શું કરતાં હોય છે કે તેઓ આટલા સુંદર દેખાતા હોય છે. આજે આલિયા ભટ્ટ માત્ર યુવાનો જ નહીં પણ યુવતિઓના હૃદયમાં પણ રાજ કરવા લાગી છે. જે તેની સફળ કેરિયર, સુંદર દેખાવ, તેની ડ્રેસીંગ સેન્સના પ્રતાપે છે.

image source

તો આજે અમે તમને જણાવીશું કે આલિયા ભટ્ટ પોતાની ત્વચાની સંભાળ કેવી રીતે લે છે અને એવું તો શું કરે છે કે તેની ત્વચા આટલી સુંદર રહે છે. વાસ્તવમાં આલિયા ભટ્ટ ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં હોવા છતાં પણ એવી સલાહ આપે છે કે તમારે બને તેટલું મેકઅપથી દૂર રહેવું જોઈએ.

image source

આલિયા ભટ્ટે થોડા સમય પહેલાં થયેલા એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે તેણી બને તેટલું મેકઅપથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેણીએ જણાવ્યું હતું કે તેનું કામ એવું હોવાથી તેણીએ મેકઅપમાં રહેવું પડે છે પણ જ્યાં તેણીને જરા પણ એમ લાગે કે મેકઅપ વગર કામ ચાલી શકે છે ત્યાં તેણી મેકઅપ લગાવવાનું ટાળે છે.

મેકઅપથી દૂર રહેવાની સલાહ આલિયાને તેની માતા પાસેથી મળી હતી

image source

આલિયાની માતા પણ એક અભિનેત્રી છે અને તેણીએ પણ સતત મેકઅપમાં રહેવું પડતું હતું. અને નાનપણમાં આલિયા જ્યારે પોતાની માતાને મેકઅપમાં જોતી ત્યારે તેણીને પણ મેકઅપ લગાવવાનું મન થતું પણ તેણીની માતાએ તેણીને હંમેશા મેકઅપથી દૂર રહેવાની જ સલાહ આપી હતી.

image source

આલિયા ભટ્ટે સૌ પ્રથમવાર મેકઅપ 15-16 વર્ષની ઉંમરે લગાવ્યો હતો. તે વખતે તેણી કોઈ બર્થડે પાર્ટીમાં જવાની હતી અને તેણીની માતાએ તેને મેકઅપ કરી આપ્યો હતો. પણ તે પહેલાં તેણી વધારેમાં વધારે કાજલ જ લગાવવાનું પસંદ કરતી હતી. જો કે તેણીને તેની માતા માત્ર કાજલ લગાવવાની જ છૂટ આપતી હતી અને તેણી એકદમ ઘાટી કાજલ કરીને શાળાએ જતી હતી. જો કે તેણી પણ એ વાત માને છે કે તેણીને ખુદને પણ મેકઅપ વધારે પસંદ નથી.

રાત્રે સુતા પહેલાં ‘કંઈજ નહીં’ નો નિયમ અપનાવે છે આલિયા

image source

આપણને ઘણીવાર એવી સલાહ આપવામાં આવે છે કે રાત્રે સુતા પહેલાં ફલાણું કે ઢીકણું કરીએ તો સવારે ઉઠતી વખતે ત્વચા એકદમ તાજી લાગે છે. જ્યારે આલિયાને તે વિષે પુછવામાં આવ્યું કે તેણી રાત્રે સુતા પહેલાં ચહેરા પર શું લગાવે છે ? ત્યારે તેણીએ તરત જ જવાબ આપતાં ‘કંઈજ નહીં’ કહેલું.

તેણી જણાવે છે કે તેણીને પોતાના કામના કારણે સતત મેઅકપમાં રહેવું પડે છે પણ જ્યારે તે મેકઅપથી દૂર રહી શકે છે જેમ કે રાત્રીના સમયે તેમજ તે પોતાના ઘરે હોય ત્યારે તેણી કોઈ પણ જાતના કોસ્મેટિકથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. રાત્રે સુતા પહેલાં તેણી પોતાના ચહેરા તેમજ શરીર પરનો બધો જ મેકઅપ દૂર કરી લે છે.

image source

તેણી જણાવે છે કે ઘણા લોકો રાત્રે સુતા પહેલાં મોઇશ્ચરાઇઝર, ટેનર વિગેર લગાવે છે પણ તેણી માને છે કે ત્વચા પર કંઈકને કંઈ લગાવવાથી ત્વચા રફ બની જાય છે.

તેણી માત્ર એક હર્બલ ફેસવોશથી પોતાનો ચહેરો ધૂએ છે અને ત્યાર બાદ ચહેરા પર કંઈ પણ લગાવ્યા વગર સુઈ જાય છે.

image source

સવારે ઉઠીને આલિયા પોતાના હાથે બનાવેલો ફેસપેક લગાવે છે

ઉપર જણાવ્યું તે પ્રમાણે આલિયા મેકઅપથી દૂર રહેવા માગે છે અને તે પોતાના ચહેરા પર કોઈ કોસ્મેટિક્સ પણ લગાવવા નથી માગતી. તેણી જણાવે છે કે તેણી સવારે ઉઠીને હર્બલ ફેસપેક લગાવવાનું પસંદ કરે છે. તે ઉઠતાની સાથે જ ચહેરો સાફ કરીને હર્બલ ફેસ પેક લગાવી લે છે. પણ જો તેની પાસે સમય હોય તો તેણી પોતાના હાથે જ હર્બલ ફેસપેક બનાવે છે જેમાં તેણી પપૈયા, મધ, સંતરાના પાઉડરનો ઉપયોગ કરે છે.

image source

તેણી તૈયાર અથવા જાતે બનાવેલો ઉચ્ચ ગુણવત્તાવાળો ફેસપેક લગાવીને તેને 15-20 મિનિટ રાખે છે અને ત્યાર બાદ તેને પાણીથી ધોઈ લે છે અને પછી ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવી લે છે. અને પછી તેના રુટીન કામોમાં લાગી જાય છે.

image source

જો તમે પણ આલિયા જેવી કાંતિવાન અને મુલાયમ ત્વચા ઇચ્છતા હોવ તો આલિયાની સલાહ પ્રમાણે તમારે પણ મેકઅપ અને કોસ્મેટિકથી બને તેટલુ દૂર રહેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ