શાક બનાવતી વખતે રાઇ તતડી, અને આલિયા ડરી ગઇ જોરદાર, જોઇ લો આ વિડીયોમાં તમે પણ

સાઉથ ઇન્ડિયન ડીશ બનાવતી વખતે આલીયા ભયભીત થઈ ઉઠી – જુઓ મજેદાર વિડિયો

image source

શાક બનાવતી વખતે રાઇ તતડતા આલિયા બૂમ પાડી – જુઓ મજેદાર વિડિયો

આલિયા ભટ્ટ પોતાની ફિલ્મોમાં તો વ્યસ્ત રહે જ છે પણ તે પોતાના ફેન્સના સંપર્કમાં રહેવા માટે અને એક અભિનેત્રી ઉપરાંત તેણી વાસ્તવમાં કેવા પ્રકારનું જીવન જીવી રહી છે તે દર્શાવવા માટે તેણી પોતાની એક યુ-ટ્યુબ ચેનલ પણ ચલાવે છે જે લોકોને ખૂબ પસંદ છે.

 

image source

તેની ચેનલનું નામ છે આલિયા બી જેના પર તેણી પોતાની રૂટીન લાઈફ, પોતાનું ફૂડ, પોતાનો ફીટનેસ ફંડા, પોતાના કીચનમાં તેણી શું બનાવે છે તે બધું પોતાના ફેન્સને વિડિયો દ્વારા બતાવતી હોય છે. તેણીના આ ચેનલ પર 12 લાખ કરતાં પણ વધારે ફોલોઅર્સ છે.

તેણીએ તાજેતરમાં જ એક વિડિયો શેર કર્યો છે જેમાં તેણી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં ઝુકીનીનું શાક બનાવી રહી છે. આ પહેલાં તેણીએ બીટરૂટ સલાડ તેમજ ચિયા પુડિંગ પણ બનાવ્યું હતું. અને હવે તેણી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં ઝુકીનીનું શાક બનાવવા જઈ રહી છે.

જેના માટે તેણીએ કડાઈમાં તેલ ગરમ કરવા મુક્યું અને તેલ ગરમ થતાં તેમાં રાઈ ઉમેરી અને રાઇ તતડવા લાગી ત્યારે તેણી ગભરાઈને પાછળ હટી ગઈ હતી.

image source

એટલું જ નહીં પણ રાઇને તતડતી જોઈ આલિયા બુમ પણ પાડી ઉઠી હતી. તેણીની આ વિડિયોને અત્યાર સુધીમાં 16 લાખ કરતાં પણ વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. અને તેને ઘણી બધી કમેન્ટ પણ મળી રહી છે.

તેણીએ વિડિયોમાં જણાવ્યું હતું કે તેણી પહેલીવાર કોઈ શાક બનાવી રહી છે. તેના માટે તેણીએ સૌ પ્રથમ તો શાક કાપ્યું, અને શાક બનાવવાની તૈયારી કરવા લાગી.

image source

વિડિયો દરમિયાન તેણીએ જણાવ્યું કે જો તેણીને રસોઈ બનાવતી વખતે જો કંઈ વાગે કરે તો પ્રોડ્યુસરને જણાવી દેવું. તેણીએ ફેન્સને એ પણ જણાવ્યું કે તેણી એક મહિનામાં પોતાના ડાયેટને લગભગ ત્રણ-ચાર વાર તો બદલતી જ રહે છે, કારણ કે તેને એકની એક વાનગીથી કંટાળો આવે છે.

આલિયાએ આ વડિયો દરમિયાન તેણીને શું ભાવે છે તે પણ જણાવ્યુ હતું તેણીએ જણાવ્યું હતું કે તેણીને દહીં અને તડકા ચાવલ પસંદ છે.

image source

આ ઉપરાંત તેણીને ભીંડાનું શાક પણ ખુબ પસંદ છે. તેણીએ એ પણ જણાવ્યું હતું કે તેણીને કુકીંગ શો જોવા ખુબ પસંદ છે પણ તેનાથી તેને નવું-નવું ખાવાનું મન થતાં તેણીએ તેને જોવાનું છોડી દીધું છે.

image source

તેણીએ જણાવ્યું હતું કે જ્યારે તેને રાત્રે ઉંઘ નથી આવતી અને કંઈ ખાવાનું મન થાય છે ત્યારે તેણી ફ્રીઝમાં મુકેલી કોઈ પણ ગમતી વાનગી ખાઈ લે છે અને ત્યાર બાદ સવારે ઉઠીને તેના ઘરકામમાં મદદકરતી કેરોલને ફ્રિઝ ખાલી કરી દેવા કહે છે જેના જવાબમાં તેના શેફે જણાવ્યુ હતું કે, તેણી તેવું એટલા માટે કહે છે કારણ કે તેમણે જે કોઈ પણ સ્વિટ ડીશ બનાવે છે તે તેણી રાત્રે ખાઈ લે છે અને માટે જ તેનાથી વધારે ન ખવાઈ જાય એટલે તેણી ફ્રીઝ ખાલી કરાવી દે છે.

image source

તેણીની સાથે વિડિયોમાં તેનો પર્સનલ શેફ કમ ડાયેટિશિયન, દીલિપ પણ તેની સાથે હતો. તેણીએ જણાવ્યું હતું કે તે જ્યારે આઉટડોર શુટિંગમાં હોય છે ત્યારે તે દીલિપને પોતાની સાથે રાખે અને તેને લઈને તેણી પોતાની જાતને ધન્ય માને છે.

આ ઉપરાંત તેણી સાથે વિડિયોમા તેણીની આસિસ્ટન્ટ કેરોલ પણ હતી. તેણીએ જણાવ્યું કે જો આલિયાને યોગ્ય ભોજન ન મળે અને સમયસર ભોજન ન મળે તો તેણી ભારે ગુસ્સે થઈ જાય છે. જો કે તેણીએ પોતાના શેફના કુકીંગના પણ વખાણ કર્યા હતા.

image source

આ દરમિયાન તેણી સબ્જીની તૈયારી કરતી ગઈ અને વાતો કરતી ગઈ. તેલ ગરમ થયા બાદ જ્યારે રાઇ ઉમેરી ત્યારે રાઇ તતડતાં તેણી ગભરાઈ ગઈ ત્યારે ત્યાં હાજર બધા હસી પડ્યા હતા.

છેવટે આલિયાએ ઝુકીનીનું શાક બનાવી દીધું જે તેના શેફને અને તેની આસિસ્ટન્ટને પણ ખુબ ભાવ્યું. તેના શેફે તો એવું પણ કહી દીધું કે આલિયાએ તેના કરતાં પણ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે આ વર્ષના અંત સુધીમાં આલિયા ભટ્ટની આયાન મુખર્જીત દિગ્દર્શિત અને અમિતાભ બચ્ચન અને રનબીર કપૂર અભિનિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલિઝ થશે અને થોડા સમય પહેલાં જ સંજય લીલા ભણસાલી દીગ્દર્શીત ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું પોસ્ટર પણ રિલિઝ થઈ ચૂક્યું છે.

image source

આ ફિલ્મમાં તેણી કાઠિયાવાડી લેડી ડોન બતાવવામાં આવી છે તેણીએ કાઠિયાવાડી લઢણ શીખવા માટે કેટલીક ટ્રેનીંગ પણ લીધી છે. આ ઉપરાંત તેણી પોતાના પિતાના પ્રોડક્શન હેઠળ બનનારી ફિલ્મ સડક 2માં પણ જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ