વરુણ ધવન પહેલા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંધાઈ જશે લગ્નના બંધનમાં, જુઓ એમના લગ્નનું વાઈરલ થયેલ કાર્ડ..!!

બૉલીવુડના અભિનેતા રણબીર કપૂર અને બોલિવુડની ફેમસ અભિનેત્રી આલિયા ભટ્ટે બંને પોતાના પ્રમને નામ આપવાનું નક્કી કરી લીધું છે. આગામી તબક્કામાં તેઓ આ બાબતે નિર્ણય માટે લેવા તૈયાર છે.


પોતાની એક્ટોંગના દમ ઉપર જ દેશ વિદેશમાં લાખો ચાહકોનું દિલ જીતનાર રણબીર કપૂર પોતાના જીવનમાં આલિયા ભટ્ટના એક શ્રેષ્ઠ પતિ સાબિત થાય એવું અલિયા ભટ્ટના દરેક ફોલોવર્સ ઈચ્છે છે. આલિયા ભટ્ટ અને રણવીર કપૂરના ફોલોવર્સ આજકાલ એમના એક એક સમાચાર પર નજર રાખી રહ્યા છે.


રણબિર અને અલીયા 11 મે, 2019 ના રોજ મુંબઇમાં જ આવેલી પાંચ સિતારા હોટેલમાં લગ્નના બંધનમાં બંધાવઇ જશે. આ સમાચાર તમને હેરાન જરૂર કરી દેશે, કેમકે હજી થોડા સમય પહેલા જ એલિયાની માતા સોની રાજદાને આ આવા જ એક સમાચારને અફવા ગણાવી વાત માનવાનો ઇનકાર કર્યો હતો. તેમજ આલિયા પણ લગ્ન જીવનને કોઈ રમત બનાવવા નહોતી માંગતી.

આ દરમ્યાન જ એક એમના જ સૂત્રધાર પાસેથી આલિયા અને રણબીરના લગ્નનું કાર્ડ હાથમાં આવતા એ વાઇરલ થઈ રહ્યું છે. હવે આ કાર્ડને કેમ કરીને અફવા સમજવી ?

Team #TAKHT!! @aliaabhatt @ranveersingh @vickykaushal09

A post shared by Karan Johar (@karanjohar) on

કરણ જોહરે આલિયા ભટ્ટને આપી હતી જલ્દી લગ્ન કરવાની સલાહ :

કેટલાક સમયથી એવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચે હવે સંબંધો સારા નથી રહ્યા. બન્નેના કેટલાક એવા ફોટાઓ પણ વાયરલ થયા હતા જેમાં રણબીર કપૂર ગુસ્સો કરતાં નજરે પડતાં હતા.

ફોટા જોઈ લોકો કહેતા હતા કે બન્ને જલ્દી જ અલગ થઈ જશે. જોકે તેઓ સાથે વેલેન્ટાઇન ડે મનાવ્યો હતો એ સમાચારે એમના ફોલોવર્સને થોડી રાહત જરૂર આપી હતી.

અને આ બધી અફવાઓ સાંભળી કરણ જૌહરે પણ આલિયાને એવી સલાહ આપી હતી કે એ તેણે હવે ટૂંક સમયમાં જ રણબીર સાથે લગ્ન કરી લેવા જોઈએ અને તેમના આ રિલેશનને નામ આપવું જોઈએ.

ત્તેમજ આલિયા, કરણ અને રણબીર એકસાથે જ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પ્રી-વેડિંગ સેરેમની માટે સ્વિટ્ઝર્લૅન્ડ ગયા હતા. જ્યાં રણવબીર અને આલિયાની જોડીને લઈને ઘણાએ એવી પણ કોમેન્ટ કરી હતી કે "રબને બના દી જોડી ".

 

અત્રે ધ્યાન રહે કે આલિયા પોતાના નવા આવનાર ફિલ્મ કલંકને લઈને પણ આજકાલ ચર્ચામાં છે અને તેનો નવો લુક દર્શકો પસંદ કરી રહ્યા છે.

Kalank Title Track - Out Tomorrow ♥️

A post shared by Alia 🌸 (@aliaabhatt) on


રાઝી ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ જીતનાર આલિયા ભટ્ટે આટલો જલ્દી લગ્ન કરવાનો નિર્ણય લઈને પોતાના ચાહકોને ચોંકાવી દીધા છે.

આપણે સૌ સાથે મળીને આ થનાર નવયુગલને અનેક શુભેચ્છાઓ આપીએ.

કોઈને ચાંદલો લખાવવો હોય તો જલ્સા કરોને જેંતીલાલની ટીમને મોકલી આપવાની છૂટ છે...અને હા! હસવાની કોઈ જ મનાઈ નથી!