આલિયાના ફેન છો તો તમને પણ તેનો આ VIDEO જોતાની સાથે જ આવી જશે આંખમાં આસું..

આલિયા ભટ્ટ જાહેરમાં ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડી…

આલિયા ભટ્ટે ખુબ જ નાની ઉંમરે હીન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રતિષ્ઠિત સ્થાન મેળવી લીધું છે. અને તેમાં કોઈ જ શંકા નથી કે આ સ્થાન તેણીને પોતાની ટેલેન્ટના કારણે જ મળ્યું છે. તેના સાથી કલાકારો પણ તેણીને ગીફ્ટેડ આર્ટિસ્ટ કહીને સંબોધે છે. હાલ તેણી પોતાના રનબીર કપૂર સાથેના લગ્નને લઈને ચર્ચામાં રહે છે. તેણીને અવારનવાર રનબીર સાથે જોવામાં આવે છે અને તેમની તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થયા કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

પણ આજકાલ તેણી એક વિડિયોના કારણે ભારે ચર્ચા જગાવી રહી છે. વાસ્તવમાં આ વિડિયોમાં આલિયા ભટ્ટ ધ્રુસકેને ધ્રૂસકે રડી રહી છે તેણીને સાંત્વના આપવા માટે તેણીની મોટી બહેન શાહીન ભટ્ટ પણ તેની સાથે છે, તેણી તેને આશ્વાસન આપી રહી છે તેમ છતાં આલિયા પોતાના આંસુ ખાળી નથી શકતી અને સતત રડી રહી છે. અને તેણીનો આ જ વિડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

image source

પણ તમને કુતુહલ થતું હશે કે એવું તે શું બન્યું કે આલિયા જાહેરમાં ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડી અને કોઈ વાતે છાની નહોતી રહેતી. વાસ્તવમાં આલિયા ભટ્ટ પોતાની બહેન શાહીન ભટ્ટના કારણે ઇમોશનલ થઈ ગઈ હતી. તેણી પોતાની બેહન સાથે એક વુમેન સેમિનારમાં હાજરી આપી રહી હતી. આ દરમિયાન તેણી રડી પડી હતી. જોકે તેણીના રડવા પાછળનું કારણ તેણીની મોટી બહેનનું ડિપ્રેશન હતું. આલિયાને રડતાં જોઈ શાહિન તરત જ તેની પાસે દોડી ગઈ અને તેણીએ નાનકડી બહેનને ઘણું આશ્વાસન આપ્યું પણ તેણી શાંત ન રહી શકી.

image source

તમને જણાવી દઈએ કે આલિયાની બહેન શાહિન તેના કરતાં પાંચ વર્ષ મોટી છે. આલિયા અને શાહિન સોની રાજદાન અને મહેશ ભટ્ટની દીકરીઓ છે. શાહિન સાવ જ કીશોરાવસ્થામાં એટલે કે માત્ર 13 વર્ષની હતી ત્યારથી ડીપ્રેશન સામે લડી રહી છે. તેણીએ પોતાના ડીપ્રેશનના અનુભવો પરથી એક પુસ્તક પણ લખ્યું છે, “આઈ હેવ નેવર બીન અનહેપ્પીયર”. આલિયાએ આ દરમિયાન પોતાની બહેનને સતત સાથ આપ્યો છે. આલિયાએ જણાવ્યું કે તેણી પોતાની બહેનની સાથે રહેવા છતાં પણ તેણીએ જ્યારે બહેનનું લખેલું પુસ્તક વાંચ્યું ત્યારે છેક શાહિનની લાગણીને સમજી શકી. આલિયા પોતાની બહેન માટે ખુબ જ લાગણી ધરાવે છે જે તેણીએ અવારનવાર પ્રસંગોપાત વ્યક્ત કર્યું છે.

image source

આલિયા અવારનવાર સોશિયલ મિડિયા પર શાહિનનો ઉલ્લેખ કરતી જોવા મળી છે. થોડા દિવસ પહેલાં જ તેણીએ પોતાની મોટી બહેનના બર્થડે નિમિતે એક ખુબ જ લાગણીસભર નાનકડી નોંધ લખી હતી જે તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તેણી લખ્યું હતું, “હું મારી ખુબ જ સમજુ બહેન પર એક પર્ફેક્ટ બર્થ ડે કેપ્શન લખવાનો પ્રયાસ કરી રહી છું. કારણ કે હું મારી બહેન જેટલું સારું નથી લખતી. અને માટે જ હું વારંવાર ટાઈપ કરી કરીને ભુસી રહી છું જેથી કરીને હું તેના માટે પર્ફેક્ટ લખી શકું. જે સંબંધ અમારી વચ્ચે છે તેમાં કોઈ જ ભાષા નથી. માત્ર અમારી આંખો જ બોલે છે અને અમારા પગ અને કદાચ ગોઠણો પણ. તો હા, તું દુનિયાની સૌથી વાહલી બહેન છે અને હું ખુશ છું કે આપણી બિલાડીઓ, આલુ ફ્રાઈ અને ખુબ બધાં લંડન સાથે આપણું પોતાનું એક સ્વર્ગ છે.”

image source

આ પ્રસંગ પરથી આપણને એટલો તો ખ્યાલ આવી જ જાય છે કે સ્ટાર કીડ્સ અને સ્ટાર્સ પોતે પણ આપણી જેમ જીવનમાં ઘણા બધા અસામાન્ય સંજોગોમાંથી પસાર થાય છે અને તેની સામે લડત આપે છે. જીવન કોઈના પણ માટે સરળ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ