ડેંગ્યુ તાવ વિષે ખુબ અગત્યની માહિતી :

dengue_alert-e1352089990406

 

ડેંગ્યુ તાવ વિષે ખુબ અગત્યની માહિતી :

=======================

 

શું છે આ ડેંગ્યુ?

=========

*શું સાચે ગામડે ગામડે શેરીએ શેરીએ ઘરે ઘરે આ ડેંગ્યુએ ભરડો લીધો છે?

*જે વ્યક્તિને તાવ આવે એટલે સીધું ડેંગ્યુ જ થયો છે?

*શું આ ના નિવારી શકી તેવી સમસ્યા છે?

*શું માત્ર તબીબીશાખા જ આ સમસ્યાને એકલે હાથે પહોચી શકશે?

 

ઉપરના તમામ પ્રશ્નો ના ઉતર આપ સૌ પાસે જ છે!

આવો સાથે મળી આ ડેંગ્યુના ભરડાથી બચવા થોડા ઉપાયો વિચારીએ..

આ ઘરે ઘરે પ્રસરેલા તમામ તાવ ડેંગ્યુ હોતા નથી.

કોઈપણ પ્રકારના તાવની લોહીની પૂર્ણ તપાસ વિના તેનો પ્રકાર સ્પષ્ટપણે કહી જ ના શકાય. આતો અમુક લેભાગુ અને સ્વયં ડિગ્રીધારી દાક્તરોએ ઉપજાવી કાઢેલી વાત છે. માટે કોઈ પણ તાવ નું નજીકના સરકારી સંસ્થામાં અચૂકપણે નિદાન કરાવો. અને સરકારમાન્ય ડિગ્રી વાળા તબીબીની જ સલાહ લેવી. ખોટી અફવાઓમાં વિશ્વાસના કરવો અને એને સમાજમાં પ્રસરતી અટકાવવી એ આપની નૈતિક ફરજ છે.

 

આપણા વડીલો કહેતા કે “પુર પહેલા પાળ બાંધવી” અને આજે આપને શું કરીએ છીએ?

પુર ને જ આવકારીએ છીએ…કેમ! આવો જોઈએ..

ડેંગ્યુ તાવ મચ્છરથી થતો રોગ છે. જે સંગ્રહાયેલા પાણીમાં જ તેના ઈંડા મુકે અને પુખ્ત વયના થાય છે.

માનવસહજ સ્વભાવ મુજબ લોકો આખું વર્ષ ભંગાર,ખાલી ટાયર,પક્ષીને પાણી પીવા તૂટેલા માટલાનો સંગ્રહ કરે છે.અને વરસાદની ઋતુમાં તેમાં વરસાદ નું પાણી ભરાઈ છે.અને મચ્છર તેમાં પુખ્તતા મેળવે છે. અરે ક્યાંક તો પાણીયારામાં અને ફ્રિઝની ટ્રેમાં પણ આશ્રય લે છે. અને તમને જ કરડે છે. તો આ પુર કોણે નોતર્યું!

 

 

હવે આનો ઉપાય શું?

=============

બિનજરૂરી સગ્રહ છોડી ભંગાર,ખાલી ટાયર,ફૂટેલા માટલાનો ચોમાશા પહેલાજ નિકાલ કરવો. અન્ય સમયે પણ તેમાં પાણી ભરાઈ ના રહે તેનું ધ્યાન આપવું.

ઘરમાં રહેલા ફ્લાવર વાસ, પાણીયારા, ફ્રિઝની ટ્રેની સમયાંતરે સફાઈ કરતા રહેવી.

ઘરની આસપાસ રહેલા ખાડા ખાબોચિયા માં કેરોસીન અથવા બળેલ ઓઈલ નાખી દેવું..માટી નું પુરણ કરવું.

ઘરે રોજ સાંજે લીમડાનો ધુમાડો કરવો. શેરી ના તમામ લોકો એકસંપ થઇ આ કામગીરી કરશે ત્યારે જ આ પાર પડશે..

છેલ્લી પણ અગત્યની વાત કે કોઈ પણ પ્રકારના તાવમાં ગફલતમાં ના રહેતાતેનું નિદાન અવશ્ય કરાવવું. જેથી આ રોગનું શરૂઆતમાં જ નથી શકાય. નહિ તો વધુ વિલંબે આ જીવલેણ પણ નીકળી શકે છે.

આમ આપના અને તબીબોના બંને ના એકસંપથી જ આને નાથી શકાશે. તો ઉપરોક્ત બાબતોનું ધ્યાન રાખો અને નીરોગી જીવન વિતાવો.

 

 

ટીપ્પણી