અલગ અલગ ફૂલોના ઉપયોગથી મળે છે ઈશ્વર પાસેથી મનપસંદ વરદાન, વાંચો ફૂલોના અવનવા ઉપયોગ…

ફૂલને સન્માન, શ્રધ્ધા, શ્રુંગાર, સોંદર્ય અને દિલની અભિવ્યક્તિ અને પ્રેમના પ્રતિક તરીકે માનવામાં આવે છે. ફૂલોની સુગંધ માત્રથી જ મન પ્રફુલિત થઇ જાય છે, ફૂલના દરેક ભાગ ઉપયોગી હોય છે. ફૂલ એ શરીરને સોંદર્ય અને શોભાયન કરે છે સાથે સાથે ફૂલોથી ચહેરાને કાંતિ મળે છે અને શ્રીવૃધ્ધી વધે છે અને રોગ પણ મટાડે છે. ફૂલોની ઉપચાર પધ્ધતિને એરોમા થેરાપી કહેવામાં આવે છે જે જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક અવસર પર કામ લાગે છે. દરેક મંત્ર, યજ્ઞ, રંગ, ગંધ અને દરેકમાં ફૂલનું પોતાનું આગવું સ્થાન હોય છે.

કમળનું ફૂલ લક્ષ્મીજીને બહુ પ્રિય હોય છે એટલે કમળના ફૂલને ધન સાથે પણ સીધો સંબંધ છે.

કમળનું ફૂલ લક્ષ્મીજીનું પ્રિય હોવાથી વિષ્ણુ ભગવાનને પણ પ્રિય છે. કમળને વિષ્ણુ ભગવાનનું પોષક માનવામાં આવે છે. આના પરાગથી મધ અને ફૂલથી ગુલકંદ બનતું હોય છે. આ ફૂલમાં સુંદરતા ભરપુર હોય છે, બધા જ સુગંધિત ફૂલ છોડ પર અને ઝાડ પર થતા હોય છે પણ કુદરતે તેની સૌથી સુંદર વનસ્પતિ એટલે કે કમળ પાણીમાં સ્થાન આપ્યું છે. ભારતીય કળા અને સંસ્કૃત આધ્યાત્મમાં તે બહુ ચર્ચિત છે. લક્ષ્મીજીની ઉત્પતિ આનાથી થઇ હતી સાથે સાથે લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુનું આ પ્રિય ફૂલ છે.

સમૃદ્ધિકારક કમળનું ફૂલ જ્યાં પણ હશે ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે. લક્ષ્મીજીના પૂજનમાં કમળનું ફૂલ ચઢાવવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. લખ્સમી માતાની સ્તુતિ કે મંત્ર જાપ કરવા માટે કમળગટ્ટેની માળાના ઉપયોગથી જલદી ફળ મળે છે.

કબજીયાતની તકલીફ હોય તો કમળના ફૂલમાંથી બનેલ ગુલકંદ નિયમિત ખાવાથી કબજિયાત દૂર થાય છે. કમળમાં અંદર રહેલ લીલા દાણાને કાચા છોલીને ખાવાથી શક્તિ મળે છે, કમળની પંખુડીઓને પીસીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક જળવાઈ રહે છે.

મનગમતી ઈચ્છા પૂર્ણ કરવા માટે જાસુદના ૧૦૯ ફૂલોને લાલ દોરમાં માળા બનાવીને આ માળા માતા દુર્ગા કે જે વાઘની સવારી કરતા હોય એ મૂર્તિ પર પહેરાવી દો. પછી માતાજીને બે હાથ જોડીને તમારી મનોકામના જણાવો અને પ્રાર્થના કરો કે તમારી ઈચ્છા પૂર્ણ કરે.

ગણપતિ બાપ્પા પાસેથી વરદાન પ્રાપ્ત કરવા માટે ગણપતિને લાલ કરેણનું ફૂલ ચઢાવવું જોઈએ. આમ કરવાથી મનપસંદ સફળતા મળે છે અને વરદાન મળે છે. ધનલાભ માટે જયારે પણ ઘરની બહાર નીકળો ત્યારે ઘરની બહાર સૌથી પહેલા જમણો પગ મુકો. માતા લક્ષ્મીને બે પીળા ફૂલ ચઢાવવાથી ધન સંબંધિત જે પણ કાર્ય કરવા જઈ રહ્યા હશો તેમાં સફળતા મળશે.

પ્રિય વ્યક્તિનો પ્રેમ મેળવવા અને પ્રેમી – પ્રેમિકા વચ્ચે ચાલી રહેલ ઝઘડાને સમાપ્ત કરવા માટે ગુલાબનું ફૂલ એકબીજાને આપો. સાથે સાથે પ્રિયપાત્રનું નામ લઈને મનમાં પ્રાર્થના કરો કે તમારા સંબંધ વધુને વધુ મજબુત થાય, અને આમ કરવાથી બંને વ્યક્તિ વચ્ચે પ્રેમ વધે છે. કોઈ ખાસ કામ માટે જયારે પણ બહાર જાવ ઘરના મંદિરમાં રહેલ ભગવાનને ફૂલ અર્પણ કરો અને બહાર જતા પહેલ એ ફૂલને તમારી સાથે ખીસામાં લઈને જાવ. તમે સફળતા પૂર્વક કામ પૂરું કરી શકશો. આકસ્મિક ધનલાભ મેળવવા માટે ૧૧ સફેદ ફૂલને લઈને સાંજે ચાર રસ્તા પર પૂર્વ દિશા તરફ મોઢું કરીને મુકવા, આ ઉપાય શુક્રવારના દિવસે કરવો. સાથે સાથે ચાર રસ્તા પર વચ્ચે વચ્ચ અત્તરની શીશી ખાલી કરી દેવી અને એ ખાલી શીશી પણ ત્યાં જ મૂકી દેવી અને પરત આવી જવું.

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.