અકસિર સુપર હેયર ટોનિક – વાળને બનાવશે સિલ્કી, કાળા અને લાંબા ફક્ત એક મહિનામાં…

વાળ કાળા બનાવે, વાળ સિલ્કિ બનાવે, વાળની રૂક્ષતા દૂર કરે, વાળની બધી જ સમસ્યાઓ દૂર કરતું હેયર ટોનિક, વાળમાંની ટાલ દૂર કરે, વાળને મૂળિયામાંથી મજબૂત બનાવે, વાળ ઉતરવાનું બંધ કરે, આજે અમે તમારા માટે વાળ માટેના અકસિર ટોનિકની રેસીપી લાવ્યા છે જે તમારા વાળની લગભગ બધી જ સમસ્યાઓને દૂર કરી શકે તેમ છે.


1 ડુંગળી

1થી 2 ઇંચ આદુ

4-5 કળી લસણ

2 આંબળા (ઓપ્શનલ) (સીઝન હોય તો અચૂક ઉપયોગ કરવો)

1 લીંબુ

અડધી ચમચી દીવલેનું તેલ

3 ટીપાં રોઝમેરી એસેન્શિયલ ઓઈલ

હેયર ટોનિક બનાવવાની રીત

ઉપર જણાવેલી દરેક વસ્તુ તમારા રસોડામાં ખુબ જ સરળતાથી ઉપલબ્ધ હોય છે. હા આંબળા શિયાળાની સિઝનમાં જ અવેલેબલ હોય છે માટે તમે તેને ન વાપરો તો પણ ચાલશે. પણ જો હોય તો વાપરવા જ જોઈએ કારણ કે તેના પણ અનેક લાભ હોય છે.

ઉપર જણાવેલી બધી જ સામગ્રીને સારી રીતે ધોઈ લેવી, હવે આ બધી જ વસ્તુઓના તમારે રસ કાઢવાના છો જે તમે મિક્સી, છીણી કે પછી જ્યુસર દ્વારા કરી શકો છો. આ જ્યુસરને ગાળી લેવો જરૂરી છે જેથી કરીને તમારા વાળમાં તેના રેશા કે કણ ન રહી જાય અને તમને વાળ ધોવામાં તકલીફ ન પડે.


હવે આ બધા જ જ્યૂસને તમારે મિક્સ કરી દેવાના છે હવે તેમાં અરધી ચમચી દીવેલ એડ કરો અને ત્રણ ટીપાં રોઝમેરી ઓઇલના એડ કરવા. જો તમારી પાસે આ બે તેલ ન હોય તો ચિંતા ન કરવી તેના વગર પણ તમારા વાળને લાભ ચોક્કસ મળવાનો છે. પણ જો તે હોય તો તમે તેનો વધારે ફાયદો મેળવી શકો છો. રોઝમેરી એસેન્શિયલ ઓઇલ એટલા માટે પણ વાપરવામાં આવે છે કારણ કે ડુંગળી અને લસણ વપરાતું હોવાથી તેમાંથી દુર્ગંધ પણ આવશે અને રોઝમેરી એસેન્શિયલ ઓઇલથી તમે તેને અવોઈડ કરી શકશો. આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી. તૈયાર થઈ ગયું તમારા વાળ માટેનું અકસીર સુપર ટોનિક.


તેને વાળમાં એપ્લાય કેવી રીતે કરવું ?

– આ ટોનિકને વાળમાં એપ્લાય કરવા માટે તમારા વાળ સ્વચ્છ હોવા જરૂરી છે. એટલે કે તમે તમારા વાળ શેમ્પુ કરીને સ્વચ્છ કરેલા હોવા જોઈએ. તમારા વાળમાં તેલ નાખેલું ન હોવું જોઈએ.

– આ તૈયાર થયેલા સૂપર હેયર ટોનિકને તમારે તમારા માથાના મુળીયાથી લઈને તેના છેડા સુધી તેલ લગાવો તેમ લગાવવાનું છે.

– તમે આ હેયર ટોનિકને સ્પ્રે બોડલમાં નાખીને સ્પ્રે કરીને પણ લગાવી શકો છો.

– માથામાં આ ટોનિક લગાવી લીધા બાદ તેને ડોઢથી બે કલાક રાખવાનું છે. ત્યાર બાદ શેમ્પુ કરી લેવું.

– આ સુપર હેયર ટોનિકને તમે અઠવાડિયામાં બે વાર અજમાવી શકો છો.

– માત્ર બે જ વારના વપરાશમા તમને તમારા વાળમાં સુધારો જોવા મળશે.

– આ તૈયાર થયેલા ટોનિકને તમે એક અઠવાડિયા સુધી ફ્રિઝમાં સાંચવી શકો છો.

– પણ યોગ્ય એ રહેશે કે તમે તેને તાજુ જ બનાવીને વાપરો.


હવે જાણી લઈએ તેના ફાયદાઓ વિષે

– તૈયાર કરવામાં આવેલા ટોનિકમાં ઘણા બધા ખનિજ તત્ત્વો તેમજ એન્ટિસેપ્ટિક ગુણો સમાયેલા છે જે સીધા જ તમારા વાળને ફાયદો કરશે.

– આ ટોનિકમાં સમાયેલું સલ્ફર તમારા માથામાં જો ટાલની શરૂઆત થઈ રહી હોય તો ત્યાં ફરી વાળ ઉગાળવામાં મદદ કરશે.

– તેમાં સમાયેલા એન્ટિસેપ્ટિક ગુણો તમારા માંથામાં થતી ફૂગને દૂર કરશે. તમારા વાળમાંની જૂંને દૂર રાખશે.

– માંથામાં લોહીના પરિભ્રમણને વધારશે.

– વાળના સંપૂર્ણ ગ્રોથને વધારશે.

– વાળને સિલ્કી તેમજ સુંવાળા બનાવશે.

– ભૂતકાળમાં વાપરેલા કેમિકલથી થયેલા નુકસાનને પણ દૂર કરશે. અને વાળને સ્વસ્થ બનાવશે.

– તાળવાના એટલે કે વાળ નીચેની જે સ્કીન છે તેના પીએચ લેવલને બેલેન્સ કરશે. જેથી કરીને વાળનું સાર્વત્રિક સ્વાસ્થ્ય સુધરશે.

આ સુપર હેયર ટોનિકથી તમને સૌ ટકા ફાયદો થવાનો છે. હા એકાદ ટકા લોકોની કોઈ અસામાન્ય સ્થિતિના કારણે તેમને અસર ન થઈ શકે.

વિડીઓ જોઇને શીખો સ્ટેપ બાય સ્ટેપ કેવીરીતે બનાવી શકશો આ ટોનિક.