ના હોય! અક્ષય કુમાર આ બાબતે સાવ ફરી ગયો, આખરે કહી દીધું કંઇક એવું કે…

જ્યારે અક્ષય કુમારે ભગવાનના નામ પર દાન આપવાને કહ્યું હતું બેકાર, ફિલ્મના પ્રમોશનમાં કહ્યું હતું કે ખેડૂતો ભૂખે મરી રહ્યા છે.

બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારે થોડા દિવસ પહેલા એક વિડીયો શેર કર્યો હતો જેમાં તેમણે અયોધ્યામાં રેમ મંદિરના નિર્માણને લઈને યોગદાન આપવાની અપીલ કરી હતી. આ વીડિયોમાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે એ પોતાની દીકરીને રામસેતુ નિર્માણમાં ખિસકોલીના યોગદાનની વાર્તા સંભળાવી રહ્યા હતા. એ વાર્તા તરફ અક્ષય કુમારે દેશવાસીઓને ખિસકોલી અને વાનર બનવાની અપીલ પણ કરી હતી. પણ હવે અક્ષય કુમારનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં એ મંદિરમાં દાન આપવા માટે ના પાડી રહ્યા છે.

image source

અક્ષય કુમારનો આ વીડિયો વર્ષ 2012નો છે જ્યારે એમની ફિલ્મ ઓએમજી રિલીઝ થઈ હતી. એ દરમિયાન અક્ષય કુમાર એક ન્યૂઝ ચેનલમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચ્યા હતા. તે વખતે એમને કહ્યું હતું કે ભગવાનના નામ પર લોકો દૂધ અને તેલ વ્યર્થ કરે છે.

image source

અક્ષય કુમારે કહ્યું હતું કે મંદિરમાં વસ્તુ અને પૈસાનો ખૂબ જ વ્યય થાય છે. જો ભગવાન માટે કઈ કરવું હોય તો જે લોકોને જરરિયાત છે તેમને મદદ કરો એ વધુ સારું રહેશે. ક્યાં લખ્યું છે કે ભગવાનને દૂધ જોઈએ છીએ. અભિનેતા અક્ષય કુમારે એ પણ કહ્યું હતું કે ખેડૂતો ભૂખે મરી રહ્યા છે. વૈષ્ણવ દેવી જેવા મંદિરમાં જવાને બદલે એ પૈસાને કોઈ જરૂરિયાત હોય એવા લોકોને આપી દેવા જોઈએ. હવે આ વીડિયો સામે આવ્યો એટલે લોકો અક્ષય કુમારને સવાલ પૂછી રહ્યા છે કે એમનું મન કેવી રીતે બદલાઇ ગયું.

થોડા દિવસ પહેલા અક્ષય કુમારે એક વિડીયો શેર કરીને કહ્યું હતું કે ખૂબ જ ખુશીની વાત છે કે અયોધ્યામાં આપણા ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે હવે યોગદાનનો વારો આપણો છે. મેં શરૂઆત કરી દીધી છે, આશા છે તમે પણ એ યોગદાનમાં જોડાશો. જય સિયારામ.

અક્ષય કુમારે ટ્વીટર પર જે વિડીયો શેર કર્યો છે એમાં એ કહે છે “કાલે રાત્રે હું મારી દીકરીની એક વાર્તા કહી રહ્યો હતો. તમે સાંભળશો? એક બાજુ વાનરોની સેના હતી અને બીજી તરફ હતી લંકા અને બંને વચ્ચે મહાસાગર. વાનર સેના મોટા મોટા પથ્થરોને ઉંચકીને સમુદ્રમાં નાખી રહી હતી. રામસેતુ નિર્માણ કરીને સીતા માતાને પાછા લાવવાના હતા. પ્રભુ શ્રી રામ કિનારા પર ઉભા ઉભા બધું જોઈ રહ્યા હતા. ત્યારે એમની નજર એક ખિસકોલી પર પડી”

image source

અક્ષયે આગળ કહ્યું કે “ખિસકોલી પાણીમાં જતી ને કિનારા પર આવીને રેતીમાં સુઈ જતી હતી, પછી પાછી રામસેતુના પથ્થરો તરફ ભાગતી. રામજીને આશ્ચર્ય થયું કે આ શું થઈ રહ્યું છે. ઉં ખિસકોલી પાસે ગયા અને એમને પૂછ્યું કે તું આ શું કરી રહી છે ખિસકોલીએ જવાબ આપ્યો હું મારા શરીરને ભીનું કરું છું એના પર રેતી લપેટુ છું અને પથ્થરો વચ્ચેની તિરાડોમાં એને ભરી રહી છું. રામસેતુ નિર્માણમાં હું પણ મારૂ નાનકડું યોગદાન આપી રહી છું”

આ વાર્તા કહીને અક્ષયે લોકોને ખિસકોલીની જેમ રામમંદિરના નિર્માણમાં યોગદાન આપવા વિનંતી કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ