અક્ષય કુમાર આવી ગયો સોનાક્ષીની ઝપેટમાં, સીધો પડ્યો ભોંય ભેગો…

સોનાક્ષીની એક એવી થપાટ પડવાથી ખિલાડી કુમાર પડ્યા જમીન પર ગબડી પડ્યા… વીડિયો થયો વાઈરલ… અક્ષય કુમાર આવી ગયો સોનાક્ષીની ઝપેટમાં, સીધો પડ્યો ભોંય ભેગો…


બોલવુડના ખિલાડી કુમાર તરીકે જાણીતા સ્ટંટ એક્ટર અક્ષય કુમારની ૧૫મી ઓગસ્ટે નવી ફિલ્મ આવી રહી છે, મીશન મંગલ. આ ફિલ્મનું પ્રોમોશન કરવામાં તેઓ ખૂબ જ વ્યસ્ત છે. આ ફિલ્મ વિશે એમણે લોકોમાં ઉત્સુક્તા જગાવવા માટે અનેક પ્રોગ્રામ્સમાં મહેમાન તરીકે દેખાઈ રહ્યા છે, તો વિવિધ જગ્યાઓએ પ્રેસ કોન્ફરન્સ કરતા પણ નજરે પડે છે. આવી જ એક કોન્ફરન્સનો એક વીડિયો થઈ રહ્યો છે વાઈરલ… જેમાં સોનાક્ષી સિંહા તેમને એક જોરદાર ધબ્બો મારે છે અને અક્ષય કુમાર જમીન પર પડી જાય છે.

અક્ષય કુમારનો આ નવો પેંતરો છે, કે ખરેખર ગબડી પડ્યા જાણો…


આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. લોકો તેને મજાથી જૂએ છે અને હસે છે. અક્ષય કુમારની એક ખિલાડી તરીકેની ખાસ ઇમેજ છે. તેઓ ખૂબ જ ચૂસ્ત અને ખડતલ અભિનેતાઓમાંથી પહેલી હરોળમાં લઈ શકાય તેવા છે. તેમ છતાં ખૂબસૂરત અભિનેત્રી સોનાક્ષીના એક મારથી આમ જમીન પર જઈ પડે એ જોઈને દર્શકોને ભારે નવાઈ લાગી રહી છે. આ વીડીયો પાછળ શું છે, હકીકત જોઈએ.


વિરલ બાયાણી બોલિવુડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવે છે. જેની લાખોમાં ફેન ફોલોઇન્ગ છે. આ પ્રોફાઈલ પરથી એક વીડિયો શેર થયો છે. જેમાં અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ મીશન મંગલની બધી જ અભિનેત્રીઓ સાથે ખુરશીમાં ગોળાકાર મળીને સૌ બેઠાં છે અને વાતોએ વળગ્યાં છે. એવામાં કરાટે સ્ટાઈલથી બાજુમાં બેઠેલ સોનાક્ષી સિંહાએ અક્ષયની છાતીએ એક પંચ માર્યો અને અક્ષય કુમારની ખુરશી પડી ગઈ સાથે અક્ષય પણ જમીન ભેગો થઈ ગયો. એ સમયે અચાનકથી જ નીચે પડી ગયેલ અને એ ખુરશીને ઝાલીને ઊભા થયા અને હસતે હસતે ફરીથી તાપસી પન્નુ અને સોનાક્ષીની વચ્ચે બેસી ગયા. આ બાજુ શું ચાલી રહ્યું છે એ તો કોઈને જ સમજાયું નહીં. એવામાં સોનાક્ષી મોંએ હાથ દઈને હસી પડી. સાથે સૌ કોઈ પણ ખડખડાટ હસ્યાં. એ સમયે તાપસીએ પણ ટાપસી પૂરાવીને આ ઘટનાની મજાક કરતી નજરે પડી રહી છે. મીશન મંગલના શૂટિંગ દરમિયાનનો કે તેના પ્રોમોશનલ ઇવેન્ટ વખતનો આ વીડિયો હોવો જોઈએ.

મીશન મંગલ અક્ષય કુમારની સાથે છે અનેક અભિનેત્રીઓ…


આ ફિલ્મ ૧૫મી ઓગસ્ટૅ સિનેમા ઘરોમાં આવશે, ત્યારે તે ફિલ્મ દેશ ભક્તિ અને દેશની ટેકનિકલ વિકાસને લઈને થતી ચર્ચાઓને નવો એક વિષય મળી રહેશે. આ ફિલ્મ ઇસરોના વૈજ્ઞાનિકોની મહેનત અને તેમણે કરેલ પરિક્ષમની સફળતાને દર્શાવતી ફિલ્મ છે. અહીં મંગળ ગ્રહ ઉપર મોકલવામાં આવેલ ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવેલ સેટેલાઈટમાં ભારતનો તિરંગો તેના પ્રોમોમાં અને પોસ્ટરમાં જોવા મળે છે. વિદ્યા બાલન, તાપસી પન્નુ અને સોનાક્ષી સિંહાનો પણ આ ફિલ્મમાં મહત્વનો રોલ છે. સાથે શરમન જોષી પણ આ ફિલ્મમાં અગત્યની ભૂમિકામાં દેખાશે.

વાઈરલ વીડિયો હતો એક પ્લાન્ડ પ્રેન્ક…


આ વીડિયોમાં ફિલ્મની સાથી અભિનેત્રીઓ સાથે હળવી મજાક મસ્તી કરી રહેલ અક્ષય કુમારને સોનાક્ષી અચાનક કરાટે સ્ટાઈલમાં મુક્કો મારે અને ભારી ભરખમ વજનવાળા ખિલાડી કુમાર પડી જાય ખૂરશીમાંથી નીચે જમીન પર… આ જોતાં તો એવું જ લાગી રહ્યું હતું કે અક્ષયે સોનાક્ષીને જ સામેથી આવી મજાક કરવાનું કહ્યું હશે. આ એક પ્લાન્ડ પ્રેન્ક હોઈ શકે એવું લાગે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ