અક્ષય તૃતીયા સુધી પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે સૂર્ય, આ 4 રાશિના લોકોને થશે અઢળક ફાયદાઓ, જાણો તમારી રાશિ વિશે

તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૧થી લઈને તા. ૧૪ મે, ૨૦૨૧ સુધી સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં એટલે કે, મેષ રાશિમાં રહી શકે છે. અખાત્રીજ સુધી મંગળ ગ્રહની રાશિ સૂર્યના રહેવાથી દેશમાં રાજનૈતિક અને પ્રશાસનિક પરિવર્તન થવાના યોગ બની રહ્યા છે. આની સાથે જ મિથુન રાશિ, કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને કુંભ રાશિ ધરાવતા જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન કરવું લાભદાયક રહી શકે છે. જયારે વૃષભ રાશિ, કન્યા રાશિ, મકર રાશિ અને મીન રાશિ ધરાવતા જાતકો માટે નોકરી અને બિઝનેસમાં મુશ્કેલભર્યો સમય રહી શકે છે. જયારે મેષ રાશિ, સિંહ રાશિ, તુલા રાશિ અને ધન રાશિ ધરાવતા જાતકો માટે આ સમય સામાન્ય રહી શકે છે.

image source

પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રના જણાવ્યા મુજબ, જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યની શુભ અસરના લીધે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. સરકારી કાર્યો પુરા થઈ શકે છે. જયારે નોકરિયાત વર્ગ અને બિઝનેસ કરી રહેલ જાતકોને પ્રગતિ પ્રાપ્ત કરી શકે છે. મોટા લોકો અને અધિકારીઓ તરફથી મદદ મળી શકે છે તેમજ આપના સન્માનમાં પણ વધારો થશે. પરંતુ સૂર્યની અશુભ અસરના લીધે નોકરી અને બિઝનેસમાં સમસ્યાઓ આવી શકે છે. તેમજ નુકસાન પણ થઈ શકે છે અને મોટી વ્યક્તિઓ સાથે વિવાદ ઉત્પન્ન થઈ શકે છે. આ સાથે જ આંખને સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. માથામાં દુઃખાવો થઈ શકે છે. કામકાજમાં સમસ્યાઓ આવી શકે છે.

વિવાદ અને તાણની સ્થિતિ રહી શકે છે.

મિથુન રાશિ, કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને કુંભ રાશિ માટે સારો સમય:

image source

મિથુન રાશિ, કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને કુંભ રાશિ ધરાવતા જાતકો માટે આ સમય સારો રહી શકે છે. આ રાશિ ધરાવતા જાતકોને ભાગ્યનો સાથ પ્રાપ્ત થઈ શકે છે. તેમજ શત્રુઓ પર વિજય પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. અટકી ગયેલ ધન પરત મળી શકે છે. આપે વિચારેલ મોટા કામ પણ શક્ય બની શકે છે. મિલકત અને નાણાકીય બાબતે આ સમય આપને લાભ આપનાર રહી શકે છે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થઈ શકે છે. આ સમય આપના સ્વાસ્થ્ય માટે સારો રહી શકે છે.

મેષ રાશિ, સિંહ રાશિ, તુલા રાશિ અને ધન રાશિ ધરાવતા જાતકો માટે મિશ્રિત પરિણામ આપનાર સમય રહી શકે છે.

image source

સૂર્યના રાશિ પરિવર્તન કરવાથી મેષ રાશિ, સિંહ રાશિ, તુલા રાશિ અને ધન રાશિ ધરાવતા જાતકો માટે આ સમય મિશ્રિત પરિણામ આપનાર રહી શકે છે. આ ૪ રાશિ ધરાવતા જાતકોના કાર્યો તો પુરા થશે પણ તે કાર્યોને પુરા કરવા માટે વધારે મહેનત કરવાની રહેશે. ઉપરાંત આપના ખર્ચ અને તાણમાં વધારો થઈ શકે છે. રોજીંદા કાર્યો કરવા દરમિયાન વિવાદની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. એની સાથે જ આપને ધનલાભ પણ થઈ શકે છે. કેટલીક બાબતોમાં આપને નક્ષત્રોનો સાથ પ્રાપ્ત કરી શકો છો. આ સમય દરમિયાન આપને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહી શકે છે.

વૃષભ રાશિ, કન્યા રાશિ, મકર રાશિ અને મીન રાશિના જાતકો માટે રહેશે મુશ્કેલભર્યો સમય.:

image source

સૂર્યના રાશિ પરિવર્તન કરવાથી વૃષભ રાશિ, કન્યા રાશિ, મકર રાશિ અને મીન રાશિ ધરાવતા જાતકોને નોકરી અને બિઝનેસમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સૂર્યના રાશિ પરિવર્તનથી આપની આસપાસ વિવાદ અને તાણની સ્થિતિમાં વધારો થઈ શકે છે. આ ૪ રાશિ ધરાવતા જાતકો આ સમય દરમિયાન સાવધાન રહેવાની જરૂરિયાત છે. સૂર્યના અશુભ પ્રભાવના લીધે આપના કામકાજમાં સમસ્યાઓ આવી શકે છે. વિવાદ થવાની સંભાવના વધી રહી છે. આપને ધનહાનિ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ રહી શકે છે. આપે નવા કાર્યની શરુઆત કરવાથી બચવું. ઉધાર નાણા લેવા નહી. આપે કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી બચવું.

અશુભ પ્રભાવથી બચવા માટે આપે શું કરવું જોઈએ?

image source

સૂર્યના રાશિ પરિવર્તન કરવાના લીધે થતા અશુભ પ્રભાવથી બચવા માટે આપે પીપળા અને મદારના છોડને પાણી અર્પણ કરવું જોઈએ. તેમજ શુભ ફળની પ્રાપ્તિ કરવામાં તે પે સૂર્યોદય પહેલા ઉઠીને સૂર્યદેવને નમસ્કાર કરવા જોઈએ. તાંબાના પાત્રમાં સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. જે રાશિના જાતકો પર સૂર્યના રાશિ પરિવર્તન થવાના લીધે મિશ્રિત અસર રહેવાની છે તેવા જાતકોએ પાણીમાં લાલ ચંદનને મિશ્રિત કરીને સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ. આપે સૂર્યને લાલ પુષ્પ અર્પણ કરવાથી સૂર્યને સંબંધિત દોષ દુર થઈ જાય છે. જાસુદનું ફૂલ સૂર્યદેવને અર્પણ કરવાથી સૂર્યદેવને સંબંધિત દોષ દુર થઈ જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ