જલ્સા કરોને જેંતીલાલ

અક્ષય કુમાર- ટ્વીંકલ ખન્નાનો આ સી ફેસિંગ બંગલો જોઈ તમારી આંખો ચાર થઈ જશે !

અક્ષય કુમારનું મુંબઈના દરિયા કીનારે આવેલું સુંદર મજાનું ઘર જોઈ તમારું દીલ બાગ બાગ થઈ જશે.

અક્ષય કુમાર બોલીવુડનો ઓરિજનલ એક્શન હીરો તો છે જ પણ હાલની તેની કેટલીક ફિલ્મોએ તેને ખરા અર્થમાં સામાજીક હીરો પણ બનાવી દીધો છે. પણ તમે તેનું ઘર જોશો તેમાં તમને ટ્રાવેલ તેમજ લાઈફસ્ટાઇલ થીમ આધારિત તતત્ત્વો જોવા મળશે. અક્ષય કુમાર તેની પત્ની તેમજ જાણીતી લેખીકા ટ્વીન્કલ ખન્ના અને પોતાના બે બાળકો સાથે આ ઘરમાં રહે છે.

તેનું સુંદર મજાનું ઘર સમુદ્ર કિનારે આવેલું છે. મુંબઈ જેવા અત્યંત વ્યસ્ત શહેરમાં આવેલાં આ ઘરમાં તમે પ્રવેશતાં જ જાણે તમે કોઈ અભ્યારણ્યમાં આવી ગયા હોવ તેમ લાગશે અને તેનો બધો જ શ્રેય ચોક્કસ પણે શ્રીમતી ખન્નાને જશે. આ ઘરમાં તમને કશું જ અધુરું નહીં લાગે એટલે કે આ ઘર સંપૂર્ણ ઘરનું એક આદર્શ ઉદાહરણ છે.

એક જુની કહેવત છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે પણ અક્ષય કુમારના આ સુંદર ઘરને બનાવવા પાછળ તેને ડીઝાઈન કરનારનો હાથ છે.

ટ્વીંકલ ખન્ના માત્ર એક સફળ લેખીકા અને નવલકથાકાર જ નથી પણ તેણી એક સારી ઇન્ટિરીયર ડીઝાઈનર પણ છે. તેની સાથે સાથે તેણી ધી વ્હાઈટ વિન્ડો નામના ઇન્ટીરીયર ડીઝાઈનીંગ સ્ટોર્સની કો-ઓનર પણ છે. માટે તેમને પોતાના ઘરને ડીઝાઈન કરવા માટે બહારની વ્યક્તિની કોઈ જ જરૂર પડી નથી અને તેમ છતાં ઘર અદ્ભુત રીતે સુંદર બન્યું છે.

જો તેમના ગાર્ડનની વાત કરીએ તો તેમાં તેમણે બ્લૂ રંગની પસંદગી કરી છે. એમ પણ મુંબઈના ઉનાળા તેમજ ઘરને સારો દેખાવ આપવા માટે બ્લુ એક સારો રંગ છે. બ્લુ રંગને ઠંડક આપતા રંગ તરીકે ઓળખવામાં આવે છે. તમે કુંવારા હોવ કે પછી પોતાના કુટુંબ સાથે રહેતા હોવ બ્લુ કોઈ પણ સ્થીતીમાં ઘરને શોભાવતો રંગ છે.

અર્ધી એટલે કે માટી જેવી ઝાંય ધરાવતા રંગને તેમણે પોતાના બાકીના ઘર માટે પસંદ કર્યો છે. તમે જોઈ શકશો કે ઘરની દીવાલોથી માંડીને તેના સોફા અને ફ્લોરની પેટર્નના વિવિધ શેડ્સમાં પણ તમને આ જ સમાનતા જોવા મળશે.

આ ન્યુટ્રલ શેડ્સ કુદરતનું પ્રતિનિધિત્વ કરે છે અને તમે તેની સાથે જોડાયેલા છો તેની અનુભૂતી કરાવે છે. તમે જોઈ શકો છો કે આ શેડ્સ ટ્વીંકલ ખન્નાને સુંદર બેકગ્રાઉન્ડ પુરુ પાડે છે, હવે તમે તમારી જાતને ટ્વીંકલ ખન્નાની જગ્યાએ તમારા ફેવરીત વસ્ત્રોમાં ઇમેજીન કરો. છેને અદ્ભુત !

ઘરમાંની નાનકડી પ્રિન્ટ પણ ખુબ જ સુંદર લાગે છે

પાઇનેપલ પ્રીન્ટ્સથી લઈને બેડ પર પાથરેલી ચાદરની ઇકતની પ્રીન્ટ ઘરમાં કેટલો મોટો ફરક લાવે છે. જો તમે પણ તમારા ઘરનું મેકઓવર કરવા માગતા હોવ તો આ નાની નાની ડીટેઈલ પર ચોક્કસ ધ્યાન આપો.

અક્ષય કુમારના ઘરમાં તેનુ પોતાનું એક નાનકડું જંગલ પણ છે

બોલીવૂડ સેલિબ્રીટી ભલે તેને ગાર્ડન કહે પણ આપણા જેવા સામાન્ય લોકો માટે તો તે એક જંગલ જ છે. તેમના ઘરમાં તેમણે કીચન ગાર્ડનને પણ મહત્ત્વનું સ્થાન આપ્યું છે. જેમાં તેમણે રીંગણ, ટામેટા, બટાટા અને આંબા જેવું ઘણું બધું વાવ્યું છે.

તેમના આ મોંઘેરા ગાર્ડનમાં એક નાનકડું તળાવ એટલે કે ખાબોચીયું પણ આવેલું છે. જેમાં તેમણે તેના શુશોભન માટે બુદ્ધનું મસ્તક પણ મુક્યું છે જે સુંદર મજાના સ્વચ્છ પાણીમાંથી ડોકીયા કરતું હોય તેમ લાગે છે.

અક્ષય કુમારના ઘરની લગભગ દરેક દીવાલોને આધુનિક કળાના નમુનાઓથી સુશોભીત કરવામાં આવી છે. જો તમે પણ તમારા ઘરની દીવાલોને શણગારવા માગતા હોવ તો તમે પણ તેમાંથી ઘણું બધું શીખી શકો છો.

તમારી પાસે પણ કદાચ એક સુંદર ઘર હોય જેમાંથી સુંદર દ્રશ્યો જોઈ શકાતા હોય પણ ઘરની પોતાની પણ એક આગવી ઓળખ હોવી જોઈએ એક આગવું વ્યક્તિત્વ હોવું જોઈએ જે તેમાં રહેનારા લોકોના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરતું હોય. જો તમારી પસંદ પણ સારી હોય, તો તેને પ્રદર્શિત કરવામાં કશું નુકસાન નહીં થાય.

એવું નથી કે અક્ષય-ટ્વીન્કલનું ઘર માત્ર કળાના નમુનાઓથી જ ભરેલું છે, પણ તેના કેટલાક ભાગને પુસ્તકોથી સુશોભીત કરવામાં આવ્યું જેનો તેમણે સમગ્ર વિશ્વમાંથી સંગ્રહ કર્યો છે.

જો તમે પણ તમારા ઘરને રસપ્રદ બનાવવા માગતા હોવ તો તમે પણ તમારા ઘરની બુકશેલ્વ્ઝને સુંદર વાંચવા લાયક પુસ્તકો, તમારા પોતાનું કોઈ પુસ્તક હોય તો તે અથવા તો તમને તમારા કામ માટે આપવામાં આવેલી કોઈ ટ્રોફી હોય તો તેનાથી પણ શણગારી શકો છો.

અક્ષય કુંમારના આંગણામાંથી દેખાતું આ દ્રશ્ય જોઈ તમે તમારા મોઢામાં આંગળા નાખી જશો. વર્ષની કોઈ પણ ઋતુ તે પછી શિયાળો હોય, ઉનાળો હોય કે પછી ચોમાસું હોય અહીં તમને હંમેશા મનને શાંતિ આપતું દ્રશ્ય જોવા મળશે.

જરા કલ્પના કરો કે તમે રોજ સાંજે કામેથી ઘરે આવો અને તમને આ દ્રશ્ય જોવા મળે તો ! છેને અદ્ભુત !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version