જલ્સા કરોને જેંતીલાલ

અક્ષય કુમારે આ વખતે પણ મહામારીમાં કર્યું કરોડો રૂપિયાનું દાન, ગૌતમ ગંભીરે માન્યો દિલથી આભાર, જાણો માહિતી

અક્ષય કુમાર વિશે એવું કહેવામાં આવે છે કે તે સાચો દેશભક્ત છે. કારણ કે મુશ્કેલીના સમયે અક્ષય કુમાર હંમેશા મદદ માટે તૈયાર છે. તેમણે ભૂતકાળમાં ઘણી વખત આર્થિક મદદ કરી છે. વર્ષ 2020માં કોરોના સામેની લડતમાં અક્ષય કુમારે પીએમ કેર ફંડમાં 25 કરોડનું દાન આપ્યું હતું. એટલું જ નહીં અક્ષય કુમારે આસામમાં પૂર પીડિતોને પણ મદદ કરી હતી.

image source

ત્યારે હવે ફરી એકવાર અક્ષય લોકોની મદદે આવ્યો છે અને 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ગૌતમ ગંભીરની સંસ્થા જી-જાને કોરોના સાથેની લડતમાં ઉત્સાહ સાથે કાર્ય કરી રહ્યું છે અને હવે પૂર્વ ક્રિકેટરને અક્ષય કુમારની ઘણી મદદ મળી છે.

image source

જો વિગતે વાત કરવામાં આવે તો અક્ષય કુમારે ગૌતમ ગંભીરના સંગઠનને 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ગૌતમ ગંભીરે ટ્વિટર પર આ માહિતી આપી હતી અને કોરોના કાળમાં અક્ષય કુમારની આ સહાય બદલ આભાર માન્યો હતો. ગૌતમ ગંભીરે ટ્વીટ કર્યું હતું કે આ સમયે દરેક મદદ આશાનું એક નવું કિરણ બનીને આવે છે. ગૌતમ ગંભીર ફાઉન્ડેશન ‘જીજીએફ’ માટે 1 કરોડ રૂપિયાની સહાય આપવા બદલ અક્ષય કુમારનો ખૂબ ખૂબ આભાર. આ રકમ દ્વારા જરૂરીયાતમંદો માટે ખોરાક, દવાઓ અને ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવશે.

image source

ગૌતમ ગંભીરની આ ટ્વીટ બાદ ઉતરમાં અક્ષય કુમારે ટ્વિટર પર ગૌતમ ગંભીરને જવાબમાં લખ્યું છે કે, ‘આ ખૂબ જ મુશ્કેલ સમય છે ગૌતમ ગંભીર. મને આનંદ છે કે હું મદદ કરી શક્યો. હું આશા રાખું છું કે આપણે બધા આ રોગચાળા અને કટોકટીમાંથી સાજા થઈશું. તમારું ધ્યાન રાખજો. ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીરની સંસ્થા કોરોના કાળમાં જમવાથી લઈને દવાઓ, ઓક્સિજન અને જરૂરીયાતમંદો માટે દરેક પ્રકારની સેવા કરી રહી છે.

image source

તે કોરોના ચેપગ્રસ્ત લોકોને વિના મૂલ્યે દવા આપે છે અને રાહત આપી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 3-4 દિવસની અંદર ગૌતમ ગંભીરની સંસ્થાએ ચેપગ્રસ્ત લોકોને 1400 જેટલા દવાના ખોખાનું વિતરણ કર્યું છે. ત્યારે લોકોની વચ્ચે હવે આ વાત વાયરલ થઈ રહી છે અને ફેન્સમાં પણ અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારે અગાઉ પણ ધર્મ પ્રોડક્શનના બેનર હેઠળ ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ કરી ચુક્યા છે. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી. ‘દોસ્તાના 2’ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. આ 2008ની હિટ ફિલ્મ દોસ્તાનાની સિક્વલ છે. આમાં અભિષેક બચ્ચન, જ્હોન અબ્રાહમ અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે ‘દોસ્તાના 2’ માં જાહ્નવી કપૂર અને લક્ષ્યા લાલવાણી મુખ્ય ભૂમિકામાં છે.

Exit mobile version