અક્ષય કુમારના બાળપણની તસવીર થઈ રહી છે વાયરલ ! તેને શેયર કરવા પાછળ છે આ ખાસ કારણ !

તાજેતરમાં અક્ષયકુમારે પોતાના નાનપણની સાઇકલ ચલાવતી ફોટો શેયર કરી છે જેમાં તે ઘરમાં સાઇકલ પર બેઠો છે. જો કે તેની મુછો જોતાં લાગે છે કે તે તેની કીશોરા વસ્થા છે અને તે તેમાં ઓળખાતો પણ નથી.

તેણે કેપ્શન લખ્યું છે, “નાનપણથી જ મારોં રમતો પ્રત્યે એક ઝુકાવ રહ્યો છે મારા આ પેશનને આગળ ધપાવવા મારી માતાએ હંમેશા એ ખાતરી રાખી છે કે મને ઘરનું બનાવેલું પોષણયુક્ત ભોજન મળે. પણ આજે ભારતમાં 11,72,604 બાળકો છે જેઓ દીવસનું એક ટંકનું ભોજન પણ અફોર્ડ નથી કરી શકતા !” આ કેપ્શન સાથે તેમણે #WhyTheGap અને @stc_india ને હેશ ટેગ કર્યા છે અને આ બાબતે જાગૃતિ ફેલાવવા માટે તેમણે પોતાની સહ અભિનેત્રીઓ વિદ્યાબાલન, તાપસી પન્નુ અને સોનાક્ષી સિંન્હાને નોમિનેટ કર્યા છે.

જો કે આ તસવીર શેયર કરવા પાછળ મૂળે તો અક્ષયની પત્ની ટ્વીંકલનો હાથ છે. તેણીએ તાજેતરમાં પોતાની શાળા કાળનો એક ક્લાસ ફોટો પોતાના સોશયિલ મિડિયા અકાઉન્ટ પર શેયર કર્યો હતો. જેમાં કેપ્શન કંઈક આમ હતું, “તમે જોઈ શકો છો કે મારી હેર સ્ટાઇપ પણ મારા ક્લાસ ટીચર જેવી જ છે ! મારા માટે અભ્યાસ અને તેમાં સારો દેખાવ કરવો એ મહત્તવનું રહ્યું છે અને તેની મદદથી હું એક સ્વનિર્ભર સ્ત્રી બની છું. આજે પાંચમાંથી 2 કન્યાઓ તેમની શાળાનો અભ્યાસ પૂર્ણ નથી કરી શકતી.” આમ લખીને તેણીએ #WhyTheGap અને @stc_indiaને ટેગ કર્યા હતા અને સાથે સાથે આ અંગે પોતાની શાળાકાળની યાદો શેયર કરી જાગૃતિ ફેલાવવા સોનમ કપૂર, તાહિરા કશ્યપ અને પતિ અક્ષય કુમારને નોમિનેટ કર્યા હતા.

આપણે બધા જાણીએ છીએ કે અક્ષય કુમાર પોતાની ફિલ્મોને પુરા જોશથી પ્રમોટ કરે છે પણ તેની સાથે સાથે તે હંમેશા એક સારા ઉદ્દેશને પણ પ્રમોટ કરવામાં પાછો નથી રહેતો. તેણે હંમેશા પોતાના સ્વાસ્થ્યને અપટુડેટ રાખ્યું છે અને તે દ્વારા લોકોને પણ પોતાના સ્વાસ્થ્ય વિશે જાગૃત રહેવા પ્રેર્યા છે.

તાજેતરમાં જ મિશન મંગલના પ્રમોશન અંગે તે પોતાની સહ અભિનેત્રીઓ તાપસી પન્નુ, સેનાક્ષી સિન્હા સાથે ધ કપિલ શર્મા શોમાં આવ્યો હતો જેમાં ઉલ્લેખ થયો હતો કે અક્ષય કુમાર કોઈ પણ સંજોગોમાં રાત્રે દસ વાગે સુઈ જાય છે અને સવારે ચાર વાગે તો ઉઠીને બીચ પર કસરત કરવા પણ પહોંચી જાય છે. આ ઉપરાંત તે ક્યારેય મદ્યપાન કે ધૂમ્રપાન પણ નથી કરતો અને હંમેશા ઘરનો શુદ્ધ ખોરાક જ આરોગે છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અક્ષયે આસામના પૂરપિડિતોને રૂપિયા 2 કરોડનું દાન કર્યું છે. તેણે એક કરોડનો ચેક આસામ ચિફ મિનિસ્ટર રિલિફ ફંડ અને એક કરોડનો ચેક કાઝીરંગા નેશનલ પાર્કના બચાવ કાર્ય માટે આપ્યો છે. આ વિષે તેને પ્રશ્ન કરતાં તેણે જણાવ્યું હતું કે તેને ભગવાને ઘણું આપ્યું છે માટે તેણે વધારે વિચાર કર્યા વગર જ દાન આપવાનું નક્કી કરી લીધું.

તેણે જણાવ્યુ કે તેણે જ્યારે આસામના પૂરની કેટલીક તસવીરો જોઈ ત્યારે તેનું હૃદય દ્રવી ઉઠ્યું. ખાસ કરીને એક તસ્વીરે તેને અંદરથી હલાવી નાખ્યો હતો, જેમાં એક માતા પોતાના બાળકને ખભા પર બેસાડીને પુરના પાણીમાં લઈ જઈ રહી હતી. જેના ચહેરા પર ઉદાસી કે તાણના કોઈ જ ભાવ નહોતા.

અને તે સ્ત્રીના ચહેરાના આ ભાવ તેને ખુબ જ ચિંતા ઉપજાવનારા લાગ્યા. કે તેણી કેટલી તકલીફોમાંથી પસાર થઈ હશે કે તેણી પોતાનું દુઃખ જ ભૂલી ગઈ ! જ્યારે જ્યારે હું આવી તસ્વીરો જોઉં છું ત્યારે ત્યારે મને વિચાર આ છે કે તે મારી પત્ની કે મારી દીકરી સાથે પણ બની શકે છે. “એસી ફોટોઝ બહોત ચૂભતી હે. માટે જ મેં આ કર્યું.”

તેણે લોકોને પણ અપિલ કરી છે કે તેમણે પણ પોતાની યથાશક્તિ પ્રમાણે આવી હોનારતોમાંથી રાજ્ય તેમજ તેનો ભોગ બનેલા લોકોને ઉભા થવા માટે દાન કરવા આગળ આવવું જોઈએ. આ જ માનવતા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ