અક્ષયકુમારનો દીકરો આરવ છે માસ્ટર શેફ – માતા ટ્વિંકલ ખન્નાએ શેર કર્યા ફોટો.

અક્ષય કોમારનો દીકરો છે ડેડી જેવો જ માસ્ટર શેફ, ફેમિલિ માટે બનાવ્યું ફુલ કોર્સ મેનું, માતા ટ્વીંકલે શેયર કરી તસ્વીરો

image source

સોશિયલ મિડિયા પર એક્ટીવ રહેતા લોકો માટે અક્ષય કુમાનો દિકરો આરવ કુમાર જરા પણ અજાણ્યો નહીં હોય. જો કે તે સ્વભાવે ઘણો શર્માળ હોવાથી જાહેરમાં ઘણો ઓછો જોવા મળે છે. અને વિદેશમાં અભ્યાસ કરતો હોવાથી તે મુંબઈમાં વધારે જોવા પણ નથી મળતો.

image source

આપણે હંમેશા જ્યારે કોઈ બાળકને જોઈએ ત્યારે અનાયાસે જ તેની સરખામણી તેના માતાપિતાના લૂક સાથે કરતા હોઈ છીએ જેમ કે તેની આંખો તેની માતા જેવી છે તો વળી નાક તેના પિતા જેવું છે વિગેરે વિગેરે અને જો તેમને નજીકથી જાણતા હોઈએ તો તેમની ટેવો-કુટેવો તેમની ખાસિયતો વિગેરેની સરખામણી પણ કરતા હોઈએ છીએ.

image source

આરવ કુમાર (ભાટીયા)માં તેની માતા અને પિતાનું સૌંદર્ય તો ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યું છે પણ તેનામાં માત્ર પોતાના પિતાનો દેખાવ જ નથી ઉતર્યો પણ પિતાના ગુણો પણ ઉતર્યા છે.

image source

આપણે સારી રીતે જાણીએ છીએ કે અક્ષય કુમાર ફિલ્મ લાઈનમાં પ્રવેશ્યો તે પહેલા બેંકકોકમાં માર્શલ આર્ટની ટ્રેનિંગ લેવાની સાથે સાથે તે ત્યાંની રેસ્ટોરન્ટમાં શેફ પણ રહી ચુક્યો છે. અને તે વાસ્તવમાં સારી રસોઈ કરી જાણે છે અને તેની આ જ કુકીંગ સ્કીલ તેના દિકરા આરવમાં પણ આવી છે. અને આ જ ખુલાસો ટ્વિંકલે પોતાના સોશિયેલ મિડિયા અકાઉન્ટ દ્વારા કર્યો છે.

image source

અક્ષય કુમારની લગભગ બધી જ ફિલ્મો સેંકડો કરોડોનો બિઝનેસ કરે છે. પણ તેનો અર્થ એ જરા પણ નથી થતો કે તે માત્ર કામમાં જ રચ્યો પચ્યો રહે છે. તે પોતાના કૌટુંબીક જીવનમાં પણ પુરતું ધ્યાન આપે છે.

image source

તે પોતાના નિયમો પર ચાલનારો માણસ છે. તે ક્યારેય રવિવારે કામ પર નથી જતો તે રવિવાર પોતાના કુટુંબ માટે ફાળવે છે. દીવસ દરમિયાન નક્કી કરેલા કલાકો જ કામ કરે છે અને રોજ નિયત સમયે શૂટ પર જતો રહે છે અને નક્કી કરેલા કલાકે શૂટ પરથી પાછો આવી જાય છે રાત્રે વહેલા સુઈ જાય છે સવારે વહેલા ચાર કે પાંચ વાગે ઉઠી જાય છે. તેને કોઈ પણ જાતની કુટેવો નથી.

image source

તો બીજી બાજુ ટ્વીંકલ પણ એક અતિ વ્યસ્ત વ્યવસાયી લાઈફ ધરાવતી હોવા છતાં પોતાના બાળકોના ઉછેરમાં કોઈ જ કચાસ નથી રાખતી અને કુટુંબ સાથે વિતાવેલી હળવી પળોને તે ઘણીવાર પોતાના સશોયિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરતી રહે છે. થોડા સમય પહેલા ટ્વિંકલે કેટલીક વાનગીની તસ્વીરો સોશિયલ મિડિયા પર શેયર કરી હતી.

image source

તે તસ્વીરો જોતાં તે ડીશ કોઈ એક્સપર્ટ શેફે બનાવી હોય તેવું લાગતું હતું. પણ વાસ્તવમાં તે ડીનર અક્ષયના દીકરા આરવે બનાવ્યું હતું. અને તેણે માત્ર સાદુ ડીનર જ નહીં પણ ફુલ કોર્સ ડીનર બનાવ્યું હતું તેણે ડીનરની સાથે સાથે ડેઝર્ટ પણ બનાવ્યું હતું. ટ્વિંકલને ખરેખર પોતાના દીકરા પર ગર્વ થતું હશે.

image source

અક્ષયે પોતાના દીકરાને પોતાની જેમ ફાઈટીંગ સ્કિલ્સ શીખવી છે તો વળી પોતાની જેમ બુનિયાદી સ્કીલ જેવી કે રસોઈ બનાવતાં પણ પોતાના દીકરાને શીખવ્યું છે. તમને જણાવી દઈએ કે આરવ પોતાના પીતાની જેમ રાંધી જ નથી જાણતો પણ પોતાના પિતાની જેમ એક માર્શલ આર્ટીસ્ટ પણ છે. તેણે જાપાની માર્શલ આર્ટ કુડો પણ શીખ્યું છે અને 2016માં તેમાં બ્લેક બેલ્ટ પણ મેળવ્યો છે.

ટ્વિંકલે આ પહેલાં પણ એકવાર પિતા-પુત્ર એટલે કે અક્ષય-આરવની રસોઈ બનાવતી તસ્વીર શેયર કરી હતી. જેમાં આ બન્ને પિતા-પુત્ર કીચનમાં ખુબ જ રસપૂર્વક રસોઈ બનાવી રહ્યા હતાં. આજે પણ અક્ષયને જ્યારે જ્યારે સમય મળે ત્યારે તે તેની પત્ની અને બાળકો માટે રસોઈ બનાવવાનો અવસર ચુકતો નથી.

image source

આરવની વાત કરીએ તો તે હાલ માત્ર 16 જ વર્ષનો છે અને તેણે શાળાનો અભ્યાસ પુર્ણ કરી લીધો છે અને હાલ તે લંડનમાં અભ્યાસ કરી રહ્યો છે.

શું આરવ ફિલ્મોમાં કેરિયર બનાવશે ?

અક્ષય કુમાર સાથે જ્યારે જ્યારે તેની ફિલ્મો આવતી હોય ત્યારે તેની સાથે ઇન્ટર્વ્યુ થતાં રહેતા હોય છે. અને આવા જ કેટલાક ઇન્ટર્વ્યુમાં તેને ઘણીવાર ફેમિલિને લગતાં પ્રશ્નો પણ પુછવામાં આવતા હોય છે. અક્ષયનો કરોડોનો ચાહક વર્ગ છે અને તે ચાહકો પણ તેની અંગત જીવનમાંથી કંઈક જાણવાની હંમેશા ઉત્સુકતા રાખતા હોય છે. અને તે જ હેતુ સર તેને એક વાર તેના દીકરા આરવને લઈ પ્રશ્ન પુછવામા આવ્યો હતો કે શું તેનો દીકરો ફિલ્મોમાં પ્રવેશ કરશે.

image source

ત્યારે અક્ષયે ખુબ જ સુંદર જવાબ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેને નથી ખબર કે તેનો દીકરો ફિલ્મોમાં આવવા માગે છે કે નહીં. અને તે બાબતે તે તેના પર ક્યારેય દબાણ પણ નથી કરવા માગતો. બાળકો પાસે તેમનું પોતાનું મગજ હોય છે. મારો દીકરો પણ અન્ય બાળકો જેવો જ છે. હું તેને તેની રીતે જ જીવવા દેવા માગું છું.

image source

અક્ષય – આરવ વચ્ચે થાય છે આ બાબતે ઝઘડો

એક સામાન્ય ફેમિલિની જેમ અક્ષયના ઘરમાં પણ નાના-નાના મીઠા ઝઘડાં થાય છે. જેમ કે તે ઘરે હોય કે શૂટ પર હોય પણ જો ક્યાંય પણ ક્રીકેટ મેચ ચાલતી હોય તો તેને જોઈને જ રહે છે. તે કલાકોના કલાકો તેને જોવામાં પસાર કરી દે છે. જો કે આરવને ક્રીકેટ જરા પણ પસંદ નથી અને તેના કારણે જ આ બાપ-દીકરા વચ્ચે મીઠા ઝઘડાં થાય છે જ્યારે તેની દીકરી નિતારાને પિતાની જેમ જ ક્રીકેટ જોવી ખુબ પસંદ છે.

image source

હાઉસફુલ 4ના પ્રમોશન દરમિયાન દીકરી નિતારાએ કર્યું કંઈક આવું

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) on

હાલ અક્ષય પોતાની ફિલ્મ હાઉસફુલ 4નાં પ્રમોશનમાં વ્યસ્ત છે અને તેની ટીમ ફિલ્મના પ્રમોશન માટે સમગ્ર ભારતમાં ફરી રહી છે. અને તાજેતરમાં તેણે આ હેતુસર ટ્રેનની મુસાફરી પણ કરી હતી અને સાથે પોતાની દીકરી નિતારાને પણ રાખી હતી. તેની જ એક સુંદર વિડિયો અક્ષયે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરી હતી. જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું, “મને ચિંતા હતી કે આ નાનકડી, ટ્રેનના 17 કલાકના પ્રવાસમાં કંટાળી જશે પણ તેણે તો મજા કરવાનો રસ્તો શોધી જ લીધો, ટેન્ટ બનાવ્યા અને ઓશિકા પર કુદકા પણ માર્યા.”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ