શું તમે જાણો છો કેમ અક્ષય કુમારની બહેને 55 વર્ષના વૃદ્ધ સાથે કર્યા લગ્ન?

બોલીવુડના ખિલાડી અક્ષય કુમાર આજે બોલીવુડના સૌથી વધારે સફળ ફિલ્મો આપનાર અભિનેતા બની ગયો છે. અક્ષય કુમાર ફક્ત બોલીવુડની ફિલ્મોના જ સુપરસ્ટાર નથી ઉપરાંત પોતાની રીયલ લાઈફમાં પણ એક સુપરસ્ટારની જેમ મહત્વની ભૂમિકા નિભાવે છે. અક્ષય કુમારને એક નાની બહેન છે જેનું નામ અલ્કા ભાટિયા છે.

અલ્કા ભાટિયા અક્ષય કુમારની નાની બહેન હોવા છતાં તેના વિષે ખુબ જ ઓછા લોકો જાણે છે તેમજ અલ્કા ભાટિયા ભાગ્ય જ કોઈ ટીવી ઇન્ટરવ્યુ કે મીડિયા સામે જોવા મળે છે. તેમજ અલ્કા ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર પણ કોઈ એકાઉન્ટ નથી.

પરંતુ થોડાક સમય પહેલા અક્ષય કુમારની બહેન અલકા ભાટીયાએ કઈક એવું કર્યું કે અક્ષય કુમાર પોતાની નાની બહેન અલ્કાથી નારાજ થઈ ગયા હતા અને ભાઈ બહેનના સંબંધમાં દરાર આવી ગઈ હતી. તો ચાલો જાણીએ નાની બહેનએ શું કર્યું કે અક્ષય કુમાર નારાજ થઈ ગયા.

 

image source

અલ્કા ભાટીયાએ પોતાના જીવનસાથી તરીકે પોતાનાથી ૧૫ વર્ષ મોટા વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા. તેમજ આ વ્યક્તિના અલ્કા ભાટિયા સાથે બીજા લગ્ન છે. આ વાત જાણીને અક્ષય કુમાર પોતાની બહેન અલ્કાથી નારાજ થઈ જાય છે. અક્ષય કુમારની બહેન વિષે પહેલા કોઈ ખાસ જાણતું હતું નહી. પરંતુ અલ્કા ભાટિયાના લગ્ન થયા ત્યારપછી તે ચર્ચામાં આવી.

અક્ષય કુમારની બહેને જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે તે વ્યક્તિ કોઈ અન્ય નહી પણ ભારતના ટોચના ૧૦૦ ધનાઢ્ય બીઝનેસમેનમાં સામેલ એવા સુરેન્દ્ર હીરાનંદાની છે. સુરેન્દ્ર હીરાનંદાનીએ રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલ બીઝનેસમેન છે. સુરેન્દ્ર હીરાનંદાનીના અલ્કા ભાટિયા સાથે બીજા લગ્ન છે જયારે તેમના પહેલી પત્ની પ્રીતિ સાથેના લગ્ન વર્ષ ૨૦૧૧માં ડિવોર્સ થઈ ગયા હતા અને વર્ષ ૨૦૧૨માં સુરેન્દ્ર હીરાનંદાનીએ અલ્કા સાથે લગ્ન કરી લીધા છે. જયારે તેમના પહેલા પત્ની પ્રીતિએ પણ એક ફેમીલી ફેંડ મિલન મહેતા સાથે વર્ષ ૨૦૧૭માં લગ્ન કરી લીધા છે.

image source

વર્ષ ૨૦૧૫ અને વર્ષ ૨૦૧૭માં રક્ષાબંધન નિમિત્તે અક્ષય કુમાર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડીયોમાં બન્ને ભાઈ-બહેનને મસ્તી કરતા જોઈ શકાય છે. અક્ષય કુમારની નારાજગી દુર થઈ ગઈ છે. તેમણે બહેનને લગ્નને સ્વીકારી લીધા છે. તેમજ અક્ષય કુમારે પત્ની ટ્વિન્કલ ખન્ના સાથે લગ્નમાં હાજરી પણ આપી હતી.

અલ્કાએ વર્ષ ૨૦૧૪માં આવેલ ફિલ્મ ‘ફ્ગલી’ પ્રોડ્યુસ કરી હતી જે બોક્સ ઓફીસ પર ચાલી નહી. વર્ષ ૨૦૧૭ના વિડીયોમાં અલ્કા અક્ષય કુમાર સાથેના ગાઢ સંબંધ અને મહિલા સશક્તિકરણ વિષે વાત કરી રહી છે.

image source

અલ્કા અને સુરેન્દ્ર લગ્ન કરી લીધા પછી હનીમુન માટે ટર્કી ગયા હતા. બંનેને એક દીકરી છે જેનું નામ સીમર છે.

અભિનેતા અક્ષય કુમાર અલ્કાના મોટાભાઈ હોવાથી બહેન પ્રત્યે ખુબ પ્રોટેક્ટીવ વલણ ધરાવે છે આથી તેમને બહેનનું પોતાનાથી ૧૫ વર્ષ મોટી ઉમરના વ્યક્તિ સાથે લગ્ન કરવાની વાતનો વિરોધ કર્યો હતો. અલ્કાની ઉમર લગ્ન સમયે ૪૪ વર્ષની હતી જયારે સુરેન્દ્ર હીરાનંદાનીની ઉમર ૫૯ વર્ષની હતી. અક્ષય કુમારને માતાએ સમજાવ્યા પછી તેઓ માની ગયા અને ૨૧ ડીસેમ્બર, ૨૦૧ના રોજ ગુરુદ્વારામાં લગ્ન થઈ ગયા પછી ૨૩ ડીસેમ્બર, ૨૦૧૨ના રોજ મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલમાં રીસેપ્શનનું આયોજન કર્યું હતું.

 

image source

હાલમાં અક્ષય કુમારની બહેન અલ્કા પોતાના પતિ સુરેન્દ્ર હીરાનંદાની સાથે અમેરિકામાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ