અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી જાહેરમાં ઝઘડી પડ્યા, પુરાવા તરીકે જોઇ લો VIDEO…

અક્ષય કુમાર અને રોહીત શેટ્ટી સુર્યવંશીના સેટ પર ઝઘડી પડ્યા ! જાણો સાચી હકીકત, અક્ષય કુમાર અને રોહીત શેટ્ટીના આ ઝઘડા વચ્ચેનું રમૂજી કારણ જાણી તમે પણ હસવાનું નહીં ખાળી શકો

image source

મિડિયામાં હંમેશા સારા સમાચાર કરતાં ખરાબ સમાચાર વધારે ઝડપથી ફેલાય છે. કોના કોની સાથે સંબંધ ટૂટ્યા કયા અભિનેતા કે અભિનેત્રીના કાકા કે પિતા મૃત્યુ પામ્યા કે પછી કોનીતબિયત બગડી કે કોનો કોની સાથે ઝઘડો થયો. ઘણી વાર તો ખબરની પુષ્ટિ કર્યા વગર જ સમાચાર બનાવી દેવામાં આવે છે અને પછી પાછળથી તે કોઈ અફવા જ સાબિત થાય છે. જો કે ઘણીવાર અફવાઓ સાચી પણ સાબિત થતી હોય છે.

image source

હાલ અક્ષય કુમાર રોહીત શેટ્ટી દીગદર્શીત ફિલ્મ સુર્યવંશી પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષય સાથે કેટરીના કૈફ પણ મુખ્ય પાત્ર ભજવી રહી છે. થોડા સમય પહેલાં જ રોહીત શેટ્ટી, અક્ષય કુમાર, રણવીર સિંહ તેમજ અજય દેવગનના સોશિયલ મિડિયા પેજ પર તેનું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું.

image source

પણ હાલ આ ફિલ્મ એક અનોખા જ કારણસરસ ચર્ચામાં છે. વાસ્તવમાં સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અક્ષય કુમાર અને રોહીત શેટ્ટી એકબીજા સાથે ઢીક્કાપાટુ એટલે કે મારા-મારી કરી રહ્યા છે. અને તેમને છુટ્ટા પાડવા માટે સેટ પર પોલીસ બોલાવવાનો પણ વારો આવ્યો હતો.

image source

આ વિડિયો વાસ્તવમાં અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો હતો. આ બન્ને વચ્ચેની ફાઇટીંગ રીયલ લાગી રહી છે અને જાણે ખરેખર તે બન્ને સેટ પર એકબીજા સાથે મારામારી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પણ આ મારામારી અને તેની વિડિયો શેર કરવા પાછળનું કારણ જાણીને તમને ઘણો આનંદ થશે અને રમૂજ પણ થશે.

વાસ્તવમાં થોડા સમય પહેલાં મિડિયામાં એવી અફવા ઉડી હતી કે અક્ષય કુમાર અને રોહીત શેટ્ટી વચ્ચે સુર્યવંશી ફિલ્મને લઈને મોટો મતભેદ સર્જાયો છે અને તેમની વચ્ચે સમાધાન લાવવા માટે કરણ જોહર મધ્યસ્થની ભુમિકા ભજવી રહ્યો છે.

image source

જે વાસ્તવમાં એક અફવા જ હતી અને રોહીત અને અક્ષય વચ્ચે તેવા કોઈ જ મતભેદ નથી થયા. પણ આ અફવાની મજાક ઉડાવવા માટે જ અક્ષય કુમારે રોહીત શેટ્ટી સાથેની નકલી ફાઇટ કરી અને તેનો વિડિયો બનાવી પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કર્યો હતો.

image source

આ મસ્તી અને મઝાક ભરી ફાઇટમાં ફિલ્મની લીડ એક્ટ્રેસ કેટરીના કૈફે પણ તેમનો ભરપુર સાથ આપ્યો હતો. વિડિયોમાં કેટરીનાએ સૌ પ્રથમ મોબાઈલ પર રોહીત અને અક્ષય વચ્ચેના મતભેદના સમાચાર બતાવ્યા અને ત્યાર બાદ અક્ષય અને રોહીત વચ્ચેની ફાઇટ બતાવી.

વિડિયોમાં રોહીત શેટ્ટી અક્ષય કુમારને મુક્કા મારતો ઓરડાની બહાર આવતો બતાવામાં આવ્યો છે તો સામે અક્ષય પણ રોહિતને પંચ પર પંચ મારી રહ્યો છે. અને છેવટે તે બન્નેને પોલીસ આવીને છુટ્ટા પાડે છે. અને છેવટે અક્ષય કહે છે “અમારી વચ્ચે મતભેદ થયો છે, ઝઘડો થયો છે તો પછી અમારી વચ્ચે ફાઈટ પણ થવી જોઈએ !” અક્ષયે આ વિડિયો શેર કરતાં જણાવ્યું હતું કે આ વીડીયો જોઈને તમારો દીવસ સુધરી જશે.

બોલીવૂડ હંગામાંની સાઇટ પર સમાચાર મુકવામા આવ્યા હતા કે અક્ષય અને રોહીત વચ્ચે ફિલ્મની ક્રીએટીવીટીને લઈ કેટલાક મતભેત છે અને અક્ષય અને રોહીતે સેટ પર એક બીજા સાથે વાતચીત કરવાનું પણ બંધ કરી દીધું છે. અને આ જ અફવાનું રમૂજી રીતે ખંડન કરવા માટે અક્ષય કુમારને આ ફની વિડિયો બનાવવાનો આઇડીયા આવ્યો અને તે વિડિયો આજે સોશિયલ મિડિયા પર વાયરલ થઈ ગયો છે.

image source

ફિલ્મ સુર્યવંશી 27 માર્ચ 2020માં રીલીઝ થવાની છે. રોહીત શેટ્ટી આ ફિલ્મના ડીરેક્ટર તો છે જ પણ સાથે સાથે તેમણે કરણ જોહર સાથે આ ફીલ્મ પાર્ટનરશીપમાં પ્રોડ્યુસ પણ કરી છે. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શ અને રોહિત શેટ્ટી પિક્ચર્સના બેનર હેઠળ બની રહી છે. તમને જણાવી દઈએ કે રોહીત શેટ્ટીના ફેવરીટ એક્ટર્સ અને તેની પુર્વ ફિલ્મોમાં કામ કરી ચુકેલા અજય દેવગન અને રણવીર સિંહે પણ આ ફિલ્મમાં કેમિયો રોલ કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ