અરેરેરે! આ શું આપ્યુ અક્ષય કુમારે તેની પત્ની ટ્વિંકલને ગિફ્ટમાં, એકલામાં કરજો આ સ્ટોરી ક્લિક

અક્ષયે ટ્વિંકલને આપી આજના જમાનાની સૌથી મોંઘી ગીફ્ટ ! પત્નીએ ખુશી ખુશી કરી તસ્વીર શેર ! જોઈ લો તસ્વીર

image source

આજકાલ અક્ષય કુમાર પોતાની આવનારી ફિલ્મ ગુડ ન્યૂઝના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તે વિવિધ સ્થળે તેમજ શોઝ પર ફિલ્મનું પ્રમોશન કરતો જોવા મળી રહ્યો છે.

અને કપીલ શર્માના શો પર જ અક્ષયને ટ્વિંકલ માટે મળી ગયું એક મોંઘેરુ ગિફ્ટ જેની તસ્વીરો ટ્વીંકલ ખન્નાએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી છે.

image source

ગુડ ન્યૂઝ ફિલ્મ આ વર્ષના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 27 ડિસેમ્બરે રિલિઝ થવા જઈ રહી છે જેનું પ્રમોશન હાલ ફિલ્મની સ્ટાર કાસ્ટ ફુલ જોશમાં કરી રહી છે.

અને ફિલ્મના પ્રમોશનની વાત હોય અને ફિલ્મની સ્ટારકાસ્ટ કપીલ શર્મા શો પર ન આવે તેવું તો ક્યારેય બનતું હશે ? અક્ષયની ટીમ પણ પહોંચી ગઈ કપીલ શર્માના શો પર.

image source

કપીલ શર્માના શોમાં આપણે જાણીએ છે તેમ આવનારા બધા જ સ્ટાર્સ પોતાની અંદર છૂપાયેલી રમૂજને પણ બહાર લાવતા પોતાની જાતને રોકી નથી શકતાં.

અહીં પણ અક્ષય અને કરીનાએ ફિલ્મનું પ્રમોશન કરતી વખતે ખુબ મસ્તી કરી અને સાથે સાથે પોતાની ફિલ્મો તેમજ કેરિયર સાથે જોડાયેલી ઘણી બધી અજાણી વાતો પોતાના દર્શકોને જણાવી.

image source

પણ આ શોમાં સારી વાત એ બની કે શો પર કરિનાને એક ખુબ જ અજાયબ ગિફ્ટ આપવામાં આવી જે આજના જમાનામાં ખુબ જ મોંઘી છે.

ખાસ કરીને ભારતમાં તો તેના ભાવ આકાશને આંબીને અંતરિક્ષ સુધી પહોંચી ગયા છે.

તમને જણાવી દઈએ કે શો દ્વારા કરીનાને નાનકડી ડુંગળીમાંથી બનાવેલી ઇયરીંગ્સ ભેટ આપવામાં આવી હતી. જે કરીના કપૂરને કંઈ ખાસ પસંદ ન આવી.

image source

પણ અક્ષયને આ ગિફ્ટ ખુબ જ ગમી ગઈ અને તેણે પોતાની પત્ની માટે તે લઈ લીધી. અને કરીનાથી વિરુદ્ધ ટ્વિંકલને અક્ષયની આ ગિફ્ટ ખુબ ગમી અને તેણી તે ગિફ્ટથી એટલી ખુશ થઈ ગઈ કે તેણી તેને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરતાં ન રોકાઈ શકી.

તેણે ફોટો પોસ્ટ કરતાં લખ્યું છે, મારા પાર્ટનર હમણા જ કપીલ શર્મા શો પર પર્ફોમ કરીને ઘરે પાછા આવ્યા છે અને તેમનુ કહેવું છે કે “આ ઇયરિંગ્સ કરીનાને ટીમે દેખાડી હતી. મને નથી લાગતું કે તેણીને તેકંઈ ખાસ પસંદ આવી હોય, પણ હું જાણતો હતો કે તને આ ખુબ ગમશે અને તું તેને ખુબ એન્જોય કરીશ એટલે હું તારા માટે લેતો આવ્યો.”

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

ટ્વિંકલને અક્ષયનું ગેશ્ચર ખુબ ગમ્યું તે માટે તેણીએ લખ્યું કે ક્યારેક ક્યારક તે નાની નાની બાબતો તમારા મનને અડી જાય છે.

image source

તમને જણાવી દઈએ કે કપીલ શર્મા આજે ટીવી ઇન્ડસ્ટ્રી પર બુલંદીનો સ્ટાર મનાય છે અને જેમ તેની સફળતાની કોઈ સીમા નથી રહી તેવી જ રીતે તેની ખુશીની પણ આજકાલ કોઈ જ સીમા નથી રહી કારણ કે તેને ત્યાં પુત્રીનો જન્મ થયો છે અને તે ભગવાન દ્વારા મળેલા આ આશિર્વાદથી ખુબ જ ખુશ છે.

જો કે હજુ સુધી તેણે પોતાના ફેન્સને દીકરીની ઝલક આપતી એક પણ તસ્વીર નથી બતાવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ