અક્ષય કુમાર દરેક ગર્લફ્રેન્ડને સિદ્ધિ વિનાયક મંદિરમાં લઈ જતો, ત્યાં જઈને કરતો આ વાત

બોલિવૂ઼ડના સુપરસ્ટાર ખિલાડી અક્ષય કુમારની અત્યારે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં બહુ બોલબાલા છે, પરંતુ એક સમય હતો જ્યારે તે એક સ્ટ્રગ્લિંગ એક્ટર હતો. જો કે આ વાત તેમની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન થયા તે પહેલાની હતી, આજે ભલે અક્ષય કુમાર પોતાની પત્ની પ્રત્યે વફાદારી સાબિત કરતો હોય પરંતુ એક સમય હતો જ્યારે અક્ષય કુમારની ગર્લફ્રેન્ડની લિસ્ટ બહુ લાંબી હતી. અક્ષય કુમારનું અફેર તેની દરેક ફિલ્મની હિરોઈન સાથે હતું. અક્ષય કુમારના અફેરની વાત કરીએ તો તેમાં રવીના ટંડન અને શિલ્પા શેટ્ટીનું નામ પણ સામેલ છે. રવીના ટંડને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અક્ષય પોતાની દરેક ગર્લફ્રેન્ડનો વિશ્વાસ જીતીને તેની સાથે સગાઈ કરી લેતો.

આજે અમે તમને જણાવીશું અક્ષય કુમારની ગર્લફ્રેન્ડની લિસ્ટ-

1 રવીના ટંડન-
રવીના અને અક્ષય બંનેનું અફેર ત્રણ વર્ષ સુધી ચાલ્યું હતું. રવીના અને અક્ષય તે સમયે બોલિવૂડ પર રાજ કરતા હતા. રવીનાએ ખુદ ઈન્ટરવ્યૂમાં અક્ષયની સાથે પોતાના રિલેશનશિપનો ખુલાસો કર્યો હતો. રવીનાએ જણાવ્યું કે અક્ષય પોતાની દરેક ગર્લફ્રેન્ડને સિદ્ધિવિનાયક મંદિર લઈ જઈને તેને અંગૂઠી પહેરાવતો અને તેની સાથે સગાઈ કરતો. ટ્વિંકલના પ્રેમમાં પડયા પછી અક્ષયે રવીના સાથે વિશ્વાસઘાત કર્યો.

2. આયશા જુલ્કા-
ફિલ્મો દરમિયાન અક્ષય કુમારનું અફેર અભિનેત્રી આયશા જુલ્કા સાથે હતું. આયશા ભલે ફિલ્મોમાં પોતાની કરિયર ન બનાવી શકી પરંતુ તેમને અક્ષયના દિલમાં પોતાની જગ્યા જરૂરથી બનાવી લીધી હતી. ફિલ્મ ખિલાડીના દરમિયાન બંને એક બીજાના પ્રેમમાં પડ્યા હતા પરંતુ અક્ષયે તેમની સાથે પણ વિશ્વાસઘાત કર્યો.

3. પૂજા બત્રા-
ફિલ્મોમાં આવ્યા પહેલા અક્ષય બોલિવૂ઼ડની અભિનેત્રી પૂજા બત્રાને ડેટ કરી રહ્યો હતો અને અભિનેત્રી સાથે લાંબા સમય સુધી અક્ષય ડેટ કરી રહ્યો હતો. તે સમયે પૂજા એક ફેમસમોડલ હતી અને પૂજાની મદદથી અક્ષય મોટી મોટી પાર્ટીઓમાં જતા હતા.પૂજા તો અક્ષયને લઈને બહુ સીરિયસ હતી પરંતુ અક્ષય તેમનો ઉપયોગ કરી રહ્યો હતો.

4. શિલ્પા શેટ્ટી-
રવીના ટંડન પહેલા અક્ષયનું દિલ શિલ્પા શેટ્ટી પર આવ્યું હતું. શિલ્પાની સાથે અક્ષયના અફેરની ચર્ચા બોલિવૂડમાં ચારેય તરફ થઈ રહી હતી. 90ના દાયકામાં આ બંનેની જોડી હોટ માનવામાં આવતી હતી. શિલ્પાએ એક ઈન્ડરવ્યૂમાં જાતે જ કહ્યું હતું કે અક્ષયે તેમની સાથે સગાઈ પણ કરી લીધી છે.

તેમજ અક્ષયની આ અભિનેત્રીઓ સિવાય કહેવામાં આવે છે કે તે પોતાનાથી ઉંમરમા મોટી રેખા સાથે પણ અફેર હતું. જો કે આ બધી જુની વાતો છે. લગ્ન પછી અક્ષય માત્ર પોતાની પત્ની ટ્વિંકલને જ પ્રેમ કરે છે અને આ વિશેની વાત તેમને ઘણી વખત કરી છે. આમ તો લગ્ન પછી પણ અક્ષયના અફેર્સની ચર્ચા થતી હતી તેમજ એવું પણ કહેવાય છે કે લગ્ન પછી અક્ષય કુમાર પ્રિયંકા ચોપરાને ડેટ કરી રહ્યો હતો. જો કે અત્યારે અક્ષય અને ટ્વિંકલ સુખી કપલ છે અને અક્ષય પણ હવે વૂમનમેન બની ગયો છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી