અક્ષય કુમારે ભારતીય નાગરિકત્ત્વ માટે કર્યું એપ્લાય, હવે કહેવાશે સાચો ‘ભારત કુમાર’…

અક્ષય કુમારે ભારતીય નાગરિકત્ત્વ માટે કર્યું એપ્લાય, હવે કહેવાશે સાચો ‘ભારત કુમાર’

image source

અક્ષય કુમારે છેવટે ભારતીય નાગરિકત્વ મેળવવા માટે અરજી આપી જ દીધી !

અક્ષય કુમાર બોલીવૂડનો અત્યંત સફળ અભિનેતા છે. તેના માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ લાખો ફેન્સ છે. તેની ફીલ્મો સેંકડો કરોડનો બિઝનેસ કરે છે.

છેલ્લા કેટલાક સમયથી તે ભારતના સામાજિક મુદ્દાઓ તે પછી ભ્રષ્ટાચાર હોય, દેશની સુરક્ષાનો મામલો હોય કે પછી દેશના અંતરિક્ષ વિજ્ઞાનની પ્રગતિ હોય, અથવા તો દેશના અંતરિયાળ ગામમાં રહેતી સ્ત્રીઓની તકલીફોનો મુદ્દો હોય તે આ પ્રકારની સમાજસુધારક ઘણી બધી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે અને તે બધી જ ફિલ્મો હીટ જઈ રહી છે.

image source

અને જાણે અજાણે પણ તેની સમાજ પર થોડા ઘણા અંશે પણ અસર થઈ રહી છે.

અત્યાર સુધી આવી ફિલ્મો કે જેમાં ભારત દેશ કેન્દ્રમાં હોય તે વિતેલા જમાનાના ફિલ્મ અભિનેતા, ડીરેક્ટર, પ્રોડ્યુસર મનોજકુમાર કરતાં આવ્યા છે અને માટે જ તેમને ‘ભારત કુમાર’ તરીકે લોકો અનઓફિશિયલી સંબોધતાં આવતા હતા.

image source

અને અક્ષય કુમાર પણ તેમના રસ્તે ચાલ્યો માટે લોકો તેને પણ નવો ‘ભારત કુમાર’ માનવા લાગ્યા છે. તેમ છતાં તેની ભારતીયતા પર અને દેશભક્તિ પર અવારનવાર પ્રશ્નો ઉઠતાં રહ્યા છે.

અને તે માત્ર તે ભારતીય નાગરિક નહીં હોવાના કારણે ? આમ તો અક્ષયના ફેન્સને ખબર જ છે કે તે ભારતીય નાગરિક નથી પણ કેનેડિયન સિટિઝનશીપ ધરાવે છે.

અને તેના કારણે તે એક નાગરિક તરીકેના કેટલાક હક્કો પણ નથી ધરાવતો જેમ કે મત આપવાને અધિકાર. અને તેના કારણે તેની નિંદા કરનાર લોકોને તેમની દેશભક્તિ પર પણ ઘણીવાર પ્રશ્નો કર્યા છે.

image source

આ વર્ષે જ્યારે લોક સભાની ચુટણી યોજાઈ ત્યારે અક્ષય કુમારે પોતાનો મત નહોતો આપ્યો અને તે વખતે ખાસ તેની ભારતીયતા પર અને ખાસ કરીને તેની દેશભક્તિ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે તે દેશ માટે આટલી બધી ફિલ્મો બનાવે છે તેમ છતાં તેણે ચુંટણીમાં મત કેમ ન આપ્યો.

ત્યારે તેને લોકોને ખુલીને જણાવવું પડ્યું કે તે કેનેડાનો પાસપોર્ટ ધરાવે છે અને માટે જ તે ભારતની ચુંટણીમાં વોટ નથી કરી શકતો.

image source

પણ હવે તેણે ભારતીય નાગરિકતા મેળવવા માટે એટલે કે ભારતીય પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી લીધી છે અને થોડા ક જ સમયમાં તે ભારતીય નાગરિક બની જશે. પણ આ મુદ્દે પ્રથમવાર અક્ષયે ખુલીને કંઈક કહ્યું છે.

ગઈ કાલે એટલે કે છઠ્ઠી ડીસેમ્બરે 17માં હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અક્ષય કુમાર અને કરીના કપૂર ખાને હાજરી આપી હતી.

અને આ પ્રસંગે બન્નેએ ફિલ્મો ઉપરાંત પણ ઘણા બધા મુદ્દે ખુલીને ચર્ચા કરી હતી. અને આ પ્રસંગે અક્ષયે પોતાની નાગરિકતા બાબતે પણ જવાબ આપ્યો.

image source

જ્યારે અક્ષયને પોતાની કેનેડિયન સિટિઝનશીપ પર પ્રશ્ન કરવામાં આવ્યો, તેમને પુછવામાં આવ્યું, “તમે આટલું સારું કામ કરી રહ્યાછો, પણ ક્યારેક-ક્યારેક તમારી નાગરિકતા વિષે પણ પ્રશ્નો ઉભા થાય છે તો તે વિષે તમારું શું કહેવું છે ?”

ત્યારે અક્ષયે આ વિષે ખુલીને ચર્ચા કરી તેણે જણાવ્યું, ‘જ્યારે મારી ઘણી બધી ફિલ્મો ફ્લોપ જઈ રહી હતી ત્યારે એક કેનેડાના મિત્રેએ મને કહ્યું કે તું કેનેડા આવી જા. આપણે બન્ને જોડે કામ કરીશું.

image source

મને લાગ્યું કે મારી કેરિયર ખતમ થઈ ગઈ છે. મારે બીજું કંઈક પણ કરવું પડશે. ત્યાર બાદ મેં કેનેડાના પાસપોર્ટ માટે પ્રોસેસ કરી જેથી કરીને હું ત્યાં વસી શકું અને મને કેનેડાનો પાસપોર્ટ મળ્યો.

ત્યાર બાદ મારી પંદરમી ફિલ્મ ચાલી ગઈ અને ત્યાર પછી મેં ક્યારેય પાછુ વળીને નથી જોયું.

પણ, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તે પાસપોર્ટને હું બદલું. મને દુઃખ થાય છે જ્યારે મારે એ પ્રૂવ કરવા માટે એક કોપી બતાવવી પડશે. પણ હવે મેં તેના માટે એપ્લાઇ કરીદીધું છે અને જલદી જ સમગ્ર પ્રક્રિયા પુરી થઈ જશે.’

image source

જો કે તેણે બીજી દલીલ એ પણ કહી કે તેણે ક્યારેય પોતાની પત્ની ટ્વીંકલની નાગરિકતા બદલવાનો વિચાર નથી કર્યો. ‘એવું જ હોત તો મેં મારી પત્નીને પણ કેનેડિયન બનાવી દીધી હોત.

મારી પત્ની સંપુર્ણ રીતે ભારતીય છે, મારો દીકરો પણ ભારતીય છે. મારા કુટુંબમાં જે કોઈ છે તે ભારતીય છે. હું પુરો ટેક્સ પણ ભરું છું. મારું જીવન અહીં છે.’

તો હવે જે કોઈને પણ અક્ષય કુમારની ભારત પ્રત્યેની વફાદારી કે પ્રેમ બાબતે પ્રશ્નો ઉઠતા હોય તેમને સંતોષ થવો જોઈએ કે અક્ષય હવે સંપુર્ણ રીતે ભારતીય બનવા જઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ