બદલાયેલા નિયમો સાથે અક્ષય કુમારે શરૂ કર્યુ એડનુ શૂટિંગ…

અક્ષય કુમારે લોકડાઉન દરમિયાન મુંબઇમાં એડ ફિલ્મ શૂટ કરી હતી! ખિલાડી કુમાર જોડે એટલું બધું કામ છે કે લોકડાઉન ખૂલતાં જ ચાલુ કરી દીધું એડ શૂટિંગ.

image source

કોરોના મહામારીનાં લીધે દેશભરમાં અત્યાર સુધી લોકડાઉનનાં લીધે ચાર કે તેથી વધુ લોકોને જાહેરમાં એકઠાં થવા પર રોક હતી..પણ, જેવું લોકડાઉન ચાર શરૂ થયું એ સાથે જ સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટનાં પગલે હવે લોકોની જીંદગી પાછી પાટે ચડી ગઈ હોય એવું લાગી રહ્યું છે.

image source

જાણીતા અભિનેતા અક્ષય કુમાર, પ્રખ્યાત એડ ફિલ્મ નિર્માતા અને ફિલ્મ નિર્માતા/નિર્દેશક આર.કે.બાલ્કી સાથે મુંબઇના જોગેશ્વરી વિસ્તારમાં આવેલા કમલિસ્તાન સ્ટુડિયોમાં એક એડ ફિલ્મનું શૂટિંગ કરતાં જોવા મળ્યાં. આ શૂટિંગ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યું હતું.

image source

સરકારે લોકડાઉન ચારમાં ઘણી છૂટછાટ ભલે આપી દીધી હોય પણ આ પ્રકારે શૂટિંગ કરવાની હજુ કોઈ છૂટ નથી આપી તો આ એડ ફિલ્મનું શૂટિંગ કઈ રીતે ચાલુ થયું? આ પ્રશ્ન તમને પણ સતાવી રહ્યો હશે. તો ચાલો તમને જણાવી દઇએ કે આ સ્વચ્છતા અને આરોગ્યને લગતા સંદેશની એક એડ ફિલ્મ છે એટલે જ આ એડનું શૂટિંગ શક્ય બન્યું છે.આ એડ ફિલ્મના શૂટિંગ માટે મુંબઇ પોલીસ અને અન્ય તમામ પ્રકારનાં ક્રૂ દ્વારા તમામ પ્રકારની જરૂરી પરવાનગી લેવામાં આવી હતી, જેની કોપી એબીપી ન્યૂઝ પાસે પણ ઉપલબ્ધ છે.

image source

નોંધનીય છે કે કેન્દ્ર સરકારના જળ ઉર્જા મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ માટે આ એડ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે, જેથી લોકોને કોરોના સંક્રમણના સમયગાળા દરમિયાન તેમની જવાબદારીઓનો ખ્યાલ આવે. અક્ષય કુમાર, જે આ એડ ફિલ્મમાં જોવા મળશે, તે સ્વચ્છ ભારતના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. આ ફિલ્મનું નિર્માણ મેલિન્ડા ફાઉન્ડેશન ઓફ બિલ એન્ડ મેલિન્ડેસ ગેટ્સના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

image source

આપ સૌ ને જણાવી દઈએ કે શૂટિંગ દરમિયાન, સામાજિક અંતર, સેનિટાઈઝેશન અને અન્ય બાબતો માટે પણ ખાસ કાળજી લેવામાં આવી હતી. શૂટિંગની આ સમગ્ર પ્રક્રિયા વિશે વાત કરતાં એડ ફિલ્મ ડાયરેક્ટર આર.કે. બલ્કીએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે, “આરોગ્ય વિભાગ માટે લોકડાઉન થયા પછી, અક્ષય કુમારે અને અમે બધાની જવાબદારીઓ પર આધારીત એક એડ ફિલ્મ શૂટ કરી હતી. આપણે બધાએ કામ પર જવું પડશે પરંતુ તે જ સમયે આપણે બધાએ પોતાને અને અન્યની રક્ષા કરવી પડશે. તમે બધાં ખૂબ કાળજી લો.

બાલ્કીએ આગળ કહ્યું, ” થોડી જ મિનિટોમાં, અમે બધા સરળતાથી સામાજિક અંતર, સેનિટાઇઝ્ડ સેટ્સ, સેનિટાઇઝ્ડ આઉટડોર સેટ, જંતુનાશક સ્ક્રીનો, માસ્ક વગેરેથી ટેવાઈ ગયાં હતાં. અમારી પાસે ક્રૂ બહુ ઓછા હતા, અમે ખૂબ જ કડક પ્રોટોકોલથી શૂટિંગ કર્યું. અને અમને સમજાયું કે અમે આ ખૂબ સરળતાથી કરી શકીએ. ”

image source

બાલ્કીએ એબીપીને વધુમાં જણાવ્યું હતું કે, “આ જાહેરાતના નિર્માતા અનિલ નાયડુએ અમને કહ્યું હતું કે અમે ખૂબ જ ઓછા લોકો અને મહત્તમ સુરક્ષા સાથે એક જ શુટ કેવી રીતે કરી શકીએ છીએ. શુટિંગ માટે અમારી પાસે પોલીસ અને અન્ય પરવાનગી હતી. અમારું શૂટિંગ કરવું તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું કારણ કે આ એડ ફિલ્મ દ્વારા આપવામાં આવેલ સંદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય આજે અમને એ પણ સમજાયું કે લોકડાઉન પછી શૂટિંગ માટે અમારે પોતાની જાતને કઈ રીતે તૈયાર કરવી પડશે. ”

છેલ્લાં અમુક વર્ષોથી અક્ષય કુમાર પોતાની દેશભક્તિ અને સામાજિક સંદેશો આપતી ફિલ્મો તથા દેશસેવા માટે કરવામાં આવતાં કાર્યોને લીધે ખૂબ જ લોકચાહના મેળવી ચૂક્યો છે.અક્ષય દ્વારા આ એડમાં જે કંઈપણ સંદેશો આપવામાં આવશે એનો બધાં લોકો અનુસરણ કરે એવી આશા.

Source: Amar Ujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ