ગુજરાત સિવાય ભારતમાં આ તહેવારો પર ધૂમ સોનુ ખરીદવાનો છે રિવાજ …વાંચો આ રસપ્રદ માહિતી……

માત્ર અખાત્રીજ જ નહિ, આ તહેવારો પર પણ સોનુ ખરીદવાનો ભારતમાં રિવાજ છે

ભારતીય લગ્નોમાં સોના પર આસાનીથી લગ્નના કુલ ખર્ચના 1/3 ખર્ચ કરવામાં આવે છે. પોતાના સંતાનોને લગ્નમાં સોનુ ગિફ્ટ કરવું એ દેવી લક્ષ્મીનો આર્શીવાદ આપવાની એક રીત ગણાય છે. લગ્નમાં ગિફ્ટ તરીકે આપવામાં આવેલું સોનુ કપલના ભવિષ્યને સુરક્ષિત બનાવવાના કામમાં આવી શકે છે. સોનું હંમેશા તમારા જીવનમાં મૂલ્યવાન કહેવાય છે. પછી તે આભૂષણના રૂપમાં હોય, કોઈ આલિશાન ગિફ્ટ હોય કે પછી ઈન્વેસ્ટમેન્ટના ભાગરૂપે હોય. પરંતુ કેટલાક એવા દિવસો છે, તાજેતરમા જ અખાત્રીજ ગઈ, જેમાં ભારતીય લોકો સોનુ ખરીદતા હોય છે, પણ ભારતમાં કેટલાક બીજા તહેવારો પણ છે, જેમાં તમે સોનુ ખરીદી શકો છે. જો તમે એ દિવસો વિશે જાણી લેશો, તો તમને સોનુ ખરીદવા માટે અખાત્રીજની રાહ નહિ જોવી પડે. ભાઈબીજ દિવાળીના પછી આવે છે. કિવંદતી છે કે, આ દિવસે ભગવાન વિષ્ણુએ રાજા બાલીને એક દિવસ પૃથ્વી પર આવવાનું વરદાન આપ્યું હતું. લોકો આ દિવસે એટલા માટે સોનુ ખરીદે છે, કેમ કે તે રાજા બાલીના અંતર્ગત સમૃદ્ધિનું પ્રતિક કહેવાય છે.

ગુડી પાડવો

હિન્દુ ચંદ્ર કેલન્ડર અનુસાર આ તહેવાર મહારાષ્ટ્રમાં ઉજવાય છે. લોકોનું માનવું છે કે, નવા વર્ષની શરૂઆતમાં સોનાના આભૂષણો સહિત કિમતી સામાન ખરીદવું શુભ હોય છે.

ઉગાડી

દક્ષિણ ભારતીય નવુ વર્ષ કર્ણાટક, તેલંગાના, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળનો સૌથી મોટે તહેવાર છે. આ દિવસ સોનાની ખરીદી માટે શુભ માનવામાં આવે છે. કેમ કે આ દિવસે સોનુ ખરીદવું આવનાર વર્ષમાં સૌભાગ્ય, સમૃદ્ધિ અને ધન લાવી શકે છે.

ઓણમ

કેરળમાં ઉર્જસ્વિતા અને ઉત્સાહની સાથે આ તહેવાર દસ દિવસ સુધી ઉજવાય છે. સોનાના આભૂષણો માટે આ એક ભાગ્યશાળી દિવસ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે ઓણમ સમૃદ્ધિ લાવે છે અને તે જીવનની નવી શરૂઆત કરવાનું પ્રતિક છે.

પોંગલ

આ એક તમિળ તહેવા છે, જે ચાર દિવસ માટે ઉજવાય છે. આ દિવસે સોનુ ખરીદવું સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્ય લાવે છે.

બૈસાખી

ઉત્તર ભારતમાં અનેક જગ્યાઓએ ખેતી માટે આ વિશેષ તહેવાર ઉજવાય છે. તે શીખોનું નવુ વર્ષ પણ છે. પંજાબમાં સોનાના આભૂષણોથી સજેલી મહિલાઓ પરિવારની ખુશી અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. તેથી આ તહેવાર પર તેઓ આભૂષણ ખરીદવાને પ્રાથમિકતા આપે છે.

કરવાચોથ

મહાભારતના સમય દરમિયાન કરવાચોથની પ્રથા શરૂ થઈ હતી. આ એક દિવસીય ઉજવી છે. જે હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં સેલિબ્રેટ કરાય છે. આ દિવસે પતિ તેમની પત્નીઓ સોનાના દાગીના ગિફ્ટ કરતા હોય છે.

નવરાત્રિ-દશેરા

દેવી દુર્ગાના નવ દેવી સ્વરૂપોને સ્વીકાર કરવા માટે આ દિવસ ઉજવાય છે. આ દિવસોમાં પણ સોનુ ખરીદવાની પ્રથા છે. જ્યારે કે દશેરા અસત્ય પર સત્યના જીતનું પ્રતિક કહેવાય છે. આ દિવસે પીળી ધાતુ ખરીદવી શુભ ગણાય છે.

આ ઉપરાંત ભારતમાં ધનતેરસ પર પણ સોનુ ખરીદવું અત્યંત ભાગ્યશાળી કહેવાય છે.

ધનતેરસ પર પણ સોનુ ખરીદવું અત્યંત ભાગ્યશાળી કહેવાય છે.

લેખન.સંકલન : અશ્વિની ઠક્કર 

દરરોજ આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ

ટીપ્પણી