આખા ભારત માટે અમદાવાદનો ઉદાહરણ રૂપ કિસ્સો, ઘરની હોસ્પિટલ હોવા છતાં બે વૃદ્ધાએ ઘરે રહીને કોરોનાને હરાવ્યો

જ્યારથી કોરોના આવ્યો ત્યારથી જ એવું કહેવામાં આવે છે કે બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે તેમને કોરોનાથી વધારે ખતરો રહે છે. ત્યારે આજે અમદાવાદના જે વૃદ્ધો વિશે વાત કરવી છે એમણે કંઈક અલગ જ કહાની રચી છે અને દાખલો બેસાડ્યો છે. તો આવો વિગતે વાત કરીએ આ કેસ વિશે. હાલમાં કે સામે આવ્યા છે એ વાત છે કોરોનાને માત આપીને બહાર આવેલાં અમદાવાદનાં બે સિનિયર સિટીઝન મહિલાની. 87 વર્ષનાં માલતીબેન ભગવતી અને 82 વર્ષનાં પત્રલેખાબેન બોડીવાલા ઇચ્છે ત્યારે હોસ્પિટલમાં દાખલ થવાની સુવિધા હોવા છતાં તેમણે ઘરે આઇસોલેટ રહી કોરોનાને માત આપી હતી.

image source

જો વિગતે વાત કરીએ તો બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે તેમની ડોક્ટર દીકરીઓની સલાહ લીધી હતી અને દવાખાનામાં દાખલ થવાને બદલે હોમ આઇસોલેશનમાં રહેવાનું જ નક્કી કર્યું હતું. તેમનું કહેવું છે કે, કોરોના થવાથી તણાવમાં આવવાની જરૂર નથી, ખોટા હાઈપર થનાર લોકોને વધારે નુકસાની ભોગવવી પડે છે. સામદેવ હોસ્પિટલના ડિરેક્ટર ડો. શેફાલી દેસાઈએ આ વિશે વાત કરી હતી કે આ મહિને જ અમારા પરિવારને કોરોનાનો ચેપ લાગ્યો હતો. મારી માતા માલતીબેનને પણ સંક્રમણ લાગ્યું હતું. આ સાથે જ મારી માતાને માઇલ્ડ બીપી, તાવ, શરદી, ઉધરસ, માથાનો દુખાવો જેવાં કોરોનાનાં તમામ લક્ષણો હોવા છતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવાને બદલે હોમ આઇસોલેશનમાં રાખ્યાં હતાં.

image source

આગળ વાત કરતાં ડોક્ટરે કહ્યું કે, તેમણે ઘરે જ જરા પણ તણાવ રાખ્યા વિના ઊંધા સૂવું, ડીપ બ્રીધિંગ અને પ્રાણાયમથી કોરોનાને હરાવ્યો છે અને દાખલો બેસાડ્યો છે. લોકો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારથી સ્ટ્રેસમાં આવી ડૉક્ટરની સલાહ વગર જ પોતે મૃત્યુના વિચારો સાથે હોસ્પિટલમાં દાખલ થવાની મથામણ કરવા લાગે છે, ઘણી વાર તો ડિપ્રેશનના કારણે ક્યારેક મૃત્યુ પણ પામે છે. એવું ન થાય એ માટે કોઈએ ખોટું તણાવ લેવું ન જોઈએ અને આરામથી કામ લેવું જોઈએ. એવો જ બીજો કેસ છે મણિનગરનો કે જ્યાં સિદ્ધિવિનાયક હોસ્પિટલનાં ડિરેક્ટર ડૉ.ગાર્ગી ખાંડેકરનાં માતા પત્રલેખાબેન બોડીવાલા (ઉં. 82)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઓક્સિજન લેવલ 90 સુધી પહોંચ્યું હતું.

image source

આ કેસમાં પણ રિસ્ક જરાય ઓછું નહોતુ. કારણ કે મોટી વય હોવા છતાં મનોબળ જાળવી દીકરીની હોસ્પિટલમાં જવાને બદલે પોતાને હોમ આઈસોલેટ કરી ડૉક્ટર દીકરીની સલાહ મુજબ દવા શરૂ કરી ગણતરીના દિવસોમાં કોરોનાને માત આપી હતી. ડૉ. ગાર્ગી જણાવે છે કે, કોરોનામાં બિલકુલ પેનિક થવાની જરૂર નથી. હોમ આઇસોલેશન તેનો ઈલાજ છે. આ બે કેસમાં આ વાત પણ સાબિત થતી જોવા મળી હતી.

image source

આ સાથે જ વાત કરીએ તો કોરોનાના વધતા કેસોને જોઈ પરિસ્થિતિ કાબુમાં લેવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો કે, હાલની સ્થિતિમાં રાજ્ય સરકારોએ ઓક્સિજન પહોંચાડવા આગામી ચાર દિવસમાં રોજેરોજનો ઈમર્જન્સી સ્ટોક તૈયાર કરવો. આ સાથે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે, કોરોના દર્દીઓ પાસે રહેણાકનો પુરાવો ના હોય, તો પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સરકારો તેમને ભરતી કરવાની કે જરૂરી દવા આપવાની ના નહીં પાડે. આ મુદ્દે કેન્દ્ર આગામી બે સપ્તાહમાં હોસ્પિટલમાં દર્દીને ભરતી કરવાની રાષ્ટ્રીય નીતિ બનાવે, જેનો તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોએ અમલ કરવાનો રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!