જલ્સા કરોને જેંતીલાલ

આખા દિવસ દરમિયાન શરીરને કેટલું પાણી જોઈએ અને તે ક્યાંથી મળશે જાણવા માટે વાંચો…

ઉનાળો શરૂ થઈ ગયો છે માટે ઉનાળામાં અતિ-અતિ મહત્ત્વના પાણી વિષે થોડી મહત્ત્વની વાતો જાણી લો.

પાણી આપણા રોજના જરૂરી પોષકતત્ત્વોમાં સૌથી મહત્ત્વનું તત્ત્વ છે. આપણે આપણી આસપાસમાં ઝાડપાન જોઈએ છીએ તે ઉનાળામાં કેટલા ચીમળાયેલા લાગે છે પણ વરસાદનું એક ઝાપટું પડતાં જ તે જાણે ખીલી ઉઠે છે. તે જ રીતે દિવસ દરમ્યાન જરૂરી પ્રમાણમાં એટલે કે 10થી 12 ગ્લાસ પાણી પીવાથી તમારી ચામડી અને વાળ પણ હંમેશા ખીલેલા રહે છે. રોજનું આવશ્યક પાણી શેમાંથી મળી રહે ?

આમ તો રોજની જરૂરિયાતમાં પાણી પવાથી જ પાણીનો ક્વોટા પુરો થઈ જાય છે, પરંતું આ સીવાય પીવામાં આવતું પ્રવાહી જેમ કે ચા, કોફી, દૂધ, છાશ, બીંલુનું શરબત વિગેરે પણ પાણીનું જ એક બીજું સ્વરૂપ ગણાય છે. ઉપરાંત ફળ, શાકભાજીમાં પણ પાણીનો ભાગ આવેલો છે. જેમ કે તરબૂચ, ટેટી, ટામેટા, નારંગી વિગેરેમાં પણ વિપુવ પ્રમાણમાં પાણી હોય છે.

પાણી શરીર માટે શું ભાગ ભજવે છે ? પાણી આપણને આ રીતે મદદરૂપ થાય છે

– શરીરમાં તાપમાન નોર્મલ રાખે છે

– અવયવોને લ્યુબ્રીકેટ કરે છે અને જોઈન્ટને મજબૂત રાખે છે.

– સ્પાઇનલ કોડને પ્રોટેક્ટ કરે છે અને સેન્સીટીવ ટીશ્યુને પ્રોટેક્ટ કરે છે.

– શરીરમાંથી કચરો કાઢવાનું કામ કરે છે, પરસેવો, પેશાબ, અને મળ દ્વારા કચરો બહાર કાઢે છે.

તમારા રોજના ખોરાકમાં પાણી કેવી રીતે વધારશો ? રોજેરોજ પાણી પીવામાં વધારો કરી અને પાણીનું પ્રમાણ વધારવું હિતાવહ છે.

રોજ પાણી પીવા માટે:-

– બહાર જવા નીકળો ત્યારે હંમેશા સાથે પાણીની એક બોટલ રાખો. ગમે તેટલી દોડાદોડ હોય ઘરેથી પાણીની બોટલ સાથે લઈ જવાનું ન ભુલવું.

– દરરોજ રાત્રે ફ્રીઝરમાં રાખી શકાય તેવી બોટલ પાણી ફ્રીજ કરવા મૂકી દો. જેથી કરીને બીજા દિવસે જ્યારે તમે ઘરની બહાર હોવ ત્યારે તમને ઠંડુ પાણી મળી રહે.

– બહાર જમવા જાઓ ત્યારે જમતી વખતે સાથે ઠંડા પીણાની જગ્યાએ પાણીની બોટલ મંગાવો.

– પાણીને સ્વાદિષ્ટ બનાવા પાણીમાં ½ લીંબુ નીચોવી રાખો. આમ કરવાથી પાણી વધુ પી શકાશે.

આમાં ઠંડાપીણાનો સમાવેશ કરવો ?

ગળ્યા ઠંડાપીણા પીવાથી પાણીમાં તો તેની ગણતરી થશે જ પરંતુ તેમાં આવતી ખાંડના કારણે કેલરી વધી જશે. વળી તેનાથી ફાયદો થવાના બદલે નુકસાન થશે માટે એવું પાણી પીવો જેમાં કેલેરીનો વધારો થાય નહીં. માટે જ ખાંડ વગરનુ લીંબુ પાણી, ઓછા મીઠાવાળી છાશ, મલાઈ વગરના દૂધમાંથી બનાવેલા ચા કોફી પ્રવાહી તરીકે ગણી શકાય.

સૌજન્ય : લીઝા શાહ (ડાયેટીશ્યન)

Exit mobile version