અકસ્માતમાં ખોઈ દીધા હતા બન્ને હાથ, હવે આ છોકરી ડૉક્ટર અને મોટિવેશનલ સ્પીકર છે, વાંચો પ્રેરણાદાયી કહાની…

અકસ્માતમાં ખોઈ દીધા હતા બન્ને હાથ, હવે આ છોકરી ડૉક્ટર અને મોટિવેશનલ સ્પીકર છે બોમ દુર્ઘટનામાં હાથ ગયા બાદ હું ૧૮ મહિનાં હોસ્પિટલમાં રહી અને ઘણા ઓપરેશન થયા.

(એક દુર્ઘટનામાં હાથ ગુમાવી દેનાર માલવિકા અય્યર એ આજ હાથનાં જોર પર પીએચડી પુરું કર્યુ.હવે એ મોટિવેશનલ સ્પીકર અને ફેશન મોડલ પણ છે. લોકો પૂછે છે કે વગર આંગળીઓ એ લખવા વાંચવાનું કામ કેવી રીતે કર્યુ. તે પોતાના હાથ તરફ ઈશારો કરતા કહે છે – આ મારી એકમાત્ર અને સૌથી ખાસ આંગળી છે,જેણે મને આ મકામ સુધી પંહોચાડી.વાંચો,માલવિકાને.)

મારો જન્મ તામિલનાડુમાં થયો હતો.બાળપણ બિકાનેરમાં વિત્યું. જ્યાર સુધી બધુ સામાન્ય હતું, હું પણ સામાન્ય બાળકી હતી. રમતી-જમતી અને ભણતી. ૧૩ વર્ષની હતી,ત્યારે એક દુર્ઘટના એ મારી જિંદગી બદલીને રાખી દીધી. એક દિવસ રમતા રમતા હું ઘરથી થોડી દૂર ચાલી ગઈ.ત્યાં એક બોમ્બ પડેલો હતો.જેમ કે મારી રાહ જોઈ રહ્યો હોય. આમ તો રમતા રમતા હું કદી અહીં ત્યાં નહોતી ભટકતી.

એ મે ની બપોર હતી,આજુબાજુ કોઈ નહોતુ. બોમ એટલો રંગીન અને ગોળમટોળ લાગ્યો કે મે તેને ઝટથી ઉઠાવી રાખી લીધો.ઘર પહોંચી કાંઈ કામ રહી હતી. હથોડીની જરૂર હતી પણ એ ક્યાંય નજર ન આવતા બોમ્બની યાદ આવી અને મે તેનો ઉપયોગ કર્યો. એ ગ્રેનેડ હતો. મારા હાથમાં ફાટી ગયો.

હજીપણ મગજમાં ત્યાર પછીનો સમય જીવંત છે. હું પેન પકડવી કે મારા હાથથી જમવા જેવું કામ પણ નહોતી કરી શકતી.પગથીયા નહોતી ચડી શકતી કારણ કે પગમાં પણ જખમ હતા.એવુ લાગતુ હતુ કે મારા પગ શરીરનો ભાગ નથી. મા જ મારા બધા કામ કરતી અને હું વારેવારે એમનાથી માફી માંગતી રહેતી કે મારા કારણે એ આટલી તકલીફમાં છે.

૧૮ મહિના સુધી મારા કઈક ઓપરેશન થયા. હવે કોણીથી નીચે મારા હાથ નહોતા અને ઘોડીનાં આશરે મેં ચાલવાનું શરૂ કરી દીધું હતુ. આ મારા માટે ઉપલબ્ધિથી ઓછુ નહોતું. ડાંસ કરવો મારું જુનૂન હતુ પરંતુ હવે મારુ બધુ ધ્યાન ભણવામાં જ હતુ. અકસ્માતનાં કારણે ૯માંની પરિક્ષા નહોતી આપી શકી એટલા માટર ૧૦મા બોર્ડમાં બેસવાનું નક્કી કર્યુ. લખવાની પ્રેક્ટિસ કરી અને ૧૦માં માં ટોપ કર્યુ,ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ એ પણ મને અભિનંદન આપ્યા હતા.

કોલેજમાં ભણવાનું શરૂ કર્યુ તો પહેલા પહેલા મારા કોઈ મિત્ર નહોતા. કોઈ કાં તો સહાનુભૂતિથી જોતું અથવા દયાથી. હું પોતે મારા શરીર સાથે સામાન્ય નહોતી અને પોતાને પોતાનાથી છુપવવા કોશિશ કરતી રહેતીમ ધીરે ધીરે સમજ આવ્યું કે હું સામાન્ય થઈ જાઉ તો મારી આજુબાજુ પણ મને સરળતાથી સ્વિકારશે. જોકે ઘણી વસ્તુ મારા માટે મુશ્કેલ હતી. હું વગર દુખ્યે ચાલી નહોતી શકતી અને મિત્રો સાથે કોઈપણ જગ્યાએ આવી-જઈ નહોતી શકતી.મે મારી શારીરિક સીમાઓને સમજી અને એમની સાથ જ મિત્રતા કરી.

સોશ્યલવર્કમાં માસ્ટર્સ કરતા અનુભવ થયો કે મારી તકલીફો કેટલી ઓછી છે. મે એ જ વિષય પર વાત શરૂ કરી અને એમ.ફિલ. બાદ પીએચડી શરૂ કરી.લગભગ વર્ષભર પેલા મે મારી પીએચડી પૂરી કરી.

હવે હું ખોટા હાથ નથી લગાવતી.આ જ હાથો સાથે બહાર આવુ-જાવ છુ અને બધા કામ કરુ છુ. ભણતર દરમિયાન જ અહેસાસ થયો કર હું અફોર્ડ કરી શકુ છુ પરંતુ જેમની પાસે સુવિધા નથી, બહાની દુનિયા તેમની સાથે કેવી વ્યવહાર કરતી હશે! ત્યારે મે આજ હાથોની સાથે બધા કામ શિખવાનું અને કરવાનું શરૂ કર્યું.