આકાશ અને ઇશા અંબાણી જોવા મળ્યા જીમમાં, વાયરલ તસવીરો જોઇ લો તમે પણ

જોડિયા ભાઈ બહેન આકાશ અને ઇશા અંબાણી જોવા મળ્યા જીમમાં

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે ભાઈ-ભાઈ કે ભાઈ-બહેન કે બહેન-બહેન વચ્ચેનો સંબંધ અનેરો હોય છે તેમની વચ્ચે એક અનેરું કનેક્શન હોય છે પણ જ્યારે વાત જોડિયા ભાઈ ભાંડરડાની થતી હોય ત્યારે આ કનેક્શન ઓર વધારે ઉંડું અને પાક્કું હોય છે. કારણ કે તેઓ એક સાથે માતાના ગર્ભમાં રહ્યા હોય છે અને એક સાથે જ આ દુનિયામાં જન્મ લે છે.

image source

આકાશ અને ઇશા અંબાણી વચ્ચેનું બોન્ડિંગ પણ કંઈક તેવું જ છે. ક્યારેક આપણે આપણા ભાઈ બહેનના દુશ્મન બની જઈએ છે તો ક્યારેક તેમના બેસ્ટ ફ્રેન્ડ બની જઈએ છે. આકાશ અને ઇશા વચ્ચે પણ કંઈક તેવોજ સંબંધ છે.

image source

ગયા વર્ષે વોગ મેગેઝિનના એક ઇટરવ્યુંમાં ઇશાએ જણાવ્યું હતું કે તેણી અને તેણીનો જોડિયો ભાઈ આઈવીએફ બાળકો છે. ધનાડ્ય કુટુંબમાંથી આવતા હોવા છતાં તેમને પણ પોતાના કુટુંબમાંથી પૈસાની કીંમત, કઠોર પરિશ્રમ અને વિનમ્રતા શીખવવામાં આવ્યા છે.

image source

આકાશ અને ઇશા એકબીજા સાથે અનોખું બોન્ડીંગ ધરાવે છે. આકાશે એક ફંક્શનમાં પોતાની બહેન સાથે તે કેવું જોડાણ ધરાવે છે તે વિષે તેણે કેટલાક લાગણી ભર્યા શબ્દો કહ્યા હતા. જે તમે આ વિડિયોમાં જોઈ સાંભળી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Shloka_Akash_Ambani (@shloka_akash_ambani) on

ગયા મહિનાના અંતમાં આ બન્ને ભાઈ બહેન ફરી એકવાર એક સાથે જોવા મળ્યા હતા અને તેમની આ તસ્વીર સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ તસ્વીરમાં આકાશ અને ઇશા વર્કાઉટ સેશન બાદ પોતાના એક મિત્ર સાથે પોઝ આપી રહ્યા છે. આકાશે વ્હાઇટ ટીશર્ટ અને ગ્રે શોર્ટ્સ પહેર્યા હતા તો ઇશા પણ ગ્રે જીમ વિયરમાં જોવા મળી હતી. બિલકુલ મેકઅપ વગર.

image source

આકાશે એક ઇન્ટર્વ્યુમાં પોતાના ઇશા સાથેના બોન્ડિંગ વિષે જણાવતા કહ્યું હતું, ‘ઇશા અને હું એક ખાસ બોન્ડીંગ ધરાવે છે. અનંત મને ખુબ જ સારી રીતે સમજે છે. જે ખરેખ અદ્ભુત છે.’ તેણે તેમ પણ જણાવ્યું હતું કે જ્યારે ક્યારેય ઇશા અને તે એક જ સીટીમાં હોય છે ત્યારે તેઓ એક સાથે ડીનર લેવાનું ચૂકતા નથી અને આ તેમના દાદા, ધીરુભાઈ અંબાણીની પરંપરા છે જે તેઓ હંમેશા ફોલો કરે છે.

image source

ચાર ચાર ભાઈઓ વચ્ચેના ઉછેર વિષે ઇશાએ એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યુ હતું, ‘ઘરમાં હું ચાર છોકરાઓ વચ્ચે એકલી છોકરી હતી. આકાશ, અનંત, અનમોલ, અંશુલ અને હું. તો મારે ત્યાં ટકી રહેવા માટે ટીખળખોર બનવું જ પડતું.

જો હું શાંત રહેત કે બીજું કંઈક કરત તો તેઓ મને તેમની રમતોમાં કે મસ્તીમાં શામેલ ન કરત. હું એક ટોમબોયની જેમ જ ઉછરી છું, ઘરમાં કોઈ પણ જાતને ભેદભાવ નહોતો રાખવામાં આવતો. મને એવું ક્યારેય નહોતું કહેવામાં આવ્યું કે તું એક છોકરી છો તો તું તે ન કરી શકે કે ફલાણું ન કરી શકે.’

image source

તેણે પોતાના ભાઈ આકાશ વિષે જણાવ્યું હતું, ‘આકાશ એક વિશાળ હૃદયનો માણસ છે. તેણે મારા માટે પોતાના લગ્નની તારીખ બદલી હતી. શ્લોકા સાથે તેની સગાઈ મારા અને આનંદ પહેલા થઈ હતી. પણ તેણે તરત જ કહી દીધું, ‘હું તમારા પછી લગ્ન કરીશ મારા લગ્નની તારીખો તમે લઈ લો.’ તે એક ખુબ જ દયાળુ વ્યક્તિ છે. તે ખુબ જ શાલિનતા ભર્યો, સહાનુતીથી તરબતર અને કોમળ હૃદયનો વ્યક્તિ છે બીલકુલ શ્લોકા જેવો જ.

image source

તેણીએ શ્લોકા સાથેની પોતાની મિત્રતા વિષે જણાવતા કહ્યું હતું કે તેણી અને શ્લોકાની બહેન 25 વર્ષથી એકબીજાની ખાસ બહેનપણીઓ છે. શ્લોકા સાથે તેની મિત્રતા અંબાણી શાળામાં આવ્યા પછી થઈ. અને ત્યાં શ્લોકા અને તે બન્ને એક જ ક્લાસમાં અભ્યાસ કરતા હતા. તો હું તેમની ત્રીજી બહેન હતી તેમ કહી શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ