આ કલાકારો ન જોઈ શક્યા પોતાની છેલ્લી ફિલ્મ, ફિલ્મ રિલીઝ પહેલા જ ચાલ્યા ગયા દુનિયા છોડીને, દર્શકોએ આપ્યો ખૂબ જ પ્રેમ.
એક ફિલ્મ માટે એકટર તનતોડ મહેનત કરે છે અને એ પછી એની એક જ ઈચ્છા હોય છે કે ફિલ્મ બન્યા પછી એ એને જોવે અને લોકોની વાહવાહી લૂંટે, પણ અમુક એવા પણ કલાકારો છે જેમની આ ઈચ્છા અધૂરી રહી ગઈ. ફિલ્મી કલાકારો જેમની ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ એમનું અવસાન થઈ ગયું. તો ચાલો જાણી લઈએ આવા જ કેટલાક કલાકારો અને એમની ફિલ્મો વિશે.
ઋષિ કપૂર.

કેન્સરથી લડતા લડતા ઋષિ કપૂરે 30 એપ્રિલ 2020એ આ દુનિયાને અલવિદા કહી દીધું હતી. ઋષિની છેલ્લી ફિલ્મ છે શર્માજી નમકીન. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું શુટીંગ હજી અધૂરું છે. ઋષિ કપૂર એમનું આખુ પાત્ર શૂટ નહોતા કરી શક્યા પણ હવે એકટર પરેશ રાવલ ફિલ્મ શર્માજી નમકીનના બાકી બચેલા ભાગને ઋષિ કપૂરના એ જ પાત્રમાં પુરી કરશે.ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું પહેલી વાર બનશે જ્યાં કોઇ અન્ય એકટર બીજા એક્ટરના બચેલા કામને આગળ પૂરું કરશે. ફિલ્મ નિર્માતા અને પરેશ રાવલે ઋષિ કપૂરના સમ્માનમાં આ રીતનો નિર્ણય કર્યો છે.
ઈરફાન ખાન

બોલિવુડ અભિનેતા ઈરફાન ખાન ગયા વર્ષે 29 એપ્રિલ 2020માં કેન્સર સામે એક વર્ષ સુધી સતત લડ્યા પછી દુનિયા છોડીને ચાલ્યા ગયા. ફક્ત બૉલીવુડ જ નહીં હોલિવુડમાં પણ ઈરફાન ખાન પોતાની એક્ટિંગને સાબિત કરી ચુક્યા હતા. ઈરફાન ખાનની ફિલ્મ ધ સોન્ગ ઓફ ધ સ્કોર્પિયન્સ” જલ્દી જ રિલીઝ થવાની છે. અંગ્રેજી મીડીયમ એકટર ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મ માનવામાં આવી રહી હતી.પણ ફિલ્મ ધ સોન્ગ ઓફ ધ સ્કોર્પિયન્સ એમની છેલ્લી ફિલ્મ હશે. એમના અવસાન પછી ફિલ્મના નિર્માતાઓએ એમને ટ્રીબ્યુટ આપવા માટે હવે ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.
સુશાંત સિંહ રાજપૂત.

બોલિવુડના સૌથી યંગ અને ફેમસ ગણાતા એકટર સુશાંત સિંહ રાજપૂતના અવસાનનો આઘાત બધાને જ લાગ્યો હતો. સુશાંતે 14 જૂન 2020ના રોજ પોતાના બાંદ્રા સ્થિત ફેલટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. એમની છેલ્લી ફિલ્મ દિલ બેચારા હતી જેને એમના અવસાન પછી 24 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવી હતી. જે થોડાક જ દિવસોમાં સૌથી વધુ જોવાયેલી ફિલ્મ સાબિત થઈ. સુશાંતના ગયા પછી એમની છેલ્લી ફિલ્મ જોવી દરેક વ્યક્તિ માટે એક ઇમોશનલ બ્રેકડાઉન સાબિત થઈ.
શ્રીદેવી.

24 ફેબ્રુઆરી 2018ના રોજ થયેલું શ્રીદેવીનું અવસાન બધા માટે એક મોટો ઝટકો હતો. એક્ટ્રેસ શ્રીદેવીનું અવસાન દુબઈની એક હોટલમાં એક દુર્ઘટનાના કારણે થયું હતું. શ્રીદેવી પોતાના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા ગઈ હતી. એક્ટ્રેસ શ્રીદેવીની છેલ્લી ફિલ્મ શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ઝીરો હતી. શ્રીદેવીએ ફિલ્મમાં કેમિયો રોલ કર્યો હતો જે એમના અવસાન પછી ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી.
ઓમપુરી.

બોલિવુડના સિનિયર એકટર ઓમ પુરીનું અવસાન 6 જાન્યુઆરી 2017માં હાર્ટ એટેકના કારણે થયય હતું. ઓમપુરીએ અવસાન પહેલા જ પોતાની છેલ્લી ફિલ્મ ટ્યુબલાઈટનું શૂટિંગ પૂરું કર્યું હતું. ફિલ્મ ટ્યુબલાઈટમાં સલમાન ખાન લીડ રોલમાં હતા. ફિલ્મને ઓમ પુરીના અવસાન પછી 25 જૂને ઈદના અવસર પર રિલીઝ કરાઈ હતી પણ ઓમ પુરી પોતાની છેલ્લી ફિલ્મ ન જોઈ શક્યા.
ફારૂખ શેખ.

લોકપ્રિય અભિનેતા ફારૂખ શેખનું 28 ડિસેમ્બર 2013માં હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. વર્ષ 2013માં એમના અવસાન પછી 28 માર્ચ 2014માં એમની છેલ્લી ફિલ્મ યંગીસ્તાન રિલીઝ થઈ. રાજનીતિ પર બનેલી આ ફિલ્મમાં ફારૂખ શેખ સિવાય જેકી ભગનાની અને નેહા શર્મા લીડ રોલમાં હતા.
શમ્મી કપૂર.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગગજ અભિનેતા શમ્મી કપૂર પણ પોતાની છેલ્લી ફિલ્મ નહોતા જોઈ શક્ય. અભિનેતા શમ્મી કપૂરનું અવસાન 14 ઓગસ્ટ 2011માં થયું હતું. એમના અવસાનના ત્રણ મહિના પછી એમની છેલ્લી ફિલ્મ રોકસ્ટાર રિલીઝ થઈ હતી. શમ્મી કપૂરની ફિલ્મ રોકસ્ટાર 11 નવેમ્બર 2011ના રોજ રિલીઝ થઈ. ફિલ્મમાં શમ્મી કપૂરની સાથે એમના ગ્રેટ નવફ્યુ રણબીર કપૂર લીડ રોલમાં હતા.
ફિલ્મ કલાકારોના અવસાન પછી એમની ફિલ્મોન3 હંમેશા સારો રિસ્પોન્સ મળતો રહ્યો છે. એમના અવસાન પછી દર્શકો ઘણા ભાવુક થઈને એમની ફિલ્મો જોવે3 છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,