હનુમાન જયંતિ પર બની રહ્યો છે ગજકેસરી યોગ, કરજ મુક્તિ માટે આટલું અજમાવી જુઓ…

હિંદુ પંચાગ અનુસાર આ વખતે કેસરી નંદન ભગવાન હનુમાનજીનો જન્મોતસ્વ ૧૯ એપ્રિલ ૨૦૧૯, શુક્રવારનાં રોજ ઉજવવામાં આવશે. ખાસ વાત આ છે કે આ દિવસે હનુમાનજીનો જન્મ બે ખાસ નક્ષત્રોમાં થઈ રહ્યો છે. વર્ષો બાદ બની રહેલા આ રીતનાં જ્યોતિષ નક્ષત્રને ભક્તો માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યા છે.આવામાં જો તમે આર્થિક તંગીથી છૂટકારો મેળવવા માંગો છો કે પોતાની કોઈ મનોકામના પૂરી કરવા ઈચ્છો છો તો આ દિવસે શુભ મુહૂર્તમાં આમ કરો સંકટમોચન ભગવાન હનુમાનજીનું પૂજન.

હનુમાન જયંતિનું શુભ મુહૂર્ત હનુમાન જયંતિ પર આ વખતે બે ખાસ જ્યોતિષ નક્ષત્ર યોગ બની રહ્યા છે. પહેલું ચિત્રા અને બીજું ગજકેસરી યોગ. પંચાંગ મુજબ ૧૮ એપ્રિલની રાત્રે ૯ વાગ્યેને ૨૩ મિનિટ પર ચિત્રા નક્ષત્ર પ્રારંભ થઇ જશે. આ નક્ષત્ર આગલા દિવસે એટલે કે ૧૯ એપ્રિલની સાંજે ૭ વાગ્યે ને ૧૯ મિનિટ સુધી માન્ય રહેશે. જ્યારે બીજું નક્ષત્ર ગજકેસરી સૂર્યોદયથી જ પ્રારંભ થઈ જશે. આ બન્ને નક્ષત્રો વચ્ચે જ કેસરી નંદન ભગવાન હનુમાનનો જન્મ થશે.

કેવી રીતે કરવી ભગવાન હનુમાનજીની પૂજા?

-હનુમાનજીની પૂજા અભિજિત મુહૂર્તમાં કરવી.

-ઉત્તર-પૂર્વ દિશામાં ચૌકી પર લાલ કપડું રાખવું.

-હનુમાનજીની સાથે શ્રીરામજીનાં ચિત્રની સ્થાપના કરવી.

-હનુમાનજીને લાલ અને રામજીને પીળા ફૂલ અર્પિત કરવા.

-લાડુઑ સાથે સાથે તુલસી દલ પણ અર્પિત કરવા.

-પહેલા શ્રીરામનાં મંત્ર “રામ રામાય નમ:” નાં જાપ કરવા.

-બાદમાં હનુમાનજીનાં મંત્ર “ૐ હં હનુમતે નમ:” નાં જાપ કરવા.

આર્થિક લાભ અને કરજ મુક્તિનાં ઉપાય

-હનુમાનજી સામે ચમેલીનાં તેલનો દિવો પ્રગટાવવો.

-હનુમાનજીને ગોળનો ભોગ લગાવો.

-ત્યારબાદ હનુમાન ચાલીસાનાં ૧૧ વાર પાઠ કરવા.

-શક્ય હોય તો આ દિવસે મીઠી વસ્તુઅોનું દાન પણ કરવું.

મનોપસંદ ફળ પ્રાપ્તદ કરવા માટે આ રીતે ઉઠાવવો શુભ નક્ષત્રોનો લાભ હનુમાન જયંતિ પર બની રહેલા ચિત્રા અને ગજકેસરી નક્ષત્ર ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હનુમાન ચાલીસાનાં પાઠ કરવાથી વ્યકિતને ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત્ થઈ શકે છે. તેના સિવાય સુંદરકાંડ અને હનુમાન બાહુકનાં પાઠ પણ કરવા ફળદાયક રહેશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ