અજમાનાં દાણામાં છે મોટા મોટા ગુણ,આપ પણ જાણો ફાયદા ચૌકી જશો !!

માસિક ધર્મની રોકાવટ જો ઉંમરથી પહેલા થઈ ગઈ છે તો અજમો ૧૦ ગ્રામ અને ૫૦ ગ્રામ જુનો ગોળને ૨૦૦ મીલી.પાણીમાં ઉકાળો. મસાલા અને ઔષધીનાં રૂપનાં અજમાનો પ્રયોગ જુના સમયથી થઈ રહ્યો છે.આ ભોજનને પચાવીને ભૂખ વધારે છે.જાણીએ તેના ફાયદાઓ વિશે.

પેટમાં ચરમ : અજમામાં સંચળ ઉમેરી તેનું ચૂર્ણ બનાવો. પછી રાત્રે સૂતા પહેલા તમારા બાળકને એક ગ્લાસ પાણી સાથે આ ચૂર્ણ આપો. તમારા બાળકના પેટમાં રહેલ ચરમ દૂર થઈ જશે.

છાતીમાં થતી બળતરામાં રાહત : પેટનો દુખાવો હોય તો અજમામાં નાની હરડે,સિંધાલુ મિઠુ અને સુંઠ મેળવીને ચૂર્ણ બનાવી લો.૨-૩ ગ્રામની માત્રામાં છાશ કે ગરમ પાણી સાથે લો.ગેસ બને તો જમ્યા બાદ ૧૨૫ ગ્રામ દહીંમાં ૩ ગ્રામ અજમો,૨ ગ્રામ સુંઠ અને અડધો ગ્રામ કાળું મિઠુ મેળવીને સેવન કરો.

માસિક ધર્મમાં રાહત – માસિક ધર્મમાં જો તકલીફ થઈ ગઈ હોય તો તમે સૌ પ્રથમ 10 ગ્રામ અજમો લો. ૫૦ ગ્રામ જુના ગોળની સાથે ૨૦૦ મિલી પાણીમાં ઉકાળો. તેને સવારે-સાંજે લેવાથી લાભ થાય છે.૩-૪ ગ્રામ અજમાનું ચૂર્ણ ગાયનાં દૂધ સાથે પણ લેવું તેનાથી પણ જરૂર ફાયદો થશે.

ઉધરસમાં રાહત : અજમો ૧ ગ્રામ,મુલેઠી ૨ ગ્રામ અને મરી પાઉડર ૨ ગ્રામનો ઉકાળો બનાવીને રાત્રે સુતા પહેલા લો.જુની ઉધરસ જેમાં કફ આવે છે,તેમાં અજમાનો અર્ક ૨૦ મિલી.દિવસમાં ત્રણવાર લો.વારે-વારે ઉધરસ અને કફમાં રાહત થશે.

મસ્સા થતાં અટકાવશે : બપોરે ભોજન બાદ એક ગ્લાસ છાશમાં ૨ ગ્રામ પીસેલો અજમો,૨ નમક મિક્સ કરીને પીવાથી મસસાની સમસ્યામાં વધશે નહી.
છાતીમાં બળતરા કરશે દૂર : જો છાતીમાં બળતરા થતી હોય તો એક ગ્રામ અજમા સાથે બે બદામ ચાવીને ખાવાથી લાભ થશે.