અજમાના નાના-નાના દાણાના છે મોટા-મોટા ફાયદા, એસીડીટીમાં મળે છે આરામ…

નાનકડા આકારનો અજમો, જે એક હર્બ (જડીબૂટી) છે, એટલા મોટા-મોટા કામ કરી શકે છે, વિચારીને અચરજ થઇ શકે છે. પરંતુ આ પણ સત્ય છે કે દાદી-નાનીના નુસ્ખામાં હમેંશા રહેતી જ હતી. અૌષધિય ગુણોનો ભંડાર અજમાનો ઉપયોગ રસોડાની સાથે-સાથે આયુર્વેદમાં પણ ખૂબ થાય છે.

ભોજનનો સ્વાદ વધારવાની સાથે આ ઘણી રીતની બિમારીઓને પણ દૂર રાખવામાં મદદ કરે છે. સામાન્યરીતે અજમાનો ઉપયોગ નમકીન પૂરી, મટ્ઠી, મીઠા પારા અને પરોઠાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે.


પરંતુ સ્વાદમાં થોડો કડવો હોવા છતા અજમો એવું ગુણકારી અૌષધિ છે કે તેનું નિયમિત સેવન કરવા અને અજમા વાળું પાણી પીવાથી દવાઓ ખાવાથી તમે બચી શકો છો. અજમો માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતો, પરંતુ આ સ્વાસ્થય સાથે જોડાયેલ અનેક તકલીફોથી પણ રાહત અપાવે છે. અજમો કેવી રીતે સ્વાસ્થય માટે ફાયદાકારક છે, જણાવી રહી છે સુમન બાજપેયી

અજમામાં ૧૧.૯ ટકા ફાઈબર, ૩૮.૬ ટકા કાર્બોહાઇડ્રેટ, ૮.૯ ટકા નમી, ૧૫.૪ ટકા પ્રોટિન અને ૧૮.૧ ટકા ફેટ્સ હોઈ છે. તેના સિવાય આમાં ૭.૧ ટકા ફોસ્ફરસ, કેલ્શિયમ, આયરન અને નિકોટિનિક એસિડ જેવા મિનરલ્સ મળી આવે છે.

અજમો બીજી કેવી રીતે સ્વાસ્થય માટે ફાયદાકારક છે, આવો જાણીએ

પાચનતંત્રને તંદુરસ્ત ડાઈટીશિયન નમામી અગ્રવાલનું કહેવું છે, ‘અપચો હોઈ કે કબજિયાતની ફરિયાદ, અજમા વાળું પાણી પીવાથી ભોજન સરળતાથી પચી જાય છે. તેનું પાણી પીવાથી પેટનો દુ:ખાવો, વાયુ, ઉલ્ટી, ખાટ્ટા ઓડકાર અને એસિડીટીમાં આરામ મળે છે. જમ્યા બાદ અજમાના પાણીમાં લીંબુનો રસ અને સંચળ નાખીને પીવાથી ખાટ્ટા ઓડકાર અને ગેસની સમસ્યા મટે છે.’ જો અવારનવાર ગેસને કારણે તમારું પેટ ફુલાયેલ રહે છે તો પણ અજમાનું પાણી પીવાથી લાભ થશે. સાચું ભોજન ન ખાવું અને અનિયમિત જીવનશૈલીને કારણે અવારનવાર પેટથી જોડાયેલા રોગ થઈ જાય છે. તેનાથી છૂટકારો અપાવામાં પણ અજમાનું પાણી કારગર હોઈ છે.

એસીડિટીમાં આરામ

એસીડિટી એક ખૂબ સાધારણ તકલીફ બની ચૂકી છે. નમામી અગ્રવાલ કહે છે કે એસીડિટી તે અવસ્થા હોઈ છે, જેમાં પેટમાં વધુ પ્રમાણમાં એસિડ કે અલ્મનો સ્ત્રાવ થાય છે. એસીડિટીના કારણે પેટમાં બળતરા કે પછી ખાટ્ટા ઓડકાર આવે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે થોડી-થોડી માત્રામાં સુંઠ અને અજમો લો અને તેને ચાવો. અજમાનું પાણી ઘુંટડે-ઘુંટડે પીવું પણ એસીડિટીમાં ખૂબ ફાયદાકારક રહે છે.

સળેખમ રહેશે દૂર

અજમામાં ભરપૂર માત્રામાં એંટિઓક્સિડેંટ્સ અને બળતરારોધક તત્વ મળી આવે છે, જેનાથી ન ફક્ત છાતીમાં જામેલા કફથી છૂટકારો મળે છે, પરંતુ શરદી અને સાઈનસમાં પણ આરામ મળે છે. શરદી ઉધરસમાં અજમાનાં પાણીમાં એક ચપટી સંચળ મેળવીને પીવાથી ફાયદો થાય છે. એક કપ અજમાનું પાણી પીવાથી માથાના દુ:ખાવામાં રાહત મળે છે.

વજન રહેશે નિયંત્રણમાં

રોજ સવારે એક કપ અજમાનું પાણી પીવાથી વધેલું વજન ઓછું થાય છે. અજમાનું પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝ્મ વધે છે,જેનાથી વધારાની ચરબી ઘટવા લાગે છે. પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને ભોજનનું પાચન થઈ જાય છે તો વજન વધવાની આશંકા ઓછી થઈ જાય છે.

આ પણ છે ફાયદા

અજમાની પોટલી બનાવીને ઘુંટણ શેકવા સિવાય જો તમે અડધા કપ અજમાના રસમાં સુંઠ મેળવીને પીવો ગઠિયાનાં દુ:ખાવામાં આરામ મળે છે. જો ખાલી પેટે અજમાના પાણીનું સેવન કરવામાં આવે તો ધીરે-ધીરે ડાયાબિટીસની સમસ્યાથી છૂટકારો મળે છે. અજમામાં ઘણા પ્રકારના વિટામીન્સ પણ મળી આવે છે, જે હ્દયને સ્વસ્થ બનાવી રાખે છે. તેના સેવનથી રક્તસંચાર બરાબર રહે છે. હ્દયની બિમારીઓથી બચવા માટે અજમો એક કારગર અૌષધિ છે. રોજ સવારે અજમાનું પાણી પીવાથી દાંતનો દુ:ખાવો અને મોંની દુર્ગંધ દૂર થાય છે.

જો તમે અનિયમિત પિરિયડની સમસ્યાથી ગ્રસ્ત છો તો નિયમિત રીતે અજમાનું પાણી પીવો. પિરિયડથી જોડાયેલા દુ:ખાવાને દૂર કરવામાં અજમાનું પાણી ખૂબ કારગર છે.

જો ત્વચા પર ફોડકા વગેરે થઈ ગયા છે અને તેમાં ખંજવાળ આવી રહી છે તો હળવા ગરમ પાણી સાથે અજમાને પીસી લો અને પ્રભાવિત ત્વચા પર લગાવો.

સુતા પહેલા એક કપ અજમાનું પાણી પીવાથી ઉંઘ સારી આવે છે.

આવી રીતે બનાવો અજમાનું પાણી

૨ ચમચી શેકેલા અજમાને એક કપ પાણીમાં આખી રાત માટે પલાળીને રાખો. સવારે આ પાણીને ઉકાળીને ગાળી લો. ઠંડુ કરીને ખાલી પેટે પીવો. આમાં લીંબુ અને સંચળ મેળવીને પણ પી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ