જલ્સા કરોને જેંતીલાલ

આજે બજેટ રજુ થવા જઈ રહ્યું છે તો જાણો બજેટ સાથે જોડાયેલી કેટલી રસપ્રદ વાતો…

શું તમે જાણો છો બજેટ અધિકારીઓને સતત સાત દિવસ સુધી સંપર્ક વિહોણા કરી દેવામાં આવે છે

આજે કેન્દ્ર સરકાર પોતાના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજુ કરવા જઈ રહી છે. લોકો મોંઘવારીમાં કંઈક રાહત મળે તેની આશાએ બેઠા છે. ઇન્દીરા ગાંધી બાદ નિર્મલા સિતારમણ ભારતની બીજી મહિલા નાણા મંત્રી છે જે બજેટ રજુ કરવા જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ભારત જેવા મોટા દેશનું બજેટ તૈયાર કરવુ તે કંઈ ખાવાના ખેલ નથી. આ કામ માટે નાણામંત્રીની દેખરેખ હેઠળ એક નિષ્ણાત પેનલને રચવામાં આવે છે અને તેમના દ્વારા દેશનું આખા વર્ષનું બજેટ તૈયાર કરવામાં આવે છે.

તમને સંસદમાં નાણામંત્રી બજેટની રજુઆત કરે તે વિષે તો ખ્યાલ હશે અને તે પહેલાં ગાડીઓની ડીક્કી ભરીભરીને બજેટની પ્રીન્ટઆઉટ સંસદભવનમાં પહોંચાડવામાં આવે તેની પણ જાણ હશે. પણ આ પહેલાંની પ્રોસેસ વિષે તમે નહીં જાણતા હોવ.


તમને બજેટ સાથે જોડાયેલી આ રસપ્રદ વાત જાણીને અચરજ થશે. પણ બજેટ તૈયાર કરવા માટે જે અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હોય તેમને બજેટ તૈયાર કરતી વખતે એટલે કે લગભગ એક અઠવાડિયા સુધી બહારના કોઈ પણ સંપર્કથી દૂર કરી દેવામાં આવે છે. અરે તેઓ તેમના કુટુંબીજનોના પણ સંપર્કમાં નથી રહી શકતા.

બજેટ અધિકારીઓને સાત દિવસ સુધી એક રૂમમાં રાખવામાં આવે છે

આ કડકાઈ પાછળનું મુખ્ય કારણ બજેટને તેના સમય પહેલાં લીકે નહીં થવા દેવાનું એટલે કે બજેટની ગુપ્તતા જાળવી રાખવાનું છે. અને તેમને માત્ર એક રૂમમાં જ નથી રાખવામાં આવતા પણ તેમના ફોન કોલ્સ પર પણ સર્વેલન્સ ગોઠવી દેવામાં આવે છે અને તેને રીતસરના રેકોર્ડ કરવામાં આવે છે. બજેટ સાથે જોડાયેલા અધિકારીઓ પર ઇન્ટેલીજન્સ બ્યુરોના એજન્ટ સતત નજર રાખે છે.

બજેટ રજુ કરવાના સાત દિવસ પહેલા નાણા મંત્રાલયના બજેટ સાથે જોડાયેલા અધિકારીઓ, નિષ્ણાતો, પ્રિંટિંગનું કામ કરનારા તેમજ તે સાથે જોડાયેલા કર્મચારીઓને દુનિયાથી સાવ જ અલગ પાડી દેવામાં આવે છે અને તેમણે નોર્થ બ્લોકમાં આવેલા વિત્ત મંત્રાલયના ભોંયરામાં બનાવવામાં આવેલા એક રૂમમાં રહીને જ બજેટને અંતિમ ઓપ આપવાનો હોય છે. આ દરમિયાન ઇન્ટેલીજન્ટ્સ વિભાગના લોકો તેમની આવ જા પર નજર રાખે છે.


બજેટ રજૂ કરતાં પહેલાં યોજવામાં આવે છે હલવા સેરેમની

વર્ષોથી આ પ્રથા ભારતીય સરકારમાં ચાલી આવી છે. સામાન્ય બજેટની પ્રિન્ટિંગની પ્રક્રિયા હલવા સેરેમનીથી શરૂ કરવામાં આવે છે. એક મોટી કડાઈમાં હલવો બનાવવામાં આવે છે અને તેમાંથી નાણામંત્રાલયના બધા જ કર્મચારીઓને હલવો પીરસવામાં છે. અને ત્યાર બાદ જ્યાં સુધી પ્રિન્ટીંગ કામ પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી તેની સાથે જોડાયેલા દરેક કર્મચારીઓને તેમના કુટુંબથી દૂર નોર્થ બ્લોક પ્રેસમાં રહેવું પડે છે.


બજેટનું પ્રિન્ટીંગ

પહેલાં બજેટનું પ્રિન્ટીંગ રાષ્ટ્પતિ ભવનમાં થતું હતું પણ 1950માં બજેટ લીક થવાથી તેને દીલ્હી ખાતેના મિન્ટો રોડની ગવર્નમેન્ટ પ્રેસમાં પ્રિન્ટ કરવામાં આવતું અને 1980થી અત્યાર સુધી બજેટનું પ્રિન્ટીંગ વિત્ત મંત્રાલયમાં જ પ્રિન્ટ થાય છે. અને આ પ્રિન્ટિંગની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી બધા જ કર્મચારીઓને ત્યાં જ રોકી રાખવામાં આવે છે.


ભારતનું પ્રથમ બજેટ માત્ર 197.39 કરોડનું હતું જેમાંથી લગભઘ 46 ટકા ભાગ ડિફેન્સ સેક્ટર માટે ફાળવવામાં આવ્યો હતો. તે સમયે ભારતની સીમાઓની સુરક્ષા એક મહત્ત્વની બાબત હતી.

તમને કદાચ ખભર નહીં હોય પણ પહેલા બજેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એ સહમતી થઈ હતી કે ભારત અને પાકિસ્તાન સપ્ટેમ્બર 1948 સુધી એક જ કરન્સીનો ઉપયોગ કરશે.


અત્યાર સુધી સૌથી વધારે વાર બજેટ રજુ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે છે. તેમણે અત્યાર સુધીમાં ભારતનું કેન્દ્રીય બજેટ દસ વાર રજુ કર્યું છે. મોરારજી દેસાઈના રાજીનામાં બાદ ઇન્દિરા ગાંધીએ 1969માં નાણા સમંત્રાલયનું કામકાજ સંભાળ્યું. અને તેણી ભારતના પ્રથમ મહિલા નાણા મંત્રી બન્યા.

1999 સુધી કેન્દ્રીય બજેટ સાંજે પાંચ વાગ્યે રજુ કરવામાં આવતું હતું. પણ 1999માં એનડીએ સરકારના નાણા મંત્રી યશવંત સિન્હાએ સમય બદલીને સવારે 11 વાગ્યાનો કર્યો અને ત્યારથી અત્યાર સુધી આ સમયે જ બજેટ રજુ કરવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version