આજે છે કાલાષ્ઠમી, જાણો કઈ પૂજાથી ભય દૂર કરશે, કાળ ભૈરવ…

ભય, દુઃખ – દારિદ્ર દૂર કરશે, કરો કૃષ્ણપક્ષની અષ્ઠમીએ કાળ ભૈરવની પૂજાનો મહાઉપાય… આજે છે કાલાષ્ઠમી, જાણો કઈ પૂજાથી ભય દૂર કરશે, કાળ ભૈરવ…


દર મહિને આવતી કૃષ્ણપક્ષની અષ્ટમી ખાસ કરીને કાલાષ્ઠમીએ, ભગવાન ભૈરવની પૂજા થાય છે. તંત્ર-મંત્રના સાધકો અનુસાર, ભગવાન ભૈરવને સૌથી શક્તિશાળી રુદ્ર તરીકે વર્ણવવામાં આવ્યા છે. આને દેવાધિદેવ ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. કાલાષ્ઠમીની પૂજાનું મહત્વ અને તેમની ઉપાસના ભક્તો માટે મંગળકારક છે. જો તમને કોઈ આધિ, વ્યાધિ, ઉપાધિ અનુભવાતી હોય.


કોઈપણ પ્રકારનું અમંગળ થવાનો ભય રહેતો હોય તો આ પૂજા કરવાથી ખૂબ જ સારું ફળ મળે છે. જો કે આ પૂજાને અનેક લોકો ભય દૂર કરના સાધનાને બદલે તંત્ર વિદ્યાની વિધિના રૂપમાં જુએ છે. જેથી તેને કરતાં પણ ડરતાં હોય છે. પરંતુ એવું નથી. આ એક પ્રકારે ભગવાન શિવની પૂજા છે. ભગવાન શિવની આ પૂજા અમંગળનો નાશ કરનાર અને મંગળકારી ફળ આપનાર છે.

ભગવાન ભૈરવની પૂજાનું મહત્વ


કાલાષ્ઠમી, ભગવાન ભૈરવની પવિત્ર પૂજા, આ મહિને ૨૫મી જૂને કરવામાં આવશે. ભગવાન ભૈરવ એવા ભગવાન છે કે જેઓ તેજમના ભક્તો પર આવતા કોઈપણ પ્રકારના અવરોધ, ભૂત, જાદુ વગેરેનો પ્રકોપ થવા દેતા નથી.

ભગવાન કાલ ભૈરવની ઉપાસના

કાલાષ્ઠમીના દિવસે ભગવાન ભૈરવની સાથે મા દુર્ગાની પણ પૂજા થવી જ જોઈએ. આપને જણાવીએ કે દરેક શક્તિપીઠ અને સિદ્ધપીઠના દર્શન બાદ કાળ ભૈરવનાં પણ એ સ્થાનમાં દર્શન સ્થાન હોય જ છે. દેવીના દર્શન બાદ કાળ ભૈરવના દર્શન શુભ માનવામાં આવે છે. જે કોઈ પણ ભક્ત દરરોજ શિવ અને શક્તિ બંનેની એકસાથે ઉપાસના કરે છે, સાથે ભગવાન ભૈરવની પૂજા કરવાથી પણ જીવનના અનેક પાપોનો નાશ થઈ જાય છે.


આપણાં પૌરાણિક ધાર્મિક ગ્રંથોમાં, એવું કહેવામાં આવે છે કે કાળ ભૈરવનું વાહન કૂતરો. છે. કાળ ભૈરવને ખુશ કરવાનો સૌથી સરળ રસ્તો છે કે કૂતરાઓને મીઠી રોટલી ખવરાવવી જોઈએ. કાલ ભૈરવની આ ઉપાસના કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે.

કાલ ભૈરવનો એક મહાઉપાય


કાળ ભૈરવની પૂજા ખરેખત તો તંત્ર મંત્ર સાથે જોડાયેલ જટિલ વિધિઓ હોય છે એવું સામાન્ય લોકોને લાગતું હોય છે. પરંતુ જે ભક્તોને એવું લાગતું હોય કે કાળ ભૈરવની પૂજા આકરી હોય કે પછી કોઈ અઘરા કર્મકાંડવાળી હોય તો આપને જાણાવીએ કે એવું નથી. અમે આપને એક સરળ ઊપાય કહીએ છીએ જેમાં આપને શિવ મંદિર જવાનું રહેશે અને પૂજા સામગ્રીમાં માત્ર ચંદન અને બિલિપત્રની જ જરૂર પડશે.


જો તમારા ઘરની નજીક ભૈરવનું મંદિર નથી, તો તમે કાલાષ્ઠમીના દિવસે માત્ર ભગવાન શિવની પણ પૂજા કરી શકો છો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. કારણ કે ભગવાન ભૈરવ એ ભગવાન શિવના રૂપે જન્મ્યા હતા.


‘કાલાષ્ઠમી’ના ના દિવસે, એકવીસ વખત બિલિ પત્ર ઉપર ચંદનના લેપથી ‘ૐ નમઃ શિવાય’ લખીને શિલ લિંગ ઉપર ચડાવવા જોઈએ. આ પદ્ધતિની પૂજા કરીને ભગવાન ભૈરવ ખુશ થશે અને તમારી દરેક મનોકામનાઓ પરિપૂર્ણ થશે. આ પૂજા તમે દરેક અંધારી આઠમના દિવશે કરી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ