લગ્ન પછી કાજોલ અને સાસુ વચ્ચેના સંબંધોમાં આવી ગઇ હતી ખટાશ, પણ પછી આ રીતે સંબંધોને બનાવ્યા વધારે મજબૂત

જયારે લગ્ન પછી કાજોલને સાસુ સાથે તાલમેલ બનાવવામાં આવી મુશ્કેલી ત્યાર પછી આવી રીતે સંભાળ્યા બંનેના સંબંધ.

શાહરૂખ ખાન અને કાજોલ સ્ટારર ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ને ૨૨ વર્ષ પુરા થઈ ગયા છે. આ ફિલ્મ થિયેટર્સમાં તા. ૧૬ ઓક્ટોબર, ૧૯૯૮ના રોજ રીલીઝ થઈ હતી. ફિલ્મમાં કાજોલના અભિનયને ખુબ પસંદ કરવામાં આવી હતી. આજે આ અવસર પર કાજોલ અને તેમની સાસુ સાથે જોડાયેલ એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જયારે તેઓ લગ્ન કર્યા પછી પહેલીવાર અજય દેવગણના ઘરે ગઈ હતી તો તેમણે દેવગણ પરિવાર અને સાસુ વીણા દેવગણની સાથે તાલમેલ બનાવવામાં મુશ્કેલી આવી હતી પછી તેમની સાસુએ બંનેના સંબંધને સંભાળ્યો અને મીઠાસ જાળવી રાખી. સાસુ વીણા દેવગણએ સાંભળ્યા બંનેના સંબંધ…

image source

ખરેખરમાં જયારે કાજોલ અજય દેવગણની સાથે લગ્ન કરીને પહેલીવાર પોતાની સાસરીમાં ગયા હતા તો તેમણે દેવગણ પરિવારની સાથે હળવા મળવામાં મુશ્કેલી આવી હતી. ત્યાર બાદ સાસુ વીણા દેવગણએ અભિનેત્રીને સપોર્ટ કર્યો અને બંનેને એવી રીતે સાંભળ્યા કે તે મીઠાસમાં પરિવર્તિત થઈ ગયા.

image source

કાજોલએ એક ઇન્ટરવ્યુમાં સાસરીના પહેલા અનુભવ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, ‘લગ્નના થોડાક સમય સુધી તેમને દેવગણ પરિવારમાં ઢળવામાં મુશ્કેલી આવી હતી.’ આવું એટલા માટે થઈ રહ્યું હતું કેમ કે, અભિનેત્રી કાજોલનું માનવું હતું કે, ‘તેમનો સ્વભાવ સાસરીના બધા લોકો કરતા ખુબ જ અલગ હતો.’

‘એક બાજુ જ્યાં કાજોલ આઉટગોઈંગ, પોતાના દિલની વાતને સ્પષ્ટ કહેનાર અને ચર્પી વ્યક્તિત્વ વાળી હતી, તો ત્યાં જ બીજી બાજુ દેવગણ પરિવારમાં બધા ખુબ જ શાંત અને સોફ્ટ સ્પોકન વાળા વ્યક્તિઓ હતા.’

image source

કાજોલએ જણાવ્યું હતું કે, ‘કેમ કે, એમના માટે આ બધું જ ખુબ જ અલગ અને નવું હતું, એટલા માટે તેઓ ના તો વધારે બોલતી હતી અને નહી જ પોતાની મરજીથી કિચનમાં કોઈ વસ્તુ પણ લેતી હતી.’

image source

અભિનેત્રી કાજોલએ જણાવ્યું હતું કે, તેઓ તો લગ્ન થઈ ગયા પછી વીણા દેવગણને માં કે પછી મમ્મી બોલાવવાને બદલે આંટી જ બોલાવતી હતી. એની પર ક્યારેય પણ મિસિસ. દેવગણએ નારાજગી દર્શાવી નહી. એકવાર સાસુના મિત્રએ એની પર નવાઈ દર્શાવતા પ્રશ્ન કર્યો હતો, ત્યારે વીણા દેવગણએ પોતાની વહુનો બચાવ કરતા કહ્યું હતું ‘જયારે બોલશે દિલથી બોલશે.’

image source

આપને જણાવીએ કે, આજે કાજોલ અને અજય દેવગણની શાદીશુદા જોડી લોકોને સંબંધ જાળવી રાખવાની પ્રેરણા આપે છે. લોકો તેમને ફોલો કરે છે. બંનેના સંબંધ આજે પણ ઘણા સારા છે અને તેઓ બે બાળકોના માતા- પિતા પણ છે. કાજોલ અને અજય દેવગણની પહેલી મુલાકાત ફિલ્મ ‘હલચલ’ની શુટિંગ દરમિયાન થઈ હતી. જયારે કાજોલ, અજય સાથે પહેલીવાર મળી હતી તો આ જોયું હતું કે, તેઓ એક કિનારે એકલા બેસવાનું પસંદ છે. વધારે વાત પણ કરતા હતા નહી. ત્યારે કાજોલને લાગતું હતું કે, આવું કેવી રીતે થઈ શકે છે કે કોઈ વાત ના કરે.

image source

જો કે, ધીરે ધીરે અજય દેવગણ કાજોલ સાથે વાત કરવા લાગ્યા અને તેમની મિત્રતા થઈ ગઈ. આ ફિલ્મ કર્યા પછી બંનેએ એકસાથે કેટલીક ફિલ્મો કરી જે હીટ રહી જેવી કે, ‘ઈશ્ક’, ‘પ્યાર તો હોના હી થા’, ‘દિલ ક્યાં કરે’, ‘રાજુ ચાચા’ અને ‘યુ, મી ઔર હમ’. સમયની સાથે અજય અને કાજોલનો પ્રેમ પરવાન ચઢતો જાય છે અને વર્ષ ૧૯૯૯માં બંનેએ લગ્ન કરી લીધા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ