PM મોદીએ અજય દેવગને શેર કરેલો વિડિયો જોઈને આપી શાબાશી, શું તમે જોયો આ વિડીયો?

પી.એમ મોદીએ અજય દેવગને શેર કરેલી વિડિયો જોઈ આપી શાબાશી – તમે પણ જુઓ આ વિડિયો

image source

લૉકડાઉનના સમયમાં પણ અજય દેવગનનો પર્સનલ બૉડીગાર્ડ રહે છે તેની સાથે પડછાયાની જેમ – જેને જોઈને પી.એમ મોદી પણ થયા ખુશ

લોક ડાઉનને એક મહિના કરતાં પણ વધારે સમય થવા આવ્યો છે. આ કારણે ઘણાબધા અંશે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ અટકાવવું સરળ બન્યું છે. તેમ છતાં દિવસેને દિવસે કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા ભારતમાં વધી રહી છે. બોલીવૂડ સ્ટાર્સ આ વાયરસને લઈને ઘણી બધી રીતે જાગૃતિ ફેલાવી રહ્યા છે. આવોજ એક પ્રયાસ અજદેવગને એક વિડિયો શેર કરીને કર્યો છે. જેને જોઈને પી.એમ મોદી પણ તેને શાબાશી આપતા પોતાની જાતને રોકી ન શક્યા. ચાલો જાણીએ અજય દેવગનના આ અનોખા પ્રયાસ વિષે.

image source

અજય દેવેગને પોતાના બોડીગાર્ડનો એક અનોખો વિડિયો બનાવ્યો છે જે ખૂબ જ રસપ્રદ છે. અને પી.એમ મોદીને પણ આ વિડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. અજય દેવગનના વિડિયોમાં જે વ્યક્તિ પોતાની જાતને અજય દેવગનનો બોડીગાર્ડ કહી રહ્યો છે તે વાસ્તવમાં બીજું કોઈ નહીં પણ અજય દેવગન પોતે જ છે. વાસ્તવમાં આ વિડિયોમાં આરોગ્ય સેતુ એપની વાત થઈ રહી છે.

આ એપને દેશના 130 કરોડ દેશવાસીઓની સુરક્ષા માટે બનાવવામાં આવી છે. સરકારની આ એપ લોકોને કોરોના વાયરસના સંક્રમણના જોખમનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. આ વિડિયો દ્વારા અજય દેવગને લોકોને એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે આ એપ આ મહામારીમાં આપણા માટે કેટલી મદદરૂપ છે, જે આપણી સાથે સાથે આપણા પરિવારની સુરક્ષા માટે પણ જરૂરી માહિતિ આપણા સુધી પહોંચાડી શકે છે.

અજય દેવગને આ વિડિયો શેર કરતા, લખ્યું છે, ‘કોરોના સામેની લડાઈમાં દરેક ભારતીયને તેમનો પોતાનો પર્સનલ બોડીગાર્ડ આપવા માટે આભાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સેતુ મારો બોડીગાર્ડ છે અને તમારો પણ. હાલ જ ડાઉનલોડ કરો.’ @SetuArogya એપ.

અજય દેવગને આ વિડિયો શેર કરતા અમિતાભ બચ્ચન, સલમાન ખાન, કાજોલ, અક્ષય કુમાર અને રણવીર સિંહને પણ ટેગ કર્યા. આ રીતે બોલીવૂડ સ્ટાર્સ પણ આપણને આરોગ્ય સેતુ એપના મહત્ત્વ વિષે સમજાવી રહ્યા છે.

અજય દેવગનનો આ વિડિયો જોઈ ખુદ પી.એમ નરેન્દ્ર મોદી પણ તેના વખાણ કરતા ન અટકી શક્યા. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે, ‘ખુબ સરસ અજય દેવગન. આરોગ્ય સેતુ આપણને સુરક્ષિત રાખે છે અને તે આપણા સંપૂર્ણ કુટુંબ અને દેશને પણ કોરોનાથી બચાવે છે.’ તેની સાથે સાથે તેમણે કોરોના સામેની આ લડાઈને ઓર વધારે મજબૂત બનાવવા માટે લોકોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અપીલ કરી છે.

વડાપ્રધાન સાથે દેશના ગૃહ પ્રધાન અમિત શાહના પણ આ વિડિયો માટે વખાણ કર્યા છે.આમ જોવા જઈએ તો આરોગ્ય સેતુ એપ એ ખરેખર દરેક ભારતીયનો પર્સનલ બોડીગાર્ડ જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ