આજનો દિવસ – ફાધર ઓફ ગઝલનો જન્મદિવસ, જાણો રસપ્રદ માહિતી…

ફાધર ઓફ ગઝલ

સર્જક : બાલાશંકર કંથારીયા


જન્મ ૧૭ મે 1858 નડીઆદ

મૃત્યુ ૧ એપ્રિલ 1898, વડોદરા

વ્યવસાય સર્જક, અનુવાદક, કવિ

ભાષા ગુજરાતી ભાષા, સંસ્કૃત ભાષા, ફારસી, અરબી ભાષા, વ્રજ ભાષા

રાષ્ટ્રીયતા ભારત

👉 The Father Of Gujarati Gazal

ઇસ સન 1857ની 17મી મે માં નડીઆદમાં જન્મેલા અને ગુજરાતી ગજલના પિતા તરીકેનું બિરુદ મેળવેલા કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામની આજે જન્મ જયંતીએ તેમને નમન ,

અરબી-ફારસી ભાષામાં થી સહુ પ્રથમ વખત ગુજરાતી ભાષામાં ઉતાર્યો હતો તેમજ કલાન્ત,કવિ,બાલ,નિજાનંદ,મસ્ત વગેરે તેમના તખલલુસો છે તેમના વતનમાં આવેલ તેમનું મકાનમાં આજે પણ કેટલાય હયાતી ના પુરાવા છે

બાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા નો એ જાણીતા ગુજરાતી કવિ હતા. તેમનો જન્મ ૧૭ મે ૧૮૫૮માં નડીઆદમાં સઠોદર નાગર કુળમાં થયો હતો.

👉 અભ્યાસ

તેમણે કૉલેજના પહેલાં વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. ફારસી, અરબી, સંસ્કૃત, વ્રજ, હિંદી ભાષાઓ અને સંગીત, પુરાતત્વ વિ. ના તેઓ સારા જાણકાર હતા.

👉 જીવન


અભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓક્યાંય ઠરીઠામ ન થયા. ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય ‘બુધ્ધિપ્રકાશ’ના સંપાદક પણ રહ્યા.

અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલનાના તેઓ મુખ્ય પ્રણેતા ગણાય છે. મણિલાલ દ્વિવેદી તેમના ખાસ મિત્ર હતાં. તેઓ પોતાને દલપતરામના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી. એમ કહેવામાં આવે છે કે કલાપીએ ગઝલ લખવાની કળા તેમની અને મણિલાલ દ્વિવેદી પાસે શીખી.

તેઓ ૧ એપ્રિલ ૧૮૯૮ના દિવસે વડોદરા ખાતે અવસાન પામ્યા.


👉 સાહિત્ય-સર્જન

‘ક્લાન્ત કવિ’, ‘બાલ’ જેવા ઉપનામ હેઠળ તેઓ પોતાનું સાહિત્ય સર્જન કરતાં. પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય તેમને જાય છે. તેમણે ક્લાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી જેવા કાવ્ય સંગ્રહો રચ્યાં છે. તેમણે અનુવાદ ક્ષેત્રે કર્પૂર મંજરી, મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ આદિ સાહિત્ય સર્જન કર્યું છે.

‘ગુજારે જે શિરે તારે’ તે એમની અત્યંત લોકપ્રિય કૃતિ છે. ક્લાન્ત કવિનામને તેમની કૃતિ શિખરિણી છંદમાં લખાયેલી ૧૦૦ કડીઓ ધરાવે છે.

👉 ગુજરાતની પ્રથમ ગઝલ

બલિહારી તારા અંગની, ચંબેલિમાં દીઠી નહીં,

સખ્તાઈ તારા દિલની, મે વજ્રમાં દીઠી નહીં.

મન માહરું એવું કુણું, પુષ્પ પ્રહાર સહે નહીં

પણ હાય ! તારે દિલ દયા, મેં તો જરા દીઠી નહીં.

એક દિન તે અલકાવલીમાં, દીઠી‘તી મુખની છબી,

પણ ગુમ થઈ ગૈ તે ગુમાની, ત્યારથી દીઠી નહીં.

એ ! કંઈ જરા કર શોચ કે, મારી ઉપર શાને ગુમાન ?

મેં દેહ અર્પ્યો તોય પણ, દિલદારને દીઠી નહીં.

ગુમ્માની નુખરાબાજ ગોરી, સુંદરીઓ મન હરે;

પણ કોઈ એ ! યાર સમ તુજ સુન્દરી દીઠી નહીં.

એ ! વીર ! વિરહી ખોળવા, તુજને જગત કંઈ કંઈ ભમ્યો;

ગિરિવર ગુહા કે કુંજે કુંજે, તોય મેં દીઠી નહીં.

બાગમાં અનુરાગમાં, કે પુષ્પનાં મેદાનમાં;

ખોળી તને આતુર આંખે, તોય મેં દીઠી નહીં.

સરખાવી તારું તન મેં, ખોળી ચમેલી વનમાં;

પણ હાય ! ખૂબી આજની કરમાઈ ! કાલ દીઠી નહીં.

તું તો સદા નૂતન અને, આખું જગત નિત્યે જૂનું;

મિથ્યા પ્રપંચે ક્યાં થકી તું ! તેથી મેં દીઠી નહીં.

તું તો ખરી જ્યાં પ્રેમ પૂરણ, પ્રેમીના કાળજ બળે;

એવી દયા તો એ ગુમાની ! મેં કહીં દીઠી નહીં.

મુખચંદ્રમાં મેં દીઠી છે, આખી છબી આ જગતની;

પણ આંખડી મુજમાં વસી તું, તેથી મુજ દીઠી નહીં.

એ કાળજાની કોર કાં, કાપે હવે તો થઈ ચૂકી;

મેં તો પ્રથમ કાપ્યું સુપ્રેમે, તોય મેં દીઠી નહીં.

કોઈ દેવ આવી કાનમાં, દે છે શિખામણ પાંશરી;

આ જગતની જંજાળમાં, ચતુરાઈ તો દીઠી નહીં.

જ્યાં પ્રેમ મારો જળહળે, ત્યાં તેં દીધો બદલો ખરો !!

તો આ જગત છોડ્યા વિના, યુક્તિ બીજી દીઠી નહીં.

એક દિન મળશે તે અધર-સૂધા સબૂરી બાલ ! ધર;

હાં ! એ બધું એ છે ખરું; પણ હાલ તો દીઠી નહીં.

👉 બાલાશંકર કંથારિયાની ઉપરોક્ત ગઝલ ભારતીભૂષણ માર્ચ ૧૮૮૭માં છપાયેલી.

(ગઝલ સ્રોત – ‘ગુણવંત ઉપાધ્યાય’ સંપાદિત ‘ગઝલગ્રાફ’ પુસ્તકના પાન નંબર ૮૯ ઉપરથી સાભાર )

(પ્રકાશક – ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન – પ્રકાશન વર્ષ – જુલાઈ ૨૦૦૮, પૃષ્ઠ સંખ્યા – ૩૧૫, મૂલ્ય રૂ. – ૧૫૦)

(પ્રાપ્તિસ્થાન – ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન, ૨૨ ડોલી કોમ્પલેક્ષ, નવરંગપુરા )

(સંપર્ક – ૦૭૯-૨૬૪૨૩૯૩૯ )

👉 સંકલન અને Post :- વસીમ લાંડા

The-Dust Of-Heaven ✍

👉 ખાસનોંધ :- આ પોસ્ટમાં કોઇએ કોઇપણ પ્રકારનો ફેરફાર કરવો નહિ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ