જલ્સા કરોને જેંતીલાલ

એશ કરતા તેની મોમ છે સુપર સ્માર્ટ, જોઇ લો ઐશ્વર્યાએ શેર કરેલી જૂની તસવીર

યુવાનીમાં ઐશ્વર્યાના માતા ઐશ્વર્યાને પણ ટક્કર મારે તેટલા સુંદર હતા ! જુઓ તસ્વીર, ઐશ્વર્યાએ માતાપિતાની મેરેજ એનિવર્સરી પર શેર કરી જૂની તસ્વીરઃ લખી લાગણીસભર પોસ્ટ, માતાપિનાની 50મી લગ્નતીથી પર ઐશ્વર્યા રાયે શેર કરી લાગણીસભર પોસ્ટ

image source

ઐશ્વર્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના માતાપિતાની 50મી લગ્નતિથિ નીમીતે એક સુંદર મજાની લાગણીસભર પોસ્ટ સાથે તેમની યુવાનીની એક તસ્વીર શેર કરી છે. તેણીએ પોતાની પોતાના માતાપિતા પ્રત્યેની પ્રેમભરી લાગણીને ‘ઇટરનલ’ એટલે કે શાશ્વત એટલે કે સનાતન શબ્દથી વ્યક્તિ કરી છે. તેણીએ પોતાના માતાપિતાને ‘ગોલ્ડન એન્જલ્સ’ તરીકે સંબોધ્યા છે. તેણીએ આ પોસ્ટ દ્વારા પોતાના માતાપિતાને તેમની 50મી લગ્નતિથિ પર શુભેચ્છાઓ પાઠવી છે.

ઐશ્વર્યા રાય બચ્ચન અવારનવાર સોશિયલ મિડિયા પર પોતાના પરિવારજનોની તસ્વીરોની સાથે સાથે તેમની પ્રત્યેની તેણીની લાગણીને પણ વ્યક્ત કરતી જોવામાં આવી છે. થોડા સમય પહેલાં ઐશ્વર્યા તેમજ અભિષેક બચ્ચને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર ઐશ્વર્યાના પિતાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ અવસર પણ તેણીએ સોશિયલ મિડિયા પર પોતાના પિતાની બર્થડે સેલિબ્રેશનની એક તસ્વીર પણ શેર કરી હતી જેમાં તેણી પોતાના સ્વર્ગસ્થ પિતાની તસ્વીર, માતા વૃંદા રાય તેમજ દીકરી આરાધ્યા સાથે હતી.

પિતાના જન્મ દિવસ પર છેલ્લા ઘણા સમયથી ઐશ્વર્યા પોતાની માતા તેમજ દીકરી આરાધ્યા સાથે કોઈને કોઈ ચેરીટી વર્ક કરતી જોવા મળી છે. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાયના પિતા 18 માર્ચ 2017માં સ્વર્ગસ્થ થયા હતા. તે વખતે ઐશ્વર્યા રાયના સસરા અમિતાભ બચ્ચને તેણીના પિતા માટે એક સુંદર લાગણીસભર પોસ્ટ પોતાના બ્લોગ પર લખી હતી અને પોતાનો શોક વ્યક્ત કર્યો હતો.

ઐશ્વર્યા રાય પોતાની દીકરીને બને તેટલો સમય આપવા માગે છે અને તે પોતાના કામના સમયે પણ પોતાની દીકરીને સાથે રાખતી હોય છે. અને તેની દીકરી જ તેની પ્રાથમિકતા હોવાથી તે ઘણી ઓછી ફિલ્મોમાં કામ કરે છે. હાલ તેણી મણિ રત્નમની તમિલ હિસ્ટોરિકલ ડ્રામા પોનીયીની સેલવન કરી રહી છે. મણીરત્નમ સાથે તેણીની આ પાંચમી ફિલ્મ છે. ઐશ્વર્યા રાયે પોતાની પ્રથમ ફિલ્મ ઇરુવર મણીરત્નમના દિગ્દર્શન હેઠળ જ કરી હતી. ઐશ્વર્યાના ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે તેમના માટે આ ઘણા આનંદના સમાચાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version