જલ્સા કરોને જેંતીલાલ

ઐશ્વર્યાએ આરાધ્યા સાથે કર્યુ હોલીકા દહન, જોઇ લો તસવીરોમાં તમે પણ

આરાધ્યા સાથે ઐશ્વર્યા રાયે કર્યું હોલીકા દહન – તસ્વીરો થઈ વાયરલ

image source

સમગ્ર દેશમાં હોળીનો તહૈવાર ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. નાના ભુલકાઓથી લઈને મોટેરાઓ બધાએ પોત પોતાની સોસાયટીઓના આંગણે થતાં હોલિકા દહનમાં પૂર્ણ ઉમંગથી ભાગ લીધો હશે તેમાં કોઈ જ શંકા નથી. પણ બોલીવૂડ પણ તહેવારો ઉજવવામાં પાછળ રહે તેમ નથી.

image source

પ્રિયંકા તો નીકને લઈને એડવાન્સમાં હોળી પણ મનાવીને પાછી યુએસ ઉડી ગઈ પણ, ઐશ્વર્યા રાયે પોતાની દીકરી સાથે હોલીકા દહનની પૂર્ણ રીત રીવાજ સાથે પુજા કરીને સોશિયલ મિડિયા પર લોકોના દીલ જીતી લાધા છે.

ઐશ્વર્યા અને તેની દીકરીની હોલીકા દહનની પુજાની તસ્વીરો ગઈકાલથી સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. આ પ્રસંગે આરાધ્યાએ સુંદર મજાના પિંક વસ્ત્રો પહેર્યા છે જેમાં તેણી અત્યંત ક્યૂટ લાગી રહી છે તો બીજી બાજુ ઐશ્વર્યા પણ ટ્રેડિશનલ વસ્ત્રોમાં સુંદર લાગી રહી છે. જો કે આ તસ્વીરમાં અભિષેક બચ્ચન નથી જોવા મળ્યો પણ માતા-દીકરીએ બન્ને સંપૂર્ણ પરંપરાગત રીતે હોલીકા દહનમાં ભાગ લીધો હતો તે આ તસ્વીરો દ્વારા જોઈ શકાય છે.

ઐશ્વર્યાએ આ તસ્વિરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. ઐશ્વર્યાએ આ સાથે પોતાના પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા સાથેની ગયા વર્ષની હોળીની એક તસ્વીર પણ શેર કરી હતી. ઐશ્વર્યા તો લાખો ફેન્સની આઇડલ છે જ પણ તેની દીકરી આરાધ્યા પણ ધીમે ધીમે ફેશન આઇકન બની રહી છે. તેણીની બધી જ તસ્વીરો સોશિયલ મિડિયા પર આવતા જ વાયરલ થઈ જાય છે અને તેણીના લૂકને પણ લોકો ખૂબ વખાણે છે.

image source

ઐશ્વર્યાની ફિલ્મોની વાત કરીએ તો તેણી છેલ્લે ફન્ને ખાન ફિલ્મમાં જોવામાં આવી હતી. જેમાં તેણી સાથે અનિલ કપૂર, રાજકુમાર રાવ પણ મુખ્ય ભુમિકામાં હતા. જો કે આ ફિલ્મ બોક્ષઓફિસ પર ફ્લોપ રહી હતી. ઐશ્વર્યાની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તેણી હવે મણિરત્નમની ફિલ્મ પુન્નીયીન સેલવનમાં પણ જોવા મળશે. જો કે તેની અને અભિષેકની ફિલ્મની પણ ચર્ચા થોડા સમય પહેલાં સાંભળવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version