પતિ અભિષેકે કરી કંઇક આવી ટ્વિટ, શું એશ ફરી છે પ્રેગનન્ટ?

અભિષેકનું એક ટ્વીટ પર થયું વાયરલ – ફેન્સ પુછી રહ્યા છે શું ઐશ્વર્યા પ્રેગ્નન્ટ છે ?

ઐશ્વર્યા – અભિષેક, બોલીવૂડના માનિતા કપલ શું એકવાર ફરી માતાપિતા બનવા જઈ રહ્યા છે ? જુઓ શું કહે છે ફેન્સ. આખું સોશિયલ મિડિયા અભિષેકને એક જ પ્રશ્ન પુછી રહ્યું છે, શું ઐશ્વર્યા પ્રેગ્નન્ટ છે ? એમ પણ છેલ્લા કેટલાક સમયથી ઐશ્વર્યાની પ્રેગ્નન્સીની ખબરો કહો કે અફવાહ ફેલાઈ રહી છે તેવામાં અભિષેકના એક ટ્વીટે ફેન્સમાં હલ્લો મચાવ દીધો છે.

image source

અભિષેકે એક એવું ટ્વિટ કર્યું છે જેને વાંચીને ફેન્સ તેના પર સુભેચ્છાઓ વર્ષાવી રહ્યા છે. તેણે કંઈક આમ ટ્વિટ કર્યું છે. ‘મિત્રો ! તમારા બધા જ માટે એક સરપ્રાઇઝ છે ! જોડાયેલા રહો !!’ અભિષેકે આ ટ્વીટ તો કરી લીધું પણ ફેન્સ પોતાની રીતે તુક્કા લગાવવાનું શરુ કરી દીધું છે. અને અભિષેક કોઈ સરપ્રાઇઝ આપે તે પહેલાં ફેન્સ અભિષેકના બીજીવાર પિતા બનવાના સમાચાર સંભળાવવાના છે તેવુ સમજીને તેને શુભેચ્છાઓ પણ પાઠવવામાં લાગી પડ્યા છે.

તમે જ જોઈ લો કે અભિષેકના એક ટ્વિટર પર તેના ફેન્સ તેને શું શું કમેન્ટ કરી રહ્યા છે. એક ફેન પુછે છે, ‘બીજું બાળક?’ તો વળી બીજો પુછે છે, ‘દીકરી માટે ભાઈ/બહેન’, તો વળી એક ટ્વીટ યુઝરે પુછી લીધું, ‘બીજો એક જુનિયર બચ્ચન આવવાનો છે કે શું ?’ જો કે ફેન્સની આ કમેન્ટ પર તો અભિષેકે હજુ સુધી કોઈ જ ઉત્તર નથી આપ્યો. અને ફેન્સ પોતાની રીતે જ તુક્કા લડાવવા લાગ્યા.

image source

પણ હવે તમને જણાવી દઈએ કે અભિષેક પોતાના ફેન્સને શું સરપ્રાઇઝ આપવા માગતો હતો. તેણે જ્યારે એક સરપ્રાઇઝ વાળુ ટ્વીટ કર્યું ત્યાર બાદ તેણે બીજું એક ટ્વીટ કરીને તે સરપ્રાઇઝ શું છે તેના પરથી પરદો ઉઠાવ્યો હતો. અને આ સાથે તેણે પોતાના પિતાની આવનારી ફિલ્મ ‘ઝુંડ’નું ટીઝર શેર કર્યું હતું. આ ટીઝર શેર કરીને તેણે જણાવ્યુ હતુ કે તે આ ફિલ્મ માટે તે ખુબ જ ઉત્સુક છે.

image source

જો કે અભિષેકના સરપ્રાઇઝવાળા ટ્વીટે તો થોડા સમય માટે તેના ફેન્સમાં એક હલ્લો મચાવી દીધો હતો. તેણે પોતાના પિતાની આવનારી ફિલ્મનું ટીઝર તો લોન્ચ કરી દીધું પણ તેના પોતાના આવનારા પ્રોજેક્ટની વાત કરીએ તો હાલ અભિષેક શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચીલી દ્વારા નિર્માણ આધિન ફિલ્મ બોબ વિસ્વાસ કરી રહ્યો છે અને તે ઉપરાંત પણ તે ‘બિગ બુલ’ નામની ફિલ્મમાં પણ આવી રહ્યો છે.

જે ફિલ્મ ભારતીય શેરબજારના ઇતિહાસમાં થયેલા સૌથી મોટા હવાલાકૌભાંડ પર આધારિત છે જેમા તે હવાલાકૌભાંડી હર્ષદ મેહતાનુ પાત્ર ભજવી રહ્યો છે. લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ