કાન્સમાં એશ્વર્યાએ પહેરેલ બટરફ્લાય ગાઉનને બનાવતા ૩૦૦૦ કલાક લાગ્યા, જાણો આ વિશેષતા..

બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કારપેટ પર ગ્લેમરસ એન્ટ્રી કરી હતી. 17મી વખત કાન્સના રેડ કારપેટ પર જોવા મળી હતી એશ્વર્યા પરી જેવી દેખાતી હતી, જેને જોઈને તમે જોતા જ રહી જાવ.

અશ્વર્યા અંહી એકલી ન હતી આવી તે પોતાની દીકરી આરાધ્ય બચ્ચનન સાથે આવી હતી. એશ્વર્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે આરાધ્યની સાથે ડાન્સ મસ્તી કરતી જોવા મળી હતી.

આ વીડિયો રેડ કારપેટ પર પહોંચતા પહેલાનો હતો. તેમાં એશ્વર્યા ગ્લેમરસ તો આરાધ્ય પર રેડ ગાઉનમાં ક્યૂટ દેખાતી હતી.

Circle of Life ??✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

તમને જણાવી દઈએ કે, એશ્વર્યા રાય બચ્ચન 12 મે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થઈ હતી. તેમણે અંહીયા પહેલું અપીરિંયસ રવિવારે આપ્યું હતું. પોતાના ફર્સ્ટ લુકમાં એશ્વર્યા બ્લૂ કલરના ઓફ સોલ્ડર ડ્રેસમાં જોવા મળી હતી. તેમણો આ ડ્રેસ મનીષ અરોરાએ ડિઝાઈન કર્યો હતો.

જો કે, સૌથી વધારે લોકો તેમણે રેડ કારપેટ પર રાહ જોઈ રહ્યાં હતા અને એશ્વર્યા રેડ કારપેટ પર પરપલ કલરનો બટરફ્લાઈ ગાઉન પહેરીને પહોંચી હતી જેમાં તે બહુ સુંદર દેખાતી હતી.

પરંતુ તમને જાણીને નવાઈ લાગશે પણ આ ગાઉનને તૈયાર કરવા માટે 3,000 કલાકનો સમય લાગ્યો હતો. હકીકતમાં, એશ્વર્યાના આ ગાઉનને ડિઝાઈનર મિશેલ શિનકોએ ડિઝાઈન કર્યો છે. દુબઈના ડિઝાઈનર મિશેલ અને તેમણી ટીમને આ ગાઉન બનાવા માટે 3,000 કલાકનો સમય લાગ્યો હતો.

મિશેલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ ગાઉનને પતંગિયાની જેમ જે ક્યારે પણ ન બદલાય તે રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે.

 

સ્વારોવસ્કી ક્રિસ્ટલ અને ફ્રેંચ પેલેટ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ગાઉનમાં આલ્ટ્રા વાયોલેટ, મિડ નાઈટ અને લાલ રંગના દોરાથી કામ કર્યું છે. આ ગાઉનની સાથે 3 મીટર લાંબી કેપ લગાવામાં આવી હતી જેને એક પંતગિયાનો આકાર આપવામાં આવ્યો હતો.

ગયા વર્ષે એશ્વર્યાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડિઝની પ્રિંસેસ સિંડ્રેલાના લુકમાં જોવા મળી હતી. તે સમયે તેની સુંદરતા જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ હતી અને ગયા વર્ષે પણ એશ્વર્યાના ગાઉનને મિશેલ શિનકો દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું.

એશ્વર્યા કાન્સમાં લોરિયલ પેરિસ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. એશ્વર્યા પહેલાં દીપિકા લોરિયલ પેરિસ માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિલનો હિસ્સો બની ચૂકી છે.

સંકલન : પ્રિયંકા પંચાલ

મિત્રો, આપ સૌ ને આ ફોટોગ્રાફ્સ કેવા લાગ્યા ? કોમેન્ટમાં અચૂક જણાવજો !!!!

ટીપ્પણી